સાબરમતી નદીને ચોખ્ખી કરવામાં AMC સદંતર નિષ્ફળ, સી-પ્લેનના ટ્રેકમાં પણ જંગલી વનસ્પતિ ફરી વળી

|

Nov 24, 2021 | 5:45 PM

સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે એએમસીએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે.પરંતુ નદી શુદ્ધ થવાને બદલે વધુ પ્રદુષિત થઈ રહી છે.નદીમાં ગંદકી અને જંગલી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

AHMEDABAD : સાબરમતી નદીના શુદ્ધિકરણની વાતો કરતું અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર નદીને સ્વચ્છ રાખવામાં સદંતર નિષ્ફળ ગયું છે.હાલ સાબરમતી નદીની અંદર ઠેકઠેકાણે વનસ્પતિ ઉગી નીકળી છે.જેના કારણે પાણી પર લીલની ચાદર પથરાઇ ગઇ છે.પાલડી બ્રિજથી વાસણા બ્રિજ સુધી જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.સી-પ્લેનના ટ્રેકમાં પણ જંગલી વનસ્પતિ ફરી વળી છે.સ્વચ્છતા સર્વેક્ષણ 2021માં અમદાવાદનો 1 ક્રમાંક છતાં ગંદકી યથાવત જ છે. 1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 800 ટનથી વધારે જંગલી વનસ્પતિ અને લીલની સફાઈ કરાઈ છે.નદીની સફાઈ કરવા છતાં જંગલી વનસ્પતિમાં વધારો થઈ રહ્યો છે.

સાબરમતી નદી અમદાવાદની ઓળખ છે.પરંતુ અમદાવાદની ઓળખમાં ગંદકીનું સમ્રાજ્ય વધી રહ્યું છે. સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે એએમસીએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે.પરંતુ નદી શુદ્ધ થવાને બદલે વધુ પ્રદુષિત થઈ રહી છે.નદીમાં ગંદકી અને જંગલી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

સુભાષબ્રિજથી લઈ જમાલપુર સુધી નદીમાં વેલની લીલી ચાદર પથરાઈ ગઈ છે.AMCએ સાબરમતી નદીમાં પથરાયેલી જંગલી વેલ અને લીલને સાફ કરવાની કામગીરી શરૂ કરી છે. અગાઉ સુભાષબ્રિજથી શાહીબાગ ડફનાળા સુધી જ જંગલી વેલ હતી પરંતુ નદીમાં પાણી છોડવામાં આવતા જળકુંભી છેક જમાલપુર બ્રિજ સુધી પથરાઈ ગઈ છે. વેલને કારણે નદીનું પાણી દુર્ગંધ મારે છે.

આ પણ વાંચો : 700 TRB જવાન ઘરભેગા : અમદાવાદ ટ્રાફિક પોલીસે ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારમાં સંકળાયેલા TRB જવાનોને છુટ્ટા કર્યા

આ પણ વાંચો : LRD અને PSIની ભરતી અંગે મહત્વપૂર્ણ સમાચાર, ઉમેદવારો 26 નવેમ્બરથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે

Next Video