Ahmedabad : 20 વર્ષના હેકરે યુટ્યુબ પરથી હેકિંગ શીખી એવુ તો ભેજુ વાપર્યુ કે પોલીસ પણ ચોંકી ઉઠી, ભેજાબાજે વેપારીને લગાવ્યો ચુનો

|

Aug 22, 2023 | 6:31 PM

Ahmedabad: હાલ ડિજિટલ યુગમાં અને ઓનલાઈન જમાનામાં લોકો ઘરબેઠા અનેક સગવડો અને સુવિધાઓ મેળવી રહ્યા છે. પરંતુ ઓનલાઈન સિસ્ટમના ગેરફાયદા પણ ઘણા છે. અમદાવાદમાં એક સાયબર ગઠિયાએ યુટ્યુબ પરથી હેકિંગ શીખી વેપારીને ચુનો લગાવ્યો છે. હેકરે એવુ તો ભેજુ વાપર્યુ કે સાંભળીને સાયબર ક્રાઈમના અધિકારીઓ પણ ચકરી ખાઈ ગયા.

Ahmedabad : 20 વર્ષના હેકરે યુટ્યુબ પરથી હેકિંગ શીખી એવુ તો ભેજુ વાપર્યુ કે પોલીસ પણ ચોંકી ઉઠી, ભેજાબાજે વેપારીને લગાવ્યો ચુનો

Follow us on

 Ahmedabad: આમ તો સાયબર ગઠિયાઓ અલગ અલગ માધ્યમોથી લોકોના પૈસા લૂંટતા હોય છે. ઓનલાઇન સિસ્ટમ થકી અથવા તો ઓટીપી કે લિંક થકી આવા સાયબર ગઠિયાઓ લોકોને પોતાનો શિકાર બનાવતા હોય છે. આવો જ એક ઓનલાઈન ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમા ભેજાબાજ હેકરની વાતો સાંભળી બે ઘડી માટે તો સાઈબર ક્રાઈમના અધિકારીઓ પણ ચકરી ખાઈ ગયા હતા.

વાત છે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયેલ એક ફરિયાદની કે જેમાં અમદાવાદના એક વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતા એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.

ભેજાબાજ હેકરે વેબસાઈટ સંચાલકને સાત લાખથી વધુનું નુકસાન પહોંચાડ્યુ

અમદાવાદના એક વેપારી જે ઓનલાઇન હોટેલ બુકિંગ, એર ટિકિટ બુકિંગ, બસ બુકિંગ, મોબાઇલ રિચાર્જ, બિલ પેમેન્ટ, ગિફ્ટ વાઉચર જેવી પ્રવૃત્તિઓ વેબસાઇટ અને એપ્લિકેશન મારફતે ધંધો કરે છે. જેની વેબસાઈટ અને એપ્લિકેશનમાં કોઈ હેકરે હેકિંગ કરી તેમાં બ્રિજ કરી જુદી જુદી એર ટિકિટનું બુકિંગ કરી ટિકિટ બુકિંગની આ વેબસાઈટ સંચાલકને જે રકમ મળવી જોઈએ તેના બદલે ફક્ત એક થી બે રૂપિયા જેટલી જ રકમ મળતી હતી. જેને લઇને વેપારીને શંકા જતા તપાસ કરવામાં આવી અને સમગ્ર કૌભાંડ સામે આવ્યું. જે રીતે આ વેબસાઈટ સંચાલકને સાત લાખથી વધુની નુકસાન થયું હતું અને તેની સાથે છેતરપિંડી થઈ હતી તેની ફરિયાદ વેબસાઈટ સંચાલકે સાઇબર ક્રાઇમમાં નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે 20 વર્ષના હરિયાણાનાં અમર નાયકની ધરપકડ કરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કઈ રીતે થતી હતી છેતરપિંડી ?

આરોપી અમર દ્વારા અલગ અલગ ડિવાઇસ અને સોફ્ટવેર ટુલ્સનો ઉપયોગ કરી સામેની વ્યક્તિ સાથે ઓનલાઇન છેતરપિંડી કરતો હતો.  સૌપ્રથમ તો જે કોઈ વેબસાઈટની પેમેન્ટ ફેસીલીટી અને અન્ય સિક્યુરિટી નબળી હોય તેવી વેબસાઈટ શોધતો હતો અને તે વેબસાઈટમાં હેકિંગ સોફ્ટવેર અને ટુલ્સનો ઉપયોગ કરી તેમાં બગ્સ ફિક્સ કરી દેતો હતો. જે બાદ તે વેબસાઈટમાં બ્રિજ કરી તેમાંથી હોટેલ બુકિંગ, એર ટિકિટ બુકિંગ, ઓનલાઇન શોપિંગ જેવી પ્રવૃત્તિઓ કરતો અને જેના બદલામાં વેબસાઈટના સંચાલકના ખાતામાંથી જે તે વેન્ડરને પૂરા પેમેન્ટની ચુકવણી થતી હતી અને વેબસાઈટ સંચાલકને જે રકમ મળવી જોઈએ તેની જગ્યાએ ફક્ત એક થી બે રૂપિયા જેવી મામૂલી રકમ મળે તેવું પોતે આ સિસ્ટમમાં હેક કરી અને સેટિંગ કરતો હતો.

હરિયાણાના આરોપી અમર નાયક સામે છેડતી સહિતના ગુના

પકડાયેલા આરોપી અમર નાયક માત્ર ધોરણ 12 સુધીનું અભ્યાસ કર્યો છે. પોતાના મોજશોખ પૂરા કરવા માટે youtube પર હેકર્સ બનવા માટે ઓનલાઈન વીડિયો જોવાનું શરૂ કર્યું અને થોડાક સમયમાં તેને હેકર્સની માસ્ટરી પણ મેળવી લીધી. છેલ્લા દોઢ વર્ષથી છેતરપિંડી આચરતા આ આરોપીને પોતાની સાથે જ એક કડવો અનુભવ થયો હતો. જેમાં તેને આ જ પ્રકારે દિલ્હીમાં એક હોટલ બુકિંગ કરાવી હતી અને હોટલમાં રહેવા જતા હોટલ માલિકે બુકિંગ ખોટું હોવાથી હોટલમાં રહેવા માટે ઇનકાર કર્યો હતો. કોઈ રહેવાની જગ્યા ન મળતા આરોપીને એક રાત દિલ્હીના ફૂટપાથ ઉપર ઊંઘવાનો વારો આવ્યો હતો. રાત્રિના સમય ફૂટપાથ ઉપર સૂતો હતો તે દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ તેના મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આરોપીનો મોબાઇલ ચોરી જતા તેનો ધંધો બંધ થઈ ગયો હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી સામે હરિયાણામાં છેડતી અને છેતરપિંડીનાં ગુના પણ નોંધાયા છે.

આ પણ વાંચો : Ahmedabad: અમદાવાદમાં સ્નિફર ડોગ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ, નશીલા પદાર્થોને લઈ સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ

હાલ તો સાયબર ક્રાઇમ પોલીસે આરોપી અમર નાયકને પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે. જોકે હવે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપી દ્વારા હેકિંગ કરીને એર ટિકિટ બુકિંગ, હોટલ બુકિંગના નાણા અન્ય કેટલી જગ્યાએથી મેળવ્યા છે તેમજ આરોપી અમર આજ સુધી કેટલી વેબસાઈટ હેક કરી છે અને સમગ્ર કૌભાંડમાં તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે અંગે પણ હવે સાયબર ક્રાઈમે આગળની તપાસ હાથ ધરી છે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article