Ahmedabad : આરટીઓમાં (RTO) પાબંધી હોવા છતાંય એજન્ટો (Agent Raj)સક્રિય છે. માત્રને માત્ર આરટીઓ અધિકારીઓની સાંઠગાંઠથી આ એજન્ટો પોતાના અને અધિકારીઓના ખિસ્સા ગરમ કરી રહ્યા છે. ત્યારે આ અંગે જાહેરનામું હોવાથી હવે પોલીસ પણ કડક બની આ એજન્ટો સામે ગુના નોંધી રહી છે.
અગાઉ પણ અનેક એજન્ટો લોકોને ખંખેરી ચુક્યા હતા, પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાંય આરટીઓ એજન્ટ અને અધિકારીઓની મિલીભગત
ફોટોમાં જોઇ શકાય છેકે વાહનો પર લખ્યું છે આરટીઓ ના કામ માટે મળો. જે કામગીરી હકીકતમાં ગેરકાયદે છે. છતાંય એજન્ટો અહીં આરટીઓ પાસે જ બિન્દાસ વાહનો પાર્ક કરી લોકોને લૂંટી રહ્યા છે. કટકી કરીને કામ કરીને અધિકારીઓના પણ ખિસ્સા ગરમ કરે છે આ એજન્ટો. જે એજન્ટ પ્રથા નાબૂદ કરવા શહેર પોલીસ કમિશનરે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. જેને લઈને રાણીપ પોલીસે તાજેતરમાં જ પાંચેક એજન્ટોની સામે ગુનો નોંધી લાલઆંખ કરી.
આ તમામ એજન્ટો કચેરીઓમાં ફરતા દેખાતા હોય છે. આરટીઓના અધિકારીઓ જો લાંચ ન જ લેતા હોય તો તેઓએ જ આ એજન્ટોને દૂર કરવાની કામગીરી કરવી જોઈએ. પણ આરટીઓ દ્વારા એજન્ટને દૂર ન કરાતા પોલીસે હવે આ કામગીરી કરવી પડે છે. આ તમામ એજન્ટો તમામ કામના ત્રણ ઘણા રૂપિયા પડાવી ભ્રષ્ટાચાર કરે છે. હાલ તો ફરી એક વખત આરટીઓમાં એજન્ટ રાજ સામે આવતા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી. બે દિવસમાં પાંચ એજન્ટોને ઝડપી પાડયા છે.
એક સમયે પોલીસ આ એજન્ટો પર ધોસ બોલાવવા અચાનક સાંજે રેડ કરી હતી અને 30થી વધુ એજન્ટો સામે કાર્યવાહી પણ કરી હતી. આ જ કામગીરી હવે ફરી એક વાર જો પોલીસ કરે તો હાલ ગણતરીના બચેલા એજન્ટોનું રાજ પણ ખતમ થઈ શકે.
આ પણ વાંચો : ડાંગથી તાપી પાર નર્મદા રિવર લિંક પ્રોજેકટના વિરોધની શરૂઆત, જલદ આંદોલનની આગેવાનોની ચીમકી
આ પણ વાંચો : 12 રાજ્યની સાથે કચ્છની હસ્તકળાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ ભુજ હાટમાં 100 સ્ટોલમાં પ્રદર્શન
Published On - 11:27 pm, Wed, 16 February 22