Ahmedabad: સસ્તી એર ટિકિટની લાલચ આપી એજન્ટે ગ્રાહકોના ખંખેર્યા દોઢ કરોડ, પોલીસે કરી ધરપકડ

|

May 14, 2023 | 8:48 PM

Ahmedabad: વિદેશ જવા માટે સસ્તી ઍર ટિકિટની લાલચ આપી એજન્ટે ગ્રાહકો સાથે છેતરપિંડી કરી અને ગ્રાહકોના દોઢ કરોડ ખંખેરી ફરાર થઈ ગયો હતો.. જો કે ફરિયાદ બાદ પોલીસે એજન્ટની ધરપકડ કરી છે. ગ્રેસીયસ હોલીડેના નામે પતિ પત્ની બંને બિઝનેસ કરતા હતા.

Ahmedabad: સસ્તી એર ટિકિટની લાલચ આપી એજન્ટે ગ્રાહકોના ખંખેર્યા દોઢ કરોડ, પોલીસે કરી ધરપકડ

Follow us on

જો તમે વિદેશ ફરવા જવા ઈચ્છતા હોય તો લેભાગુ ટુર એજન્ટથી રહેજો સાવચેત. અમદાવાદના સેટેલાઈટમાં ગ્રેસિયસ હોલીડે નામથી ટુર એજન્સી ચલાવતા એજન્ટે ગ્રાહકોને સસ્તી ઍર ટિકિટ આપવાના નામે લાખો રૂપિયાનો ચુનો લગાવ્યો છે. વિદેશ જવા માટે ઓનલાઈન સસ્તી એર ટિકિટના ચક્કરમાં ગ્રાહકો લાખોની છેતરપિંડીનો ભોગ બન્યા હતા અને સસ્તી એર ટિકિટના નામે એજન્ટે લોકોના દોઢ કરોડ પોતાના ખિસ્સામાં સેરવી ફરાર થઈ ગયો હતો પણ આખરે આ એજન્ટ પોલીસના સકંજામાં આવી ગયો છે. જ્યારે પોલીસે હવે તેની પત્નીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ગ્રાહકોને લાખોનો ચુનો લગાવી એજન્ટ થયો ‘ઉડન છું’

અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા એક છેતરપિંડીની ફરિયાદ થઈ હતી. ઘટના રસપ્રદ એટલા માટે હતી કે સામાન્ય કિસ્સામાં વિદેશ લઈ જવાના નામે છેતરપિંડી થતી જ હોય છે. પરંતુ આ કિસ્સામાં વિદેશ મોકલવાના નામે સસ્તી એર ટિકિટ કરી આપવાની લોભામણી લાલચ આપી ગ્રાહકોને લાખોનો ચૂનો લગાવી એજન્ટ વિરલ પારેખ ઉડન છું થઈ ગયો હતો. ગ્રેસીયસ હોલીડેના નામે બિઝનેસ કરતા એજન્ટ અને તેની પત્ની ફરાર હતા. હવે આ એજન્ટ પોલીસના સકંજા આવી ગયો છે અને હવે તેની પત્નીની શોધખોળ પોલીસએ શરૂ કરી છે.

એજન્ટે વિદેશ જવા માગતા ગ્રાહકોને લગાવ્યો દોઢ કરોડનો ચુનો

એજન્ટની છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી એ હતી કે વિદેશની ગૃપ ટિકિટ બુકીંગ કરાવી ત્યારબાદ રિફન્ડના નાણાં પોતાના ખાતામાં સેરવી લેતો. પોલીસ તપાસ કરતા 35 ભોગ બનનાર સામે આવ્યા હતા. જેમના અંદાજે દોઢ કરોડ રૂપિયાનું ચીટિંગ કરી આ એજન્ટ ગાયબ થઈ ગયો હતો. હાલમાં પોલીસએ એજન્ટ વિરલ પારેખની ધરપકડ કરી હોવાની વિગત ધ્યાને આવતા ફરી ભોગબનનાર લોકો પોલીસ સ્ટેશનએ ઉમટ્યા હતા. પોલીસ તપાસમાં એજન્ટ પાસે સ્ટુડન્ટસ અને કેનેડા,લંડન સહિત વિદેશ ફરવા જનારા લોકોએ ગ્રૃપમાં ટીકીટ બુકીંગ કરાવ્યું હતું. એજન્ટ ઘરે જ ટીકીટ બુકીંગનું કામ કરતો હતો. તે સહજાનંદ કોલેજમાં રોડ પર આવેલ શિવાની એપાર્ટમેન્ટ ફેલટમાં રહેતો હતો. હાલ પોલીસે આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આ પણ વાંચો: Gujarati Video : અમદાવાદના પાલડીમાં થયેલી હત્યાનો આરોપી ઝડપાયો

આરોપી છેલ્લા એક વર્ષથી ચલાવતો હતો ટુર એજન્સી

પોલીસએ આરોપી વિરલ પારેખની પૂછપરછ કરતા કહેવું છે કે તેના સાથે એક વ્યક્તિ ચિટિંગ કર્યું હોવાથી પોતે નુકસાનમાં વ્યવસાય કરતો હતો. તેની પાસે પૈસા ન હોવાથી આખરે ભાગી ગયો હતો. મહત્વનું છે કે આરોપી એજન્ટને છેલ્લા એક વર્ષથી પોતાની ફર્મ ચલાવતો હતો. અને ઓનલાઈન ચીંટીંગ આચરી એ રોકાણ તેણે ક્યાં કર્યું છે તે તપાસ શરુ કરવામાં આવેલી છે. તપાસમાં આરોપીની અન્ય કોઈ ગુનાહિત પ્રવૃતિ જણાઈ આવી નથી. આ શખ્સને પકડવા પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસની ટીમ દોડાવી હતી. અને આખરે આ શખ્સ પોલીસ ગીરફ્તમાં આવી ગયો છે.

ગુજરાત સહિત  અમદાવાદ શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article