Ahmedabad: રિવરફ્રન્ટ પર મેડિકલ સ્ટુડન્ટે બાળક પર કાર ચઢાવી દેતા બાળકનું મોત, જાણો સમગ્ર મામલો

|

May 25, 2022 | 8:24 PM

Ahmedabad: રિવરફ્રન્ટ પર મેડિકલ સ્ટુડન્ટે અઢી વર્ષના બાળક પર જીપ કંપાસ કાર ચઢાવી દેતા બાળકનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં માસૂમ બાળક પર કાર ચઢાવી ફરાર થઈ ગયો હતો. હિટ એન્ડ રન કરનાર મેડિકલ સ્ટુડન્ટે પોતાની જીપ કંપાસ ગફલતભરી રીતે ચલાવતા આગળ રહેલું અઢી વર્ષનું બાળક ચગદાઈ ગયું હતું.

Ahmedabad: રિવરફ્રન્ટ પર મેડિકલ સ્ટુડન્ટે બાળક પર કાર ચઢાવી દેતા બાળકનું મોત, જાણો સમગ્ર મામલો
ફોટો - આરોપી

Follow us on

Ahmedabad: રિવરફ્રન્ટ પર મેડિકલ સ્ટુડન્ટે (Medical student) અઢી વર્ષના બાળક પર જીપ કંપાસ કાર ચઢાવી દેતા બાળકનું મોત નીપજ્યું હતું. તો આ અંગે ટ્રાફિક પોલીસે પણ હિટ એન્ડ રન કરનાર વાહન ચાલકની ધરપકડ કરી જામીન પર મુક્ત કરી યોગ્ય કાર્યવાહી ન કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રવિવારના દિવસે ઉપરા છાપરી 8 જેટલા અકસ્માતના બનાવ બન્યા હતા. જેમાં એક અકસ્માતમાં માસૂમ બાળક પર કાર ચઢાવી ફરાર થઈ ગયો હતો. હિટ એન્ડ રન કરનાર મેડિકલ સ્ટુડન્ટે પોતાની જીપ કંપાસ ગફલતભરી રીતે ચલાવતા આગળ રહેલું અઢી વર્ષનું બાળક ચગદાઈ ગયું હતું.

મૂળ મહારાષ્ટ્રનો અને હાલ નારોલ ખાતે રહેતો પરિવાર રિવરફ્રન્ટ પર ફરવા આવ્યો હતો. પરિવાર ઘરે પરત જવા માટે રિવરફ્રન્ટ હાઉસની સામે પાર્કિગમાં ઉભા ઉબેર કારની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે કારચાલકની બેદરકારીના કારણે અઢી વર્ષના ધીરજ પર કાર ચઢાવી દીધી હતી. જે બાદ ટ્રાફિક પોલીસે સીસીટીવી આધારે જીપ કમ્પાસ કાર શોધીને આરોપી પાર્શ્વની ધરપકડ કરી કારને કબ્જે કરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

માસૂમ બાળક ધીરજની સાથે તેના માતા પિતા અને નાનો ભાઈ પણ હતો. કાર ચાલક પાર્શ્વ પટેલ અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. આરોપી કારચાલક એસવીપીમાં એમબીબીએસનો છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હોવા છતાંય બાળકને બચાવવા કે હોસ્પિટલમાં લઈ જવા ન રોકાયો. તો બીજીતરફ પોલીસે પણ આરોપી પાર્શ્વ પટેલને દયા ભાવ રાખી છાવર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પહેલા તેની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યો હતો. બીજે દિવસે આરોપીને હાજર રહેવાનું કહેતા તેના પરિવારજનો આરોપી પુત્રને લીધા વગર પોલીસ સ્ટેશન આવ્યા. જે કાર્યવાહી બાકી હોવા છતાંય પોલીસે કડક શૈલી ન દર્શાવી માસૂમ બાળકના મોત પર ઢીલાશ બતાવી હતી.

Published On - 8:24 pm, Wed, 25 May 22

Next Article