Ahmedabad: સોશિયલ મીડિયા પર જાહેરાત આપી રોકાણ માટે લોભામણી લાલચ આપનાર 3 આરોપી ઝડપાયા

લખનઉથી ઠગાઇ આચરતી એક ગેંગ ફેસબુક પર જાહેરાત આપીને લોકોને રોકાણ કરાવી ઠગાઇ આચારતી હોવાનું પોલીસને કાને પડતાં આ સમગ્ર બાબતે કાર્યવાહી કરાઇ હતી. આ આંતરરાજ્ય ગેંગના 3 આરોપીની વિરમગામ પોલીસે કધરપકડ કરી છે.

Ahmedabad: સોશિયલ મીડિયા પર જાહેરાત આપી રોકાણ માટે લોભામણી લાલચ આપનાર 3 આરોપી ઝડપાયા
| Edited By: | Updated on: Aug 24, 2023 | 10:35 PM

રોકાણ કરીને ઉંચા વળતરની લાલચ આપીને ઠગાઈ કરતી આંતરરાજ્ય ગેંગના 3 આરોપીની વિરમગામ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ ફેસબુક પર જાહેરાત આપીને લોકોને રોકાણ કરાવી ઠગાઇ આચરતા હતા.

પોલીસે બાતમીના આધારે શંકર મીશ્રા, વિકાસ કુમાર જયસ્વાલ અને યોગેશ સાહુને ઝડપી પાડયા છે. તમામ લોકોએ મળીને ઊંચું વળતર આપવાના નામે અનેક લોકો સાથે ઠગાઇ આચરી છે. આ આરોપીએ ફેસબુક પર જાહેરાત આપીને જુદા જુદા નામ ધારણ કરીને પોતાની કંપનીમાં રોકાણ કરવાના નામે 8 થી 10 ટકા ઊંચું વળતર લાલચ આપીને છેતરપીંડી આચરી હતી.

વિરમગામ પોલીસે લખનઉથી ઠગાઇ આચરતી ત્રિપુટી ગેંગની ધરપકડ કરી તેમની પાસેથી સોના બિસ્કિટ, સોના દાગીના, મોબાઇલ અને સ્કોડા ગાડી સહિત 24.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીની તપાસમાં પોલીસે પાંચ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

પકડાયેલ આરોપીની મોડ્સઓપરેન્ડી વાત કર્યે તો તેઓ એરલાઇન્સ સોલ્યુશન અને ગ્રેવીટી સોલ્યુશન નામની કંપની ના હેડ બનીને ફેસબુક પર જાહેરાત આપીને લોકોને ટાર્ગેટ કરતા હતા. તેઓ રોકાણકારોને 8 થી 10 ટકા ઊંચું વળતર આપવાની લાલચ આપી ગ્રાહકો પાસેથી બેન્કની માહિતી વોટ્સએપ પર મેળવતા હતા અને રોકાણનું એગ્રીમેન્ટ મોકલીને લોકો પાસેથી રૂપિયા કંપનીના એકાઉન્ટ મા જમા કરાવતા હતા.

રોકાણકારોને તેમના ઇમેઈલ આઈડી પર ખોટી રોકાણ અંગેની બેલેન્સ સીટી મોકલીને કંપનીને નુકશાન થયું હોવાનું કહીને પૈસા નહિ ચૂકવી છેતરપીંડી કરતા હતા. પોલીસ તપાસમાં કરતા છેલ્લા 3 વર્ષથી આ ત્રિપુટી ગેંગ અલગ અલગ રોકાણ કરાવી ઠગાઇ આચરતું ખુલ્યું છે. પોલીસે આરોપીના અલગ અલગ બેન્ક એકાઉન્ટ સિઝ કરીને રૂપિયા 4 લાખની રોકડ જપ્ત કરી છે.

આ પણ વાંચો : Rajkot : KKV બ્રિજમાં કરોડોનો ખર્ચ કરવા છતાં એક મહિનામાં કરવો પડ્યો બંધ, આ RMCની અણઆવડત કે બેદરકારી? જુઓ Video

વિરમગામ પોલીસે છેતરપીંડી કેસમાં વિરમગામ, અમદાવાદ, સુરત અને બિહાર મળી કુલ પાંચ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પકડાયેલા આરોપી શંકર મિશ્રા અને વિકાસ કુમાર જયસ્વાલ વિરુદ્ધ વર્ષ 2021માં મધ્યપ્રદેશ માં છેતરપીંડી ગુનો નોંધાયો હતો. આ આરોપીએ કેટલા લોકો સાથે આ પ્રકારે ઠગાઇ કરી છે. જે મુદ્દે આરોપીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે ત્યારે પોલીસને પ્રાથમિક તપાસમાં અસંખ્ય લોકો સાથે આ રીતે રોકાણ કરાવી ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:08 pm, Thu, 24 August 23