બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) આજે અમદાવાદમાં વટવા ખાતે દેવકીનંદન મહારાજના એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. વટવાના કાર્યકમાં હાજરી આપવા ધીરેન્દ્ર શાસ્ત્રી સવારે 12 થી 1 વાગ્યા દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી તેઓ વટવા કાર્યક્રમ સ્થળ પર જવા રવાના થશે. જો અન્ય કાર્યક્રમ નક્કી હશે તો રૂટમાં અન્ય સ્થળે પણ ધીરેન્દ્ર શાસ્ત્રી જઈ શકે તેવી શક્યતા છે.
આ પણ વાંચો-ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને શા માટે પીએમ મોદીને કહ્યા ‘ધ બોસ’, એસ જયશંકરે જણાવી અંદરની વાત
આજથી રાજ્યમાં બાબા બાગેશ્વર (Baba Bageshwar) ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનો સીલસીલો શરુ થશે. જેના પગલે આયોજકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આજે ગુજરાત આવશે અને સૌથી પહેલા અમદાવાદના વટવામાં એક કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. અમદાવાદ એરપોર્ટ પર તેમના આગમનને લઈને પોલીસ અને બાઉન્સર વીઆઈપી એક્ઝિટ પર પહોંચી છે.
બાબા બાગેશ્વર ચાર્ટર્ડ પ્લેનમાં બેસીને અમદાવાદ એરપોર્ટ આવશે. 11 વાગ્યા આસપાસ તેઓ મધ્યપ્રદેશથી અમદાવાદ આવવા રવાના થશે. બાબા બાગેશ્વર તેમજ યજમાન અમરાઈ વાડીના પૂર્વ કોર્પોરેટર અરવિંદ ચૌહાણના ભાઈ જુનગી ભાઈના ઘરે જશે. ત્યાં ભોજન લીધા બાદ તે વટવા કાર્યક્રમ પર જશે.
26 મેના રોજ બાબા બાગેશ્વરનો સુરતના લિંબાયતમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડમાં કાર્યક્રમ છે. અહીં બે દિવસનો દરબાર ભરાશે. ધીરેન્દ્ર શાસ્ત્રી 26 અને 27 મેના રોજ સુરતમાં દરબાર કરવાના છે. સુરત બાદ બાબા બાગેશ્વર ફરી અમદાવાદ તરફ આવશે અને ગાંધીનગરના ઝુંડાલમાં દરબાર ભરવાના છે. 28 મેના રોજ ઝુંડાલના રાઘવ પાર્ટી પ્લોટમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે. ગાંધીનગરમાં દરબાર થશે, તેવું તાજેતરમાં જ નક્કી કરવામાં આવ્યુ છે. જો કે, તેનું પણ આયોજન થઈ ચુક્યું છે.
ઝુંડાલ બાદ બાબા બાગેશ્વર બે દિવસ સુધી અમદાવાદમાં દરબાર ભરશે. 29 અને 30 મેના રોજ અમદાવાદના ચાણક્યપુરીમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે. સેક્ટર-6ના મેદાનમાં સાંજે 5 વાગ્યાથી મોડી રાત સુધી શ્રદ્ધાળુંઓ બાબા બાગેશ્વર સાથે સંવાદ કરી શકશે. અમદાવાદ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ જશે.
1 જૂન અને 2 જૂનના રોજ બે દિવસ માટે રાજકોટમાં કાર્યક્રમ યોજાવાનો છે. રાજકોટના જાણીતા રેષકોર્સ ગ્રાઉન્ડમાં બાબાનો દરબાર ભરાશે. રાજકોટમાં દોઢ લાખ લોકોની વીમો પણ લેવાયો છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ બાદ 3 જૂનના રોજ વડોદરામાં બાબા બાગેશ્વરનો દરબાર જામશે. અહીં નવલખી ગ્રાઉન્ડમાં દરબારનું આયોજન કરાયું છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો