અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી જીએસટી કૌભાંડનો આરોપી ફરાર થયો

|

Nov 28, 2021 | 8:30 AM

નીરજ આર્યા નામના આરોપીને રાજકોટથી રિફર કરવામાં આવ્યો હતો. તેને પ્રોસ્ટેટનું કેન્સર ડિટેક્ટ થયું હતું. જેથી તેને અસારવા સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો.જ્યાં તેની સારવાર ચાલી રહી હતી.

અમદાવાદ(Ahmedabad)સિવિલ હોસ્પિટલમાં(Civil Hospital)દાખલ કરાયેલો GST કૌભાંડનો આરોપી ફરાર થઈ ગયો છે. નીરજ આર્યા(Neeraj Arya) નામના આરોપીને રાજકોટથી(Rajkot)રિફર કરવામાં આવ્યો હતો. તેને પ્રોસ્ટેટનું કેન્સર ડિટેક્ટ થયું હતું. જેથી તેને અસારવા સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો.જ્યાં તેની સારવાર ચાલી રહી હતી.

પરંતુ ઓપરેશન ચાર અઠવાડિયા પછી થવાનું હોવાથી તેને ડિસ્ચાર્જ કરાયો હતો.આ દરમિયાન તે ટેક્સી ગાડીમાં બેસીને પાછળના રસ્તે 1200 બેડની હોસ્પિટલ તરફથી ફરાર થઈ ગયો છે. ડેપ્યુટી ડાયરેક્ટર GST અધિકારીને એક દિવસ અગાઉ ડિસ્ચાર્જ માટે જાણ કરી હતી. તેમ છતાં પોલીસની કોઈ વ્યવસ્થા કરવામાં નહોતી આવી. જેના કારણે આરોપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો..

મહત્વનું છે કે આરોપી નીરજ આર્યા ભાવનગરના બોગસ બિલ કૌભાંડનો આરોપી છે.. સ્ટેટ જીએસટી વિભાગે રાજકોટના ઈન્ગોટ્સ અને ટીએમટી બ્રાસના ઉત્પાદક ઉત્કર્ષ ગ્રૂપ ઉપર દરોડા પાડયા હતા. આ દરોડા દરમિયાન ઉત્કર્ષ ઇસ્પાત એલ.એલ.પી.માંથી રૂપિયા 30 કરોડ અને આયાષ મેટાકાસ્ટ પ્રાઈવેટ લિમીટેડમાંથી રૂપિયા 2 કરોડની કરચોરી પકડાઈ હતી.

આ પણ વાંચો : વિડીયો : ન્યુ ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા 13 યુવક યુવતીઓ રંગે હાથ ઝડપાયા

આ પણ વાંચો : કોરોનાના નવા વેરીઅન્ટને લઈને WHO એ આપી ચેતવણી – સંક્રમણના વધતા કેસ અને નવા સ્વરૂપને ધ્યાનમાં રાખીને સાવચેત રહો

 

Published On - 8:28 am, Sun, 28 November 21

Next Video