Ahmedabad : કોરોનાના કહેર વચ્ચે અંગદાન દ્વારા માનવતાની મહેક, બ્રેઈન ડેડ 22 વર્ષીય વિજય રાવલના અંગદાને ચાર જરૂરિયાતમંદોની જીવનશૈલી બદલી

|

Jan 08, 2022 | 4:56 PM

વિજયભાઈના અંગોના દાનમાં હૃદય ગ્રીન કોરિડોર મારફતે સિમ્સ હોસ્પિટલ અને ફેફસાને ગ્રીનકોરિડોર મારફતે મુંબઈ, જ્યારે લિવર અને બંને કિડની અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા હતા.

Ahmedabad : કોરોનાના કહેર વચ્ચે અંગદાન દ્વારા માનવતાની મહેક, બ્રેઈન ડેડ 22 વર્ષીય વિજય રાવલના અંગદાને ચાર જરૂરિયાતમંદોની જીવનશૈલી બદલી
Ahmedabad: Brain dead 22-year-old Vijay Rawal has revived four people through organ donation

Follow us on

Ahmedabad : મારો યુવાન ભાઈ ઘરનો ‘સાવજ’ હતો. તેનું સંઘર્ષપૂર્ણ જીવન અને સાહસિક સ્વભાવ અમારા ઘરના જ નહીં પરંતુ અગણ્ય લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. ફક્ત 22 વર્ષની વયે બ્રેઇનડેડ મૃત્યુ થતા પરિવારજનો અત્યંત દુઃખની લાગણી અનુભવી રહ્યા છીએ. પરંતુ મરણોપરાંત પણ અમારા ઘરનો વીરો અન્ય ચાર જરૂરિયાત મંદોને નવજીવન આપી ગયો તેનો ગર્વ છે. આ શબ્દો છે અંગદાતા વિજય ભાઈના ભાઈ સચીન ભાઈ રાવલના.

વિજાપુરના 22 વર્ષીય વિજયભાઈ રાવલનો મહેસાણા પાસે માર્ગ અકસ્માત થતાં મહેસાણાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે લઇ જવામાં આવ્યા. ત્યાં તબીબોને સ્થિતિ ગંભીર જણાતા અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં હતા. ત્યાંના તબીબોએ સારવાર દરમિયાન વિજય ભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા.

રાજ્યમાં અંગદાનની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા દિલીપભાઈ દેશમુખના અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા વિજાપુર જઈને વિજયભાઈના પરિવારજનોને અંગદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા.પરિવારજનોએ પણ અંગદાન માટે સંમતિ દર્શાવ્યા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન માટેના વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા. જે તમામ ટેસ્ટ અંગદાન માટેના માપદંડોમાં બંધબેસતા વિજયભાઈના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરાઈ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વિજયભાઈના અંગોના દાનમાં હૃદય ગ્રીન કોરિડોર મારફતે સિમ્સ હોસ્પિટલ અને ફેફસાને ગ્રીનકોરિડોર મારફતે મુંબઈ, જ્યારે લિવર અને બંને કિડની અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી સમગ્ર વિગત આપતા જણાવે છે કે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 29 અંગદાતાઓના અંગદાન મેળવવામાં સફળતા મળી છે. 80 વ્યક્તિઓમાં 95 અંગોનું પ્રત્યારોપણ કરી આ તમામ જરૂરિયાત મંદોને નવજીવન આપવામાં સફળતા મળી છે.

સમાજમાં પ્રવર્તી રહેલી અંગદાન માટેની જનજાગૃતિ એ જરૂરિયાતમંદ દર્દીઓની મદદ દ્વારા તેમના જીવનમાં ઉજાસ પાથરી તેમને નવજીવન આપવા માટે નવો રાહ ચિંધ્યો છે.

 

આ પણ વાંચો : Ahmedabad : નિકોલમાં ડૉગ-બર્થ ડે પાર્ટીમાં કોરોના નિયમોનો ભંગ, પોલીસની કામગીરી પર સવાલો ઉઠયા

આ પણ વાંચો : Surat : કોરોના સંક્રમણનો રોજે રોજ નવો રેકોર્ડ, આજે બપોર સુધી શહેરમાં વધુ 750 નાગરિકો સંક્રમિત

Next Article