Ahmedabad: નકલી પાસપોર્ટ પર ઓસ્ટ્રેલિયા જઈ પાછી આવેલી મહિલાની થઈ ધરપકડ, ઇમિગ્રેશન ચેકીંગમાં ભાંડો ફુટ્યો

|

Aug 18, 2022 | 4:17 PM

નકલી પાસપોર્ટ પર ઓસ્ટ્રેલિયા જઈ પાછી આવેલી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહેસાણાની મહિલા ઇમિગ્રેશન ચેકીંગમાં પકડાઈ અને આધાર કાર્ડે ભાંડો ફોડ્યો હતો.

Ahmedabad: નકલી પાસપોર્ટ પર ઓસ્ટ્રેલિયા જઈ પાછી આવેલી મહિલાની થઈ ધરપકડ, ઇમિગ્રેશન ચેકીંગમાં ભાંડો ફુટ્યો
ફોટો - આરોપી મહિલા

Follow us on

Ahmedabad: નકલી પાસપોર્ટ પર ઓસ્ટ્રેલિયા (Australia) જઈ પાછી આવેલી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહેસાણાની મહિલા ઇમિગ્રેશન ચેકીંગમાં પકડાઈ અને આધાર કાર્ડે ભાંડો ફોડ્યો હતો.જેમાં મુંબઈની મહિલાના પાસપોર્ટમાં પોતાનો ફોટો ચોંટાડી પાસપોર્ટમાં ચેડાં કર્યા હતા. ક્રાઇમ એસ.ઓ.જી તપાસમાં મહિલા મુંબઈની એજન્ટ મારફતે ઓસ્ટ્રેલિયા ગઈ હોવાનું સામે આવ્યું હતું.

ક્રાઇમ એસ.ઓ.જી ગિરફતમાં રહેલ મહિલાનું નામ ભારતી જયેશ પટેલ છે. મૂળ મહેસાણા ગામના સાંથલના રહેવાસી છે. આજથી પાંચ વર્ષ પહેલાં મહિલા મુંબઈના એક એજન્ટ મારફતથી મહિલા અને તેનો પતિ 35 લાખ રૂપિયામાં નકલી પાસપોર્ટના આધારે ઓસ્ટ્રેલિયા ગયા હતા. પાંચ વર્ષ બાદ મહિલા ભારતી અમદાવાદ આવી હતી. જ્યાં અમદાવાદ ઇન્ટનેશનલ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી આવેલી ફ્લાઈટમાં આવેલી મહિલા શંકાસ્પદ જણાતા તેના પાસપોર્ટની હિસ્ટ્રી ચેક કરી. જેમાં પેસેન્જર મહિલાનું નામ રૂહી મુસફર રાજપકર અને મુંબઈ એડ્રેસ લખ્યું હતું. જ્યારે તેનું આધારકાર્ડ ચેક કરતા તેમાં પેસેન્જરનું નામ ભારતી પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ પુછપરછ કરતા મહિલા આરોપી કબુલ્યું હતું કે, નકલી પાસપોર્ટ આધારે ઓસ્ટ્રેલિયા ગઈ હતી.

પકડાયેલ મહિલા ભારતી પટેલની પુછપરછ કરતા સામે આવ્યું કે, મહિલાનો પતિ જયેશ પટેલ હાલ ઓસ્ટ્રેલિયા છે. દંપતીને બે બાળકો છે જે પોતાના વતન મહેસાણામાં છે. પરતું પટેલ દંપતી છેલ્લા પાંચ વર્ષથી ઓસ્ટ્રેલિયા રહેતા હોવાથી બાળકો મળી શક્યા ન હોવાથી ખાસ અમદાવાદ મળવા આવી હતી. જે ઓસ્ટ્રેલિયા જઈ પાછી આવતા પકડાઈ ગઈ હતી. આરોપી મહિલા ભારતી કહેવું છે કે, ઓસ્ટ્રેલિયા જવા માટે મુંબઈના એક એજન્ટ મારફતે ગયા હતા. જેમણે મુસ્લિમ દંપતી વાળું નકલી પાસપોર્ટ બનાવી ઓસ્ટ્રેલિયા મોકલ્યા હતા. જો કે વિઝીટર વિઝા આધારે ઓસ્ટ્રેલિયા ગયા હતા જે બાદ ત્યાં રોકાઈ ગયા હતા.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

નકલી પાસપોર્ટના આધારે પટેલ દંપતી ઓસ્ટ્રેલિયા જતા રહ્યા અને ઓસ્ટ્રેલિયાથી પરત ભારતમાં મહિલા આવી ગઈ હતી જેથી એરપોર્ટથી લઈ ઇમિગ્રેશન વિભાગની મોટી બેદરકારી સામે આવી છે ત્યારે દંપતીને નકલી પાસપોર્ટ બનાવનાર મુંબઈના એજન્ટની શોધખોળ શરૂ કરી છે. બીજી બાજુ મહિલાના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ કરી કરવામાં આવી છે.

Next Article