Ahmedabad: આર્થિક રીતે સદ્ધર પરિવારો તો પોતાના બાળકોને તો ભણાવી શકે છે. પરંતુ જે પરિવાર આર્થિક રીતે સદ્ધર નથી અને બાળકને નથી ભણાવી શકતા તેવા લોકો માટે રાજ્ય સરકારે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ બાળકોને ભણાવવાની યોજના બનાવી છે. પરંતુ આ યોજનાનો કેટલાક લોકો દૂરુપયોગ કરતા હોવાનું ભાટમાં આવેલ એક શાળા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. જે શાળા દ્વારા કેટલાક પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા.
આ આક્ષેપ કર્યા છે ભાટમાં આવેલ અમદાવાદ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા. સ્કૂલના મહિલા પ્રિન્સિપાલ રોનક ઝવેરી એ આક્ષેપ કર્યા છે કે કેટલાક વાલીઓ દ્વારા RTE નો દુરુપયોગ કરાયો છે. જેમના તેમની પાસે પુરાવાઓ પણ છે. RTEમાં એડમિશન મેળવવા માટે એક પ્રક્રિયા હોય છે. જેમાં ઓનલાઈન પ્રોસેસ કર્યા બાદ બાળકને નજીકની 6 કિલોમીટરમાં આવતી શાળામાં પ્રવેશ અપાય છે. જોકે અન્ય એક માપદંડ દોઢ લાખની નિશ્ચિત આવક હોય તેમને જ RTEમાં પ્રવેશ અપાય છે. તે સિવાય વધુ આવક ધરાવતા લોકો RTEમાં એડમિશન લઈ શકતા નથી.
જોકે પ્રિન્સિપલ નું કહેવું છે કે તેમની શાળામાં RTE આ અભ્યાસ કરતા 20 બાળકો પૈકી 10 બાળકના વાલીઓએ ખોટા દસ્તાવેજ રજૂ કરી RTE માં ન હોવા છતાં RTE માં એડમિશન લીધા. જે બાબતનો ખુલાસો જ્યારે શાળા દ્વારા બાળકોના ઘરે લઈને તપાસ કરી ત્યારે સામે આવ્યું હોવાનું પ્રિન્સિપાલે જણાવ્યું.
બાળકોના RTEમાં પ્રવેશ બાદ શાળા દ્વારા બાળકો RTE માં આવે છે કે નહિ તે અંગે તપાસ હાથ ધરાઈ. RTE માં રહેલા બાળકોના ઘરે શાળા માંથી ટીમ મોકલી તપાસકલ કરાઈ. જેમાં શાળા નું કહેવું છે કે RTE 20 બાળકો છે. તેમાં 10 બાળકોના ત્યાં આવક હોવી જોઈએ તેના કરતાં વધુ આવક અને મિલકત મળી આવી. જે RTE ના નિયમોનો ભંગ કહેવાય.
આ રીતે શાળા દ્વારા તેમની શાળામાં RTE અંતર્ગત ભણતા 20 બાળકોની તપાસ કરાઈ. જેમાં 10 બાળકો RTE માં નહીં આવતા હોવાનો ખુલાસો થયાનું શાળા એ જણાવ્યું. કેમ કે આરટીમાં આવતા બાળકોની આવક 1.5 લાખ હોવી જોઈએ. પરંતુ જે તપાસ કરવામાં આવી તેમાં તમામ લોકો પાસે 3,00,000 કે તેના કરતાં વધારે આવક હોવાનું શાળાને જણાઈ આવ્યું. તેમ જ મિલકતો પણ મળી આવી. એક બાળક એવો હતો કે જે છેલ્લા કેટલાક વર્ષથી તે જ શાળામાં સામાન્ય બાળકોની જેમ ફી ભરીને ભણતો જોકે તેને આ વર્ષે આરટીઇમાં પ્રવેશ મેળવ્યો. તો એક બાળકના વાલીએ તેના અલગ અલગ ત્રણ સરનામા લખાવતા પણ તેના આરટીઇ એડમિશનને લઈને શંકા ઉપજી છે.
આ તમામ વિગતો શાળા તરફથી Deoને આપવામાં આવી છે. તેમજ પોલીસને પણ આ બાબતે ફરિયાદ કરી જાણ કરી છે. જે સમગ્ર ઘટનામાં શાળા દ્વારા કરવામાં આવેલી તપાસના તેઓએ પુરાવા માટે ફોટા પાડીને રજૂ પણ કર્યા છે. જોકે Deo કચેરી દ્વારા આ બાબતે કોઈ વેરિફિકેશન થયું કે નહીં તે અંગે પ્રિન્સિપાલે કોઈ સ્પષ્ટતા નહીં કરીને Deo તેમની તપાસ કરશે. અને પોતે કરેલી તપાસમાં આ ખુલાસો થયો હોવાનું તેઓએ જણાવ્યું. સાથે બાળકોનો અભ્યાસ બંધ નહીં કરીને તપાસ ચાલે ત્યાં સુધી તેમનું શિક્ષણ ચાલુ રાખવા પણ ખાતરી આપી.
આ પણ વાંચો : Ahmedabad : પાંજરાપોળ ચાર રસ્તા પર બનાવાયું રાજ્યનું પ્રથમ બોક્સ જંકશન, વિદેશની જેમ કરાશે ટ્રાફિક નિયમન
ઉલ્લેખનીય છે કે RTE માં ભણતા બાળકોના વાલીઓએ થોડાક દિવસ પહેલા શાળા ઉપર પહોંચીને તેમના બાળકોને અન્ય બાળકોની સાથે નહીં ભણાવીને અલગ ભણાવવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા. તેમજ બાળકોને આપવામાં આવતા ચોપડાઓને લઈને પણ વાલીઓએ રજૂઆત કરી હતી. જે રજૂઆત બાદ વાલીઓએ ખોટા દસ્તાવેજ રજૂ કરીને શાળામાં પ્રવેશ લીધા હોવાનું પ્રિન્સિપાલે ખુલાસો કર્યો છે. જેને લઇને પણ ક્યાંક સવાલો ઊભા થાય છે કે શાળા અને વાલીઓ વચ્ચેના વિવાદ કેટલી હદે આગળ પહોંચ્યો છે. પણ અહીં એ Deo અને પોલીસ દ્વારા તપાસ થવી પણ તેટલી જ જરૂરી છે. જેથી મૂળ બાળકના RTE નો હક છીનવાઈ નહિ અને જવાબદાર સામે કાર્યવાહી પણ થઈ શકે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:48 pm, Sun, 16 July 23