Ahmedabad: આ સિઝનનો સૌથી મોટો ભુવો, કચરાના ડમ્પરનો અડધો ભાગ ભુવામાં અને અડધો હવામાં

|

Sep 14, 2022 | 7:50 PM

હાલ છેલ્લા 3 દિવસથી અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. તે બધા વચ્ચે આજે શહેરમાં વધુ એક ભુવો પડ્યો (Pits fell) છે. જેને આ ચોમાસાની સિઝનનો સૌથી મોટો ભુવો માનવામાં આવી રહ્યો છે.

Ahmedabad: આ સિઝનનો સૌથી મોટો ભુવો, કચરાના ડમ્પરનો અડધો ભાગ ભુવામાં અને અડધો હવામાં
Ahmedabad Biggest pits fell
Image Credit source: TV9 gfx

Follow us on

Ahmedabad News: અમદાવાદમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ભાદરવા માસમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ ચાલુ છે અને હજુ 3 દિવસ અમદાવાદ સહિત આખા ગુજરાતમાં વરસાદની આગાહી છે. તે બધા વચ્ચે વરસાદ અને વરસાદી પાણી ભરાવાને કારણે અમદાવાદીઓને આ વર્ષે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આ વર્ષે ભારે વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારો વરસાદી પાણીને કારણે દરિયા બન્યા છે. વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારના રસ્તાઓની હાલત પણ ખરાબ થઈ છે અને વર્ષોથી પડી રહેલા ભુવા આ સિઝનમાં પણ પડી રહ્યા છે. હાલ છેલ્લા 3 દિવસથી અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. તે બધા વચ્ચે આજે શહેરમાં વધુ એક ભુવો પડ્યો (Pits fell) છે. જેને આ ચોમાસાની સિઝનનો સૌથી મોટો ભુવો માનવામાં આવી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં ભુવા પડવાનો સિલસિલો આ વર્ષે પણ યથાવત્ રહેતા આજે જુહાપુરા વિસ્તાર પાસે લોખંડવાલા પાર્ટીપ્લોટ પાસે મહાકાય ભુવો પડ્યો છે. AMCનું કચરાનું ડમ્પર પસાર થઈ રહ્યું હતું, ત્યારે પોલાણવાળી જગ્યાએ ડમ્પરનો પાછળનો ભાગ ફસાયો હતો. 2 કલાકની મહેનત બાદ ભુવામાં ફસાયેલ ડમ્પરને ક્રેનની મદદથી બહાર કઢાયુ હતું. જુહાપુરાના ભુવા સાથે અમદાવાદમાં આ સીઝનના 93 ભુવા નોંધાયા.

અમદાવાદ બન્યું ભુવાઓનું શહેર

વરસાદ અને ત્યારબાદ ભુવા પડવા અમદાવાદ શહેરમાં સામાન્ય બની ચૂક્યું છે. જુહાપુરા વિસ્તારમાં આવેલ લોખંડવાલા પાર્ટીપ્લોટ પાસે આજે આ સિઝનનો વધુ એક ભુવો પડ્યો. અમદાવાદ મહાનગરપાલિકાનું કચરા ભરવાનું ડમ્પર જ્યારે જુહાપુરા પાસેથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક તેનો પાછળનો ભાગ પોલાણવાળી જગ્યા પર ફસાઈ ગયો હતો. ભુવો એટલો તો મહાકાય હતો કે ડમ્પરના પાછળનો અડધો ભુવામાં જ્યારે આગળનો ભાગ હવામાં હતો. લગભગ 2 કલાક કરતાં પણ વધારે સમય સુધી ડમ્પર ભુવામાં રહ્યા બાદ આખરે AMCએ આ એક ડમ્પરને ભુવામાંથી કાઢવા, 2 ક્રેઇન મંગાવી. ભારે જહેમત બાદ ડમ્પરને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

રંગીલા રાજકોટમાં ચોમાસામાં ફરવા લાયક છે આ સ્થળ, જુઓ ફોટો
ચોમાસામાં ખરતા વાળથી છૂટકારો અપાવશે આ ઘરેલું ઉપાય
કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ Fridge ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડી જશે
'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો
નીતા અંબાણીના 4 હીરો, જેણે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ
આજનું રાશિફળ તારીખ 30-06-2024

આ સિઝનનો સૌથી મોટો ભુવો

અમદાવાદમાં આ ચોમાસાની સીઝનમાં કુલ 93 ભૂવાઓ પડી ચુક્યા છે. જેમાંથી જુહાપુરામાં પડેલ આ ભુવો સૌથી મોટો હોવાનું માનવામાં આવે છે. જુહાપુરામાં પડેલ ભુવો 12થી 15 ફૂટ પહોળો અને 10 ફૂટ ઊંડો છે. જેમાં ડ્રેનેજનું પાણી પણ વહી રહ્યું હોવાથી વધુ મોટો બને એવી પણ શકયતા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મનપાની ટીમે માત્ર ડમ્પરને બહાર કાઢવાની કામગીરી જ કરી છે. ભુવાના પૂરવાની કામગીરી કલાકો વીતી ગયા હોવા છતાં શરૂ કરવામાં આવી નથી. જણાવી દઈએ કે આખા અમદાવાદમાં આ વર્ષે હમણા સુધી 92 ભુવા પડવાની ફરિયાદ મળી હતી. જેમાંથી 84 ભુવા પૂરવામાં આવ્યા છે અને 8 ભુવાને પૂરવાનું કામ હાલ ચાલી રહ્યુ છે.

Next Article