
Ahmedabad: તમને જાણીને કદાચ નવાઈ લાગશે પરંતુ દરરોજ એક વ્યક્તિ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે. એટલું જ નહીં આ વર્ષમાં ઓગસ્ટ સુધીમાં 311 લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આવા 30 એક્સિડેન્ટ બ્લૅક સ્પોટ્સ છે જેને આઇડેન્ટિફાઇ કરીને તેના ઉપર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે કે કેવી રીતે આ મૃત્યુના આંકડાઓ ઘટાડી શકાય. આ બ્લૅક સ્પોટ્સ વિશેની માહિતી તમને પણ હોવી જોઇએ જેથી તમે પણ સતર્ક રહી શકો.
શહેરના 30 બ્લેક સ્પોટ્સ પૈકી આ 7 જેટલા બ્લેક સ્પોટ્સ પર સૌથી વધુ અકસ્માત સર્જાઈ રહ્યા છે. જો કે અકસ્માત અટકાવવા માટે ટ્રાફિક વિભાગ દ્ધારા જુદી જુદી એજન્સીઓ મદદ મેળવી રિસર્ચ કરાવ્યુ છે. જેમાં મોટા ભાગે થતાં અકસ્માત રાત્રે કે વહેલી સવારે થઇ રહ્યા છે. કારણકે હાઇવે પરનો રોડ ખુલ્લો હોવાથી વાહનચાલકો પૂરઝડપે વાહન હંકારતા હોવાથી બેદરકારીથી અકસ્માતના કિસ્સાઓ સામે આવ્યા છે. જેને લઇને જરૂર હોય ત્યાં સ્પીડબ્રેકર મુકવાની કામગીરી, વાહનચાલકનુ વિઝન કપાતું હોય તેને ધ્યાને રાખીને દબાણો દુર કરવા જેવા અલગ અલગ પગલાંઓ ટ્રાફિક વિભાગ લઇ રહ્યા છે.
બ્લેક સ્પોટ પર અકસ્માત ઘટાડવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા કામગીરી કરાઇ રહી છે પરંતુ શહેરમાં અકસ્માતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેને લઇ દરરોજના એક વ્યક્તિ રોડ અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યો છે પણ ગત વર્ષની સરખામણીએ અકસ્માતના મૃત્યુઆંકમાં મહદઅંશે ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ટ્રાફિક વિભાગ એડમિન ડીસીપી બલદેવસિંહ વાઘેલાનું કહેવું છે કે ગત વર્ષની સરખામણીએ વર્ષ 2022માં 952 અકસ્માતમાં 331 લોકોના મોત થયા હતા. જ્યારે ચાલુ વર્ષમાં 953 અકસ્માતમાં 311 લોકોના મૃત્યુ નિપજ્યા છે. પરંતુ ટ્રાફિક વિભાગ અધિકારી કહેવુ છે કે અમદાવાદમાં સંભવિત અકસ્માત સ્થળો એવા બ્લેક સ્પોટ્સમાં વધારો થઇ રહ્યો હોય તે એક ચિંતાનો વિષય બન્યો છે.
અમદાવાદની શાન ગણાતો એસજી હાઈવે પણ હવે સલામત નથી. ઈસ્કોનથી વૈષ્ણદેવી વચ્ચેના એસજી હાઈવે રોડ પર રાત્રીના સમયે દરરોજ અકસ્માતો થઇ રહ્યા છે. નબીરા તથ્ય પટેલ દ્વારા ઇસ્કોન બ્રિજ પર સર્જેલા અકસ્માત બાદ વધુ અકસ્માતની હારમાળાએ એસ જી હાઇવેને મોતનો હાઇવે બનાવ્યો છે. તાજેતરમાં 24 કલાકમાં પાંચ અકસ્માત માં 7 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. જે અકસ્માતને અટકાવી શક્યું નથી. નોધનીય છે કે ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની વેબસાઇટ મુજબ રાજ્યભરમાં જોખમી બ્લેક સ્પોટ્સમાં સૌથી વઘુ બ્લેક સ્પોટ અમદાવાદ શહેરમાં જાહેર કરાયા છે.. ત્યારે પંચમહાલ, વલસાડ,વડોદરા, રાજકોટ અને સુરત આ જીલ્લામાં જ 63 ટકા બ્લેક સ્પોટ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:34 pm, Thu, 14 September 23