અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશનથી 57 લાખની રોકડ સાથે એક વ્યક્તિ ઝડપાયો

Ahmedabad: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રેલવે પોલીસે કાલુપુર રેલવે સ્ટેશનથી એક શખ્સન 57 લાખની રોકડ સાથે ધરપકડ કરી હતી. આ શખ્સ બેગમાં 57 લાખ રોકડ લઈને આવ્યા હોવાની રેલવે પોલીસને બાતમી મળી હતી.

અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશનથી 57 લાખની રોકડ સાથે એક વ્યક્તિ ઝડપાયો
57 લાખ રોકડ સાથે ઝડપાયા
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Nov 12, 2022 | 11:34 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પોલીસ સતર્ક બની છે. અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પરથી 57 લાખની રોકડ સાથે એક વૃદ્ધને ઝડપી લેવામાં આવ્યા છે. કાલુપુર રેલવે પોલીસે આ વૃદ્ધ મુસાફરની મોટી રોકડ સાથે અયકાયત કરી હતી. કાલુપુર રેલવે સ્ટેશન પર મુંબઈથી આવતા મુસાફર પાસેથી 57 લાખ રોકડ જપ્ત કરવામાં આવી છે. રેલવે પોલીસે મુસાફર વૃદ્ધની અટકાયત કરી ઈન્કમટેક્ષ વિભાગને જાણ કરી હતી. જોકે રોકડ રકમ સાથે પકડાયેલ વૃદ્ધની પૂછપરછમાં બિલ્ડરને પૈસા આપવા આવ્યા હોવાની કબૂલાત કરી હતી.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી અન્વ્યે રેલવે પોલીસ તપાસમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેનમાં મુસાફરી કરનાર એક શખ્સ પાસે બેગમાં મોટી માત્રામાં રોકડ છે જેથી બાતમી મુજબના વ્યક્તિને રોકી તપાસ કરતા તેની પાસેની બ્લેક બેગમાં 57 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા હતા. રોકડ સાથે ઝડપાયેલા વ્યક્તિને રેલવે પોલીસ મથકે લાવી તપાસ કરતા તેનું નામ અમીત શશિકાંત શાહ અને તે મુંબઈના વેપારી હોવાનું સામે આવ્યુ છે. વધુ પુછપરછ કરતા આ રોકડ રકમ અમદાવાદમાં તેઓને મકાન લેવાનું હોવાથી બિલ્ડરને આપવા માટે આવ્યા હોવાનું રટણ કર્યુ હતુ. જોકે રોકડ રકમ ક્યાંથી મેળવી તે અંગે કોઈ નક્કર માહિતી ન આપતા આ અંગે ઈન્કમટેક્ષ વિભાગને જાણ કરાતા ઈન્કમ ટેક્ષ વિભાગે પણ તેઓની પુછપરછ કરી છે.

રોકડ રકમ સાથે પકડાયેલ અમિત શાહ 61 વર્ષીય સિનિયર સીટીઝન છે. જે મુંબઈના વતની હોવાનું સામે આવ્યું છે અને પોતે મકાન લેવાના પૈસા બિલ્ડરને આપવા આવ્યા હોવાનું કહી રહ્યા છે. પરતું વિધાનસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ છે તેવામાં 57 લાખ જેટલી મોટી રકમ ટ્રેન મારફતે અમદાવાદમાં લાવી કયા બિલ્ડરને આપવાની હતી અને આમાં કોઈ રાજકીય વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે રેલવે પોલીસે અને આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે.જો કે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી સમયમાં આચારસંહિતા હોવાથી કેટલી રકમ વ્યક્તિએ પોતાની પાસે રાખવી જેને લઈ કોઈ જાહેરાત ન થતા પોલીસથી લઈ સ્થાનિકો લોકોમાં અસમંજસની સ્થિતિ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

g clip-path="url(#clip0_868_265)">