Ahmedabad: રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાનું રાજીનામુ, સાત પેઈજનો પત્ર લખી કોંગ્રેસ પર કર્યા આક્ષેપ

|

Sep 04, 2022 | 5:25 PM

Ahmedabad: રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા યુથ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયુ છે. યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે. સાત પેઈજનો પત્ર લખી તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે, જેમા જણાવ્યુ છે કે કોંગ્રેસે ભારત જોડો યાત્રા પહેલા કોંગ્રેસ જોડો યાત્રા કરવાની જરૂર છે.

Ahmedabad: રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાનું રાજીનામુ, સાત પેઈજનો પત્ર લખી કોંગ્રેસ પર કર્યા આક્ષેપ
વિશ્વનાથસિંહ વાઘેલા

Follow us on

રાહુલ ગાંધી (Rahul Gandhi)ના ગુજરાત પ્રવાસ પહેલા ગુજરાત યુથ કોંગ્રેસ(Youth Congress)માં ભંગાણ સર્જાયુ છે. યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યુ છે. ભારત જોડો યાત્રા પહેલા કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ તેવુ નિવેદન પણ વિશ્વનાથસિંહ વાઘેલાએ આપ્યુ છે. સાત પેઈજના પત્રમાં આક્ષેપો સાથે રાજીનામુ આપ્યુ છે. વિશ્વનાથ આગામી સમયમાં ભાજપ(BJP)માં જોડાય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. સોમવારે રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે એ સમયે જ યુથ કોંગ્રેસ પ્રમુખનું રાજીનામુ પડ્યુ છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ફાટફુટ ચાલી રહી છે. અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી ચુક્યા છે. અનેક જગ્યાએ આખી પેનલ તૂટી રહી છે.  પોતાની રાજકીય જમીન મજબૂત કરવા દિવસેને દિવસે કોંગ્રેસ તૂટી રહી છે. તેવામાં વધુ એક કોંગ્રેસના નેતા દ્વારા રાજીનામુ પડ્યુ છે.

સિનિયર નેતાઓના આંતરિક જૂથવાદનો આરોપ

વિશ્વનાથસિંહે  સાત પેઈઝના પત્રમાં અનેક આક્ષેપ કર્યા છે. જેમા પક્ષનો સામાન્ય કાર્યકર પણ કેવી રીતે સિનિયર નેતાઓના આંતરિક જૂથવાદનો ભોગ બનતો હોય છે તેનો રાજીનામાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે. 8 મહિના પહેલા થયેલી યુથ કોંગ્રેસની આંતરિક ચૂંટણીઓમાં વિશ્વનાથસિંહ વાઘેલા ચૂંટાઈને આવ્યા હતા. ત્યારબાદ સતત અન્ય જૂથની આંતરિક બબાલનો તેઓ ભોગ બન્યા હોવાનો આરોપ લગાવ્યો છે.

વિશ્વનાથસિંહ વાઘેલાએ જણાવ્યુ કે હાર્દિક પટેલ જ્યારથી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ત્યારથી એક અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે આવનારા સમયમાં વિશ્વનાથસિંહ પણ કોંગ્રેસને અલવિદા કરી શકે છે અને એ જ પ્રકારની સ્થિતિ નિર્માણ પામી છે. અનેક પ્રકારના આક્ષેપ સાથે વિશ્વનાથસિંહ વાઘેલાએ આખરે રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે આવે છે તેના ગણતરીની કલાકો પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

આ અગાઉ પણ આ જ પ્રકારની ઘટના બની છે, જ્યારે કોંગ્રેસની કોઈ મોટી ઈવેન્ટ હોય એ પહેલા જ પોતાને કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકર્તા ગણાવતા લોકો જ પક્ષ સાથે દ્રોહ કરીને અનેક પ્રકારના આક્ષેપો સાથે પાર્ટીને બદનામ કરીને ભાજપમાં જોડાઈ ગયા છે. આ ટ્રેક રેકોર્ડને જાળવી રાખતા આજે વિશ્વનાથસિંહે પણ કોંગ્રેસ પર અનેક પ્રકારના આક્ષેપ કર્યા છે.

ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ પૂરબહારમાં જામી

બીજી તરફ કામરેજના આમ આદમી પાર્ટીના મહિલા નેતા રંજન શિરોયા ભાજપમાં જોડાયા છે. કામરેજમાં ભાજપની બેઠકમાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં રંજન શિરોયાએ કેસરિયો ખેસ ધારણ કર્યો. રંજન શિરોયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતની નવાગામ બેઠક પરથી આપમાંથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ ચૂંટણીમાં તેની હાર થઇ હતી.

ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- અમદાવાદ

Published On - 5:22 pm, Sun, 4 September 22

Next Article