Ahmedabad માં ખંડણીખોરો બેફામ, વધુ એક બિલ્ડરના અપહરણનો કિસ્સો સામે આવ્યો

|

Feb 05, 2022 | 8:51 PM

અમદાવાદના બિલ્ડર કેવલ મહેતા પર ચપ્પુ પણ ઉગામયુ હતું જેમાં કેવલ મહેતાને ઇજા પણ થઈ હતી. જોકે બાદમાં ધમકીઓ આપતા અને 3 કરોડ નાણાં માંગતા તેમાંથી 1 કરોડ પર મામલો આવતા આખરે મામલો ઉકેલાયો હતો અને કેવલ મહેતાએ એક કરોડ આપતા તેનો છુટકારો થયો.

Ahmedabad માં ખંડણીખોરો બેફામ, વધુ એક બિલ્ડરના અપહરણનો કિસ્સો સામે આવ્યો
Ahmedabad Builder Extortion Accused Arrest

Follow us on

અમદાવાદ(Ahmedabad) શહેરમાં વધુ એક વાર રૂપિયાની લેતી દેતીમાં એક બિલ્ડરના(Builder)  અપહરણની (Kidnapping) ઘટના સામે આવી છે. જે ઘટનામાં નાણાં આપી છૂટીને આવેલા ભોગ બનનાર બિલ્ડરે પોલીસ ફરિયાદ કરતા પોલીસે એક શખ્સને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં કેવલ મહેતા નામની વ્યક્તિ કે જે કન્સ્ટ્રકશનનું કામ કરે છે. તેઓએ ફરિયાદ કરી હતી કે 24 ડિસેમ્બરે તેઓ મકરબા સ્થિત તેમના ઘરેથી રાણીપ ઓફિસે જતો હતો ત્યારે કેટલાક શખ્સો આવી ઘર પાસે થોડે દુર બે બાઇક સવાર આવી અકસ્માત કેમ સર્જ્યો કહી કાર રોકી અને તે બીજું કંઈ સમજે તે પહેલાં એક ઇનોવા કાર આવી અને તેઓને તેમાં બેસાડી સાણંદ પાસે કે ડી પાર્ટી પ્લોટ નજીક ખુલ્લી જગ્યામાં લઈ ગયા. જે દરમિયાન કારમાં રહેલા શખ્સોએ તેમની પાસે નાણાં માંગ્યા અને ચૂપ રહેવા ધમકી આપી.

3 કરોડ  માંગતા તેમાંથી 1 કરોડ પર મામલો આવતા મામલો ઉકેલાયો

તેમજ બિલ્ડર કેવલ મહેતા પર ચપ્પુ પણ ઉગામયુ હતું જેમાં કેવલ મહેતાને ઇજા પણ થઈ હતી. જોકે બાદમાં ધમકીઓ આપતા અને 3 કરોડ  માંગતા તેમાંથી 1 કરોડ પર મામલો આવતા આખરે મામલો ઉકેલાયો હતો અને કેવલ મહેતાએ એક કરોડ આપતા તેનો છુટકારો થયો. જે ઘટનામાં છુટકારો મેળવનારે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે રાજેશ જાદવ નામના શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી.

જેમાં ભોગ બનનાર બિલ્ડર અને અશોક બને પાર્ટનર છે. જેઓ સાથે કામ કરતા. જેમાં અશોકને કેવલ મહેતા પાસેથી 3 કરોડ લેવાના હોવાની ચર્ચા છે. જેથી આ પ્લાન ઘડાયો હોઈ શકે છે. જે પ્લાન પ્રમાણે 24 ડિસેમ્બરે બિલ્ડર કેવલ મહેતાના મકરબા સ્થિત ઘર પાસેથી તેઓનું અપહરણ કરવામાં આવ્યું. જે બાદ અપહરણ કેટ તેઓને મકરબાથી સાણંદ તરફ લઈ ગયા. જેમાં વાતચીત દરમિયાન એકનું નામ રફીક હોવાનું સામે આવ્યું. બાદમાં તેઓએ તેલાવ ગામ પહેલા કાર પાસે અન્ય એક કાર આવી અને ત્યાં રફીકે બાજુની કારમાં જોવાનું કહેતા તેમાં અશોક અને તેનો દીકરો નિલ હોવાનુ ખૂલ્યું.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ઓફિસથી 80 લાખના ચેક અને 3 લાખ રોકડ  આપ્યા

જેમને બતાવી તેમના વ્યવહાર નું શુ કરવાનું છે નહિતર અમે પોરબંદરના કુખ્યાત શખ્સો છે જોઈ લઈશું તેવી ધમકી આપી હતી. બાદમાં કેવલ મહેતાને સાણંદ ખાતે કે ડી પાર્ટી પ્લોટ પાસે ખુલ્લી જગ્યામાં લઈ ગયા અને ત્યાં અશોકે આવી તેના પર ચપ્પા વડે હુમલો પણ કર્યો. જેમાં કેવલને ઇજા પણ થઈ. આ સમગ્ર મામલા દરમિયાન કેવલ પાસે 3 કરોડ માંગવામાં આવ્યા. પણ નાણાં નહિ હોવાનું કહેતા 1 કરોડ પર વાત અટકી. જેમાં કેવલ તેની ઓફિસથી 80 લાખના ચેક અને 3 લાખ રોકડ બળજબરી પૂર્વક આપતા મામલો થાળે પડ્યો.

કેવલ મહેતાના ભાણેજને સાથે લઈ ગયા જેને એક કલાક બાદ અપહરણ કર્તાઓએ છોડ્યો

જોકે અપહરણ કર્તાઓને વિશ્વાસ ન આવતા તેઓએ સાથે આવવા અને કોઈને ઘટનાની જાણ થશે તો દીકરીનું કન્યાદાન પણ નહીં કરી શકે તેવી ધમકી પણ આપી. જે બાદ કેવલ મહેતાની તબિયત બગડી હોવાથી ઓફિસ બાદ તેણે સાથે આવવાનો ઇનકાર કરતા કેવલ મહેતાના ભાણેજને સાથે લઈ ગયા જેને એક કલાક બાદ અપહરણ કર્તાઓએ છોડ્યો. જે બાદ કેવલ મહેતાએ ફરિયાદ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને સમગ્ર ઘટનામાં રાજેશ જાદવ નામના શખ્સની ધરપકડ કરી. સાથે જ રફીક અને અશોક અને તેના પુત્ર સહિત ઘટનામાં સંડોવાયેલા લોકોની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે.

સરખેજ પોલીસે આરોપી રાજેશને કોર્ટમાં રજૂ કર્યો

અપહરણ અને ખંડણીની આ ઘટનામાં હાલ એક આરોપી પકડાઈ ગયો છે. તો અન્યની શોધખોળ ચાલી રહી છે. જેઓને શોધવા તેમજ વધુ પુરાવા મેળવવા માટે સરખેજ પોલીસે આરોપી રાજેશને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા જોકે કોર્ટે બે દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ સમગ્ર ઘટનામાં પોલીસ મુખ્ય આરોપીઓને ક્યારે અને કેવી રીતે ઝડપે છે.

આ પણ વાંચો : BHARUCH : ભૃગુકચ્છ થી ભરૂચ, ભાંગ્યુ તોય થયુ ભવ્ય, ઈતિહાસનો વૈભવ તસવીરમાં કચકડે મઢાયો

આ પણ વાંચો : Vadtal સ્વામીનારાયણ મંદિરમાં શિક્ષાપત્રી જયંતીની ઉજવણી, દેવોને વસંત શણગારે વિભુષીત કરાયા 

Published On - 7:58 pm, Sat, 5 February 22

Next Article