Ahmedabad: કૃષ્ણનગરમાં પાન પાર્લર પર સામુ જોવા જેવી સામાન્ય બોલાચાલીમાં યુવકની કરાઈ હત્યા, આરોપીઓ ફરાર

Ahmedabad: શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ગત મધરાત્રે યુવક પર જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવવામાં આવી છે. પાન પાર્લર બહાર સામે જોવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં 32 વર્ષીય યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. જેમા યુવકનું મોત થયુ છે.

Ahmedabad: કૃષ્ણનગરમાં પાન પાર્લર પર સામુ જોવા જેવી સામાન્ય બોલાચાલીમાં યુવકની કરાઈ હત્યા, આરોપીઓ ફરાર
| Edited By: | Updated on: May 15, 2023 | 11:06 PM

અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ગુનાહિત તત્વો સામાન્ય બાબતમાં પણ કાયદાનો જાણે કોઈ ડર  ન હોય તેમ હત્યા જેવા જઘન્ય અપરાધને અંજામ આપતા  ડરતા નથી. ત્રણ દિવસ પહેલા બાપુનગરમાં એક યુવકની અંગત અદાવતમાં હત્યા કરાઈ હતી ત્યાં ફરી કૃષ્ણનગરમાં સામાન્ય બોલાચાલીમાં 32 વર્ષીય યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો.

કૃષ્ણનગરમાં ગત મધરાત્રે યુવક પર જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવવામાં આવી છે. પાન પાર્લર બહાર સામે જોવા જેવી સામાન્ય બાબતે બંને વચ્ચે બોલાચાલી થયા બાદ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા 32 વર્ષે યુવકનું મૃત્યુ નીપજ્યું છે. જે અંગે કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

સામે જોવા જોવી સામાન્ય બાબતમાં 32 વર્ષીય યુવકની હત્યા

શહેરના કૃષ્ણનગર પાસે આવેલા વિજયપાર્કની બહાર લકી સેવન પાન પાર્લર પાસે મોડી રાત્રે 12:30 વાગ્યાના અરસામાં 32 વર્ષે યુવક રણવીર સિંહ ઉર્ફે રણજીતસિંહ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. યુવક તેના મિત્ર સાથે પાન પાર્લર ખાતે ઉભો હતો તે સમયે તેની પાસે ઉભેલા અન્ય યુવક અભિષેક ઉર્ફે કંદુ ચૌહાણ એ મૃતક યુવક પર હુમલો કર્યો હતો. એકબીજાની સામે જોવા જેવી સામાન્ય બાબતે બંને વચ્ચે તકરાર થયા બાદ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં રણવીરનું સારવાર દરમિયાન મૃત્યુ નીપ્યું છે. જે અંગે કૃષ્ણનગર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રૂપિયાની લેતી-દેતીમાં ધમકી આપી મૃતકને પરેશાન કરાતો હોવાનો આરોપ

મહત્વનું છે કે રણવીર પર હુમલો થયો ત્યારે તેનો મિત્ર પણ તેની સાથે હાજર હતો. રણવીરને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે પહેલા ખાનગી હોસ્પિટલ અને બાદમાં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો સાથે જ મૃતકના પિતાને હત્યા માટે અન્ય કોઈ લોકોની પણ સંડોવણી હોવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક સમય પહેલા મૃતકના પરિવારજનોને વિક્રમ નામનો યુવક રૂપિયાની લેતી દેતીમાં ધમકી આપી પરેશાન કરતો હોવાનું પણ તેના પિતાએ જણાવ્યું છે. તેથી પોલીસે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: માધુપુરામાં કરોડો રૂપિયાનો ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના કેસમાં ચોંકાવનારા ખુલાસા

શહેરમાં એક જ સપ્તાહમાં હત્યાના ત્રણ બનાવ

મહત્વનું છે કે તાજેતરમાં જ શહેરમાં હત્યાના ત્રણ અને હત્યાના પ્રયાસના પણ સંખ્યાબંધ ગુના નોંધાયા છે. તેવામાં માત્ર સામે જોવા જેવી બાબતમાં યુવકની હત્યા થતા પરિવારમાં પણ રોષ ફેલાયો છે અને આરોપીઓને ઝડપથી પકડી કડક કાર્યવાહી થાય તથા પરિવારને ન્યાય મળે તેવી પરિવારજનો આશા રાખી રહ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ ક્યારે આરોપી સુધી પહોંચી શકે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us