Ahmedabad : અમરાઈવાડી (Amraiwadi)વિસ્તારમાં આજે ઘંટી બસ સ્ટેન્ડ પાસે શ્રીનાથ નગરમાં એક મકાનમાં ગેસ બાટલો લિંક (Gas cylinder leakage)થઇ બાદ બ્લાસ્ટની(Blast)ઘટના સામે આવી. પહેલા તો અવાજના કારણે મોટો બ્લાસ્ટ થયાનું લાગતા આસપાસના લોકો દોડી આવ્યા. જોકે બાદમાં જાણ થઈ કે એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગતા બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી.
વહેલી સવારે બનેલી ઘટનામાં મકાનની એક દીવાલ તૂટી તેમજ મકાનમાં તિરાડો પડી તો મકાનમાં રહેલ ત્રણ લોકો દાઝતા ઘાયલ થયાનું પણ સામે આવ્યું. જેઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.મળતી માહિતી પ્રમાણે ઘાયલ વ્યક્તિમાં એક જયવીરભાઈ. બીજા સીનોદભાઈ અને એક સગીર સની નામનો સમાવેશ થાય છે. જેમાં જયવીરની હાલત ગંભીર છે. જે તમામની સારવાર એલ જી હોસ્પિટલમાં ચાલી રહી છે.
વધુ માહિતીએ પણ સામે આવી કે ઘાયલ પરિવાર ઘટનાસ્થળે જ રહે છે. જોકે બે મહિનાથી પરિવાર યુપીમાં તેમના વતન ગયો હતો. જોકે સગીર પુત્રની પેટના દુખાવાની સારવારને લઈને પરિવાર ગત રોજ અમદાવાદ પરત આવ્યો. અને તેઓએ આવી અન્યના ઘરેથી ગેસનો સિલિન્ડર લીધો હતો. અને સવારે જ્યારે પરિવાર જાગ્યો અને જેવો સ્ટવ શરૂ થયો કે તરત બ્લાસ્ટ થયો અને આગ લાગી અને પરિવારના ત્રણે સભ્યો ઘાયલ થયા. જે ઘટનાએ અન્ય સ્થાનિકોમાં ફફડાટ ઉભો કરી દીધો. જે ઘટના ગેસ સિલિન્ડર લીકેજ (Gas cylinder leakage)હોવાના કારણે રૂમમાં ગેસ ભરાઈ રહેતા બની હોવાનું મનાઈ રહ્યું છે.
બ્લાસ્ટની આ ઘટનામાં દીવાલ તૂટતા કેટલોક ભાગ લોકોને નુકશાન કરે તેવી હાલતમાં પડી રહ્યો છે. જે ઘટનાની ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડે સ્થળનું નિરીક્ષણ કરી કેટલોક ભાગ દૂર કર્યો. પણ સાથે જ ફાયર બ્રિગેડે એસ્ટેટ વિભાગને જાણ કરી અન્ય જર્જરિત ભાગ પણ દૂર કર્યો. જેથી અન્ય કોઈ ઘાયલ ન થાય.
આ ઘટના બની ત્યારે પાસેના મકાનમાં લગ્ન પ્રસંગનો માહોલ પણ હતો. જોકે બનાવ પાછળના ભાગે બનતા આગળ કોઈ નુકશાન ન થતા પાડોશીના પ્રસંગ પર કોઈ અસર પડી ન હતી.
આ પણ વાંચો : RAJKOT : ધોરાજી પાલિકાએ વેરાની રકમમાં વધારો કરતા રોષ, જનઆંદોલનની આગેવાનોની ચીમકી
આ પણ વાંચો : CORONA: જાન્યુઆરીમાં રેલવેની રાજકોટ ડિવીઝનની 62 હજાર ટિકિટ રદ્દ, રેલવેએ 4 કરોડથી વધુનું રિફંડ આપ્યું
Published On - 3:33 pm, Sat, 22 January 22