Ahmedabad: વધુ એક દુષ્કર્મનો બનાવ આવ્યો સામે, પતિની રાહ જોતા બહાર નિકળેલી પરિણીતાને બંધક બનાવી 3 નરાધમોએ આચર્યું દુષ્કર્મ

|

Oct 06, 2022 | 7:55 PM

પોતાના પતિની રાહ જોતા બહાર નિકળેલી પરિણીતાને બંધક બનાવી 3 નરાધમોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું. સાથે જ મહિલાનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા હતા.

Ahmedabad: વધુ એક દુષ્કર્મનો બનાવ આવ્યો સામે, પતિની રાહ જોતા બહાર નિકળેલી પરિણીતાને બંધક બનાવી 3 નરાધમોએ આચર્યું દુષ્કર્મ
ફોટો - આરોપી

Follow us on

Ahmedabad: શહેરમાં ફરી એક વખત મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. પોતાના પતિની રાહ જોતા બહાર નિકળેલી પરિણીતાને બંધક બનાવી 3 નરાધમોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું. સાથે જ મહિલાનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા હતા. જોકે પરણિતાએ પોતાના પતિને આ અંગે જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. જ્યાં બનાવના બે મહિના બાદ પોલીસે ગેંગ રેપની કલમો હેઠળ ગુનો નોંધી નરાધમોની ધરપકડ કરી છે.

સરખેજ પોલીસની કસ્ટડીમાં રહેલા આ આરોપીના નામ વસીમ ઉર્ફે રાજા પઠાણ, અનિશખાન પઠાણ અને ઈદ્રીશ ઘાંચી છે. આરોપીઓએ 2 મહિના અગાઉ મોડી રાતે પોતાના પતિની રાહ જોઈ રહેલી પરણીતાને રિક્ષામાં ખેંચી બળજબરી પુર્વક તેની સાથે ગેંગરેપ ગુજાર્યો હતો. 34 વર્ષિય મહિલા સાથે દુષ્કર્મ સમયનો વિડીયો આરોપીએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી મહિલાને વિડીયો વાયરલ કરવાની ધમકી આરોપી આપતા હતા. સાથે જ આરોપી ફરિયાદીના પતિને ઓળખતા હોવાથી મારી નાખવાની ધમકી આપતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગેંગરેપ અંગે બનાવની વાત કરીએ તો 34 વર્ષિય મહીલાએ ફરિયાદ નોંધાવી છે કે. આશરે 2 મહિના પહેલા તે તેના પતિની રાહ જોઈ રાતના અઢી વાગ્યાની આસપાસ અંબર ટાવર સામે આવેલા રોડ પરના મેદાન પાસે ઉભી હતી. તે સમયે આરોપી વસીમ ઉર્ફે રાજા પઠાણ તેની રિક્ષા લઈને આવ્યો અને અન્ય બે આરોપી અનિશ અને ઈદ્રીસ ની સાથે મળી તેની સાથે વારાફરતી ગેંગ રેપ ગુજાર્યો હતો. જોકે પતિને મારી નાખવાની અને વિડીયો વાયરલ કરવાની ધમકી મળતા તેણે અત્યાર સુધી ફરિયાદ નોંધાવી ન હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બનાવની અઢી મહિના બાદ મહિલાએ પોતાના પતિને સમગ્ર બનાવની હકીકત વિશે વાતચીત કરતા મામલો પોલીસ મથકે પહોચ્યો. જ્યાં પોલીસે ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરી છે. સાથે જ આરોપી વિરુધ્ધ વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરવાની કાર્યવાહી શરૂ કરી છે

Published On - 7:53 pm, Thu, 6 October 22

Next Article