Ahmedabad: Tv9ની નવી ઉડાન નવા સોપાન પ્રસંગે ભાઈશ્રીએ કરી પ્રેરક વાતો, કહ્યુ સત્ય સમાન નથી કોઈ ધર્મ- જુઓ Video

|

Jul 08, 2023 | 5:51 PM

Ahmedabad: Tv9ની નવી ઉડાન નવા સોપાન પ્રસંગે ભાગવત કથાકાર ભાઈશ્રીએ શુભેચ્છા આપતા અનેક મુદ્દા પર પ્રેરક અને રસપ્રદ વાતો કહી. આ પ્રસંગે તેમણે સનાતન ધર્મ, સત્ય અને મનુષ્યના કર્તવ્યની વાતો કરી. આ સાથે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કામગીરીની પણ પ્રશંસા કરી અને કહ્યુ કે મુખ્યમંત્રી આમ ઓછુ બોલનારા પણ કામ કરનારા છે.

Tv9ની નવી ઉડાન નવા સોપાન પ્રસંગે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ અનેક મુદ્દા પર પ્રેરક વાતો કરી. તેમણે સનાત ધર્મ વિશે વાત કરતા કહ્યુ કે ધર્મ એ ચર્ચા માટે નહીં આચરણ માટે જીવવા માટે હોય છે. વધુમાં જણાવ્યુ કે સનાતન ધર્મ સત્ય સાથે જોડાયેલુ છો એ પુરાતન નથી એ નૂતન પણ નથી એ સનાતન છે. રામચરિતમાનસ અનુસાર સત્ય સમાન કોઈ ધર્મ નથી. જ્યાં સત્ય હશે ત્યાં સુંદરતા પણ આવશે અને ત્યાં શિવમ- કલ્યાણ પણ ત્યાં નિરંતર નિવાસ કરશે. ધર્મનો આશ્રય આપણે કરીશું. ધર્મનું પાલન આપણે કરીશુ. તો આપણે બચીશુ.

ધર્મને બચાવવો એટલે આપણા કર્તવ્યને બચાવવું- ભાઈશ્રી

ધર્મને બચાવવાની વાત એટલે આપણે આપણા કર્તવ્યને બચાવવાની વાત. સનાતન ધર્મમાં ધર્મ શબ્દને માત્ર એક ઉપાસના પદ્ધતિના રૂપમાં લેવામાં નથી આવ્યો. હિંદુ એ એક જીવન શૈલી છે. ધર્મ જીવવા માટે હોય છે માત્ર ચર્ચાનો વિષય નથી. આચરણનો વિષય છે. આચાર: પ્રબોબ ધર્મ: ધર્મસ્ય પ્રબો રચ્યત: એ હિસાબે સનાતનની વાતો છે એ ઉદારતાથી પરિપૂર્ણ છે. જ્યાં જ્યાંથી જે-જે શ્રેષ્ઠ વિચારો હોય તેને સ્વીકારવાની સનાતનની પાસે તૈયારી છે.

આપણા મુખ્યમંત્રી ઓછુ બોલનારા અને કામ કરનારા છે- ભાઈશ્રી

ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યુ કે જ્યારે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવાનું થાય છે ત્યારે પ્રેમપૂર્ણ સંવાદ થાય છે. તેમણે કહ્યુ,  “મે જોયુ છે કે આપણા મુખ્યમંત્રી જેને આપણે બહુ પ્રેમથી દાદા કહીએ છીએ, એ આમ ઓછા બોલા પણ નિર્ણય લેનારા છે અને કામ કરનારા છે. સરકાર નિર્ણય લેતી હોય તે બહુ આવશ્યક છે. એ લીધેલા નિર્ણયો એ તુરંત પાછા ધરતી પર ઉતરે એ અત્યંત આવશ્યક છે.”

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

આ પણ વાંચો : નવી ઉડાન નવું સોપાન: ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ઇકો-ફ્રેન્ડલી વાતાવરણ ઊભું કરવા ટીપ્સ શેર કરી

મુખ્યમંત્રીની વાવાજોડા સમયની કામગીરીની ભાઈશ્રીએ કરી પ્રશંસા

ભાઈશ્રીએ મુખ્યમંત્રીની કામગીરીને બિરદાવતા જણાવ્યુ કે ભૂપેન્દ્ર પટેલે જે-જે ક્ષેત્રમાં કાર્ય કર્યુ છે. તેમા તેમણે પોતાની જાતને સાબિત કરી છે. ભાઈશ્રીએ મુખ્યમંત્રીની વાવાઝોડા સમયની કામગીરીની પ્રશંસા કરી. તેમણે જણાવ્યુ કે જે રીતે સમગ્ર વાવાઝોડાની પરિસ્થિતિને સંભાળી અને ઝીરો કેજ્યુલિટી સાથે કાર્ય કર્યુ. જે તે વિસ્તારમાં મંત્રીઓને મુકી કાર્ય બરાબર થાય તે સુનિશ્ચિત કર્યુ. આવી પરિસ્થિતિમાં સાંદીપની આશ્રમને પણ કંઈને કંઈ સેવા સોંપાતી હોય છે. અમારા ભાગે આવતી સેવા અમે કરી. કુલ મળીને ખૂબ સરસ રીતે કાર્ય થયુ જેથી કરીને આપણે આ એક આપદાનો વ્યવસ્થિત રીતે સામનો કરી તેમાંથી નીકળી શક્યા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article