Ahmedabad: છેડતી કાંડમાં નવો ખૂલાસો, યુવતીએ સંબંધ તોડી નાખ્યા હોવા છતા વિધર્મી યુવક પહેલાના ફોટો બતાવી બદનામ કરવાની આપતો હતો ધમકી

|

Aug 04, 2023 | 5:30 PM

Ahmedabad: ઈસનપુરમાં યુવતીની છેડતીકાંડમાં નવો ખૂલાસો થયો છે. યુવક અને યુવતી વચ્ચે સ્કૂલ ટાઈમે સંબંધો હતો, પરંતુ બાદમાં યુવતીએ સંબંધો તોડી નાખતા યુવક પહેલાના ફોટો બતાવી યુવતીને બદનામ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો.

Ahmedabad: છેડતી કાંડમાં નવો ખૂલાસો, યુવતીએ સંબંધ તોડી નાખ્યા હોવા છતા વિધર્મી યુવક પહેલાના ફોટો બતાવી બદનામ કરવાની આપતો હતો ધમકી

Follow us on

Ahmedabad: અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ગઇકાલે રાત્રે લોકોએ એક યુવકને માર મારવાનો પ્રયત્ન કર્યો અને પોલીસ (Police) તે યુવકને લોકોથી બચાવી પોલીસ મથક લઈ જઈ રહી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જોકે આ વીડિયો ઇસનપુરના આવકાર હોલ પાસે વિધર્મી યુવક દ્વારા યુવતી અને તેના પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી જે બાદ સ્થાનિક લોકો યુવકને પકડીને માર મારવાનો પ્રયત્ન કર્યો હોવાનું સામે આવ્યું છે.

જે જગ્યા પર ઘટના બની ત્યાં બાજુમાં જ ઊભેલી પોલીસે આ યુવકને લોકોથી બચાવી પોલીસ મથક પહોંચાડ્યો હતો. આ છેડતીકાંડમાં નવો ખૂલાસો થયો છે. જેમા યુવકને યુવતી સાથે અગાઉ સંબંધ હતા પરંતુ બાદમાં યુવતીએ સંબંધ તોડી નાખતા યુવક ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હોવાની પણ ફરિયાદ યુવતી દ્વારા કરાઈ છે.

મિત્રતા તોડી નાખવા છતા યુવક પીછો કરી કરતો હતો છેડતી

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં એક વિધર્મી યુવક દ્વારા યુવતીની છેડતી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે યુવક અને યુવતી બંને એક જ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા, યુવક અને યુવતી વચ્ચેની મિત્રતાની પરિવારને જાણ થતા યુવકને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને યુવતી સાથે સંબંધ તોડી નાખ્યા હતા. આમ છતાં પણ યુવતી જ્યારે ટ્યુશનમાં જતી હતી ત્યારે આ યુવક તેનો પીછો કરતો હતો.

પાણીમાં જહાજ કેવી રીતે લગાવે છે બ્રેક ?
લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ

પોલીસે ટોળાના મારથી છોડાવી વિધર્મીને પોલીસ સ્ટેશન પહોંચાડ્યો

જોકે આ સમગ્ર વાતની યુવતીએ તેના પરિવારને જણાવી હતી અને યુવતીના પરિવારે યુવકને મળવા માટે બોલાવ્યો હતો. ઇસનપુરના આવકાર હોલ પાસે યુવક અને યુવતી તેમજ યુવતીના પરિવારજનો વાતચીત દરમિયાન બોલાચાલી થઈ હતી જેને કારણે ત્યાં ઉભેલા લોકોએ આ વિધર્મી યુવકનું નામ પૂછ્યું હતું અને બાદમાં યુવકને માર માર્યો હતો. જોકે બાજુમાં જ પોલીસ ચોકી હોવાને કારણે પોલીસે સતર્કતા દાખવી આ વિધર્મી યુવકને ઇસનપુર પોલીસ મથક પહોંચાડ્યો હતો.

અગાઉના ફોટો બતાવી બદનામ કરવાની આપતો હતો ધમકી

એક વિધર્મી યુવક દ્વારા યુવતીની છેડતી અને બોલાચાલી થયાના સમાચારને કારણે થોડી વાર માટે ઇસનપુર વિસ્તારમાં વાતાવરણ તંગદિલી ભર્યું જોવા મળ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવો ન બને તેને લઈને આસપાસના વિસ્તારોના પોલીસ અધિકારીઓ અને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે પોલીસ દ્વારા યુવક અને યુવતીની પૂછપરછ કરતા સામે આવ્યું કે બંને એકબીજાથી પરિચિત હતા. પરંતુ થોડા દિવસથી બંનેએ એકબીજા સાથે સંબંધો તોડી નાખ્યા હતા. યુવક અને યુવતી જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા જે બાદ યુવતીએ સબંધ તોડી નાખ્યાં હોવા છતાં યુવક તેને પહેલાંના ફોટો બતાવી બદનામ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો.

આ પણ વાંચો: Ahmdebad: અમદાવાદનો પૂર્વ વિસ્તાર ફરી એકવાર થયો રક્તરંજિત, ખંજરના ઉપરાછાપરી ઘા મારી યુવકની કરાઈ કરપીણ હત્યા

હાલ તો ઇસનપુર પોલીસે યુવતીની ફરિયાદને આધારે યુવકની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે રીતે ગઇકાલે રાત્રે મોટી સંખ્યામાં લોકો તેમજ બજરંગદળ સહિતના કાર્યકરો આવી પહોંચ્યા હતા. કોઈ અનિચ્છનિય બનાવ બને નહિ તેને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article