આણંદ કલેક્ટર હનીટ્રેપ કાંડમાં આરોપી અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુખ્ય આરોપી તત્કાલીન ADM કેતકી વ્યાસ અને નાયબ મામલતદાર જે.ડી. પટેલને રાજ્ય સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. બીજી તરફ કેસમાં પોલીસ દ્વારા વધુ ત્રણ નવી કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.