Ahmedabad : વિધવા સહાય અપાવવાના બહાને દાગીના પડાવી લેનાર મહિલા આરોપીની ધરપકડ, અનેક ગુનાના ભેદ ઉકેલાયા

|

Jan 22, 2023 | 7:46 PM

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. આ મહિલા આરોપી અન્ય મહિલાઓને વિધવા સહાય અપાવવાના બહાને સોનાના દાગીના પડાવી લેતી હતી. આ પકડાયેલી મહિલા આરોપી અગાઉ પણ આ જ પ્રકારની પદ્ધતિથી અનેક ગુનાઓને અંજામ આપી ચુકી છે.

Ahmedabad : વિધવા સહાય અપાવવાના બહાને દાગીના પડાવી લેનાર  મહિલા આરોપીની ધરપકડ, અનેક ગુનાના ભેદ ઉકેલાયા
Ahmedabad Fraud Accused Woman Arrested

Follow us on

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. આ મહિલા આરોપી અન્ય મહિલાઓને વિધવા સહાય અપાવવાના બહાને સોનાના દાગીના પડાવી લેતી હતી. આ પકડાયેલી મહિલા આરોપી અગાઉ પણ આ જ પ્રકારની પદ્ધતિથી અનેક ગુનાઓને અંજામ આપી ચુકી છે.

ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૈયદાબીબી વિરુદ્ધ નોંધાઈ હતી

આ મહિલા આરોપીનું નામ છે સૈયદાબીબી ઉર્ફે સલમા પઠાણ. આ મહિલા મૂળ આણંદની રહેવાસી છે જેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી છે. તાજેતરમાં જ સૈયદાબીબીએ અમદાવાદમાં સાબરમતી વિસ્તાર અને કારંજ પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાઓને પોતાના શિકાર બનાવીને દાગીના પડાવી લીધા હતા. ત્યારે ભુજમાં પણ આ જ મોડેશ ઓપરેન્ડી થી એક વિધવા મહિલાને ભોગ બનાવી હોવાની ફરિયાદ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૈયદાબીબી વિરુદ્ધ નોંધાઈ હતી.

વિધવા મહિલાને સહાય અપાવવાની બહાને તેના દાગીના ઉતરાવી લીધા હતા.

ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે સૈયદાબીબી પઠાણ આણંદના ઉમરેઠમા રહે છે. જે હકીકત આધારે પોલીસે ઉમરેઠના દાગજીપુરા ગામમાંથી તેની ધરપકડ કરી હતી. પકડાયેલી આરોપી મહિલાની પૂછપરછ કરતા તેને કબૂલ્યું હતું કે અમદાવાદના ભદ્રકાળી માતા મંદિર પાસે પણ એક વિધવા મહિલાને સહાય અપાવવાની બહાને તેના દાગીના ઉતરાવી લીધા હતા.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

ઘરમાં બેસાડીને અધિકારી ઇન્સ્પેક્શનમાં આવશે તેમ કહ્યું

સૈયદા બીબીની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો આ મહિલા આરોપી કોઈપણ વિધવા મહિલાને સહાય અપાવવાના બહાને અન્ય જિલ્લામાં હોટલમાં કે ઘરમાં બેસાડીને અધિકારી ઇન્સ્પેક્શનમાં આવશે ત્યારે ગરીબ હોવાનું દેખાડવાના બહાને ફરિયાદીના દાગીના ઉતરાવી સાચવવાના બહાને દાગીના લઈ ફરાર થઈ જતી.

એટલું જ નહીં પોલીસે ગુનાહિત ઇતિહાસ ચકાસતા અત્યાર સુધીમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં 25 થી પણ વધુ ગુનાઓ તેના વિરુદ્ધ નોંધાયેલા છે અને ત્રણ વખત પાછા હેઠળ સજા પણ ભોગવી ચુકયાનું સામે આવ્યું છે.

નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી ફરિયાદ નોંધાવા અપીલ કરી

હાલ તો પોલીસે ત્રણ ગુનાનો ભેદ ઉકેલી મહિલાઓને આવા છેતરપિંડી કરતા શખ્સોથી ચેતવ્યા છે. ત્યારે અન્ય કોઈ મહિલાઓ પણ ભોગ બની હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી ફરિયાદ નોંધાવા અપીલ કરી છે. હવે જોવાનું રહ્યું કે વધુ તપાસ બાદ સૈયદા બીબીના અન્ય કેટલા કૌભાંડો સામે આવે છે.

આ પણ વાંચો :  Video : અમદાવાદીઓને કીટલી પર હવે ચાની ચુસ્કી મોંઘી પડશે

Published On - 7:45 pm, Sun, 22 January 23

Next Article