Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં 104મું અંગદાન, આધેડની બે કિડની અને એક લીવરનું દાન, 3 જરૂરિયાતમંદને મળ્યુ નવજીવન

|

Apr 17, 2023 | 2:19 PM

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાના મણકામાં આજે 104મો મણકો જોડાયો છે. બ્રેઇનડેડ પરસોત્તમભાઈ વોરાના અંગદાનમાં મળેલી બે કિડની અને એક લીવરથી ત્રણ જરૂરિયાત મંદોને નવજીવન મળ્યું છે.

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં 104મું અંગદાન, આધેડની બે કિડની અને એક લીવરનું દાન, 3 જરૂરિયાતમંદને મળ્યુ નવજીવન

Follow us on

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાના મણકામાં આજે 104મો મણકો જોડાયો છે. બ્રેઇનડેડ પરસોત્તમ વોરાના અંગદાનમાં મળેલી બે કિડની અને એક લીવરથી ત્રણ જરૂરિયાત મંદોને નવજીવન મળ્યું છે. પરિવારજનો દ્વારા અંગદાનની સંમતિ દર્શાવતા હોસ્પિટલના તબીબોએ અંગોના રીટ્રાઈવલની પ્રક્રિયા આંરભી હતી અને ડૉકટરને અંગદાન પ્રાપ્ત કરવામાં સફળતા મળી હતી.

પરિવારજનોને અંગદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાના મણકામાં આજે 104મો મણકો જોડાયો છે. બ્રેઇનડેડ પરસોત્તમ વોરાના અંગદાનમાં મળેલી બે કિડની અને એક લીવરથી ત્રણ જરૂરિયાત મંદોને નવજીવન મળ્યું છે. અમદાવાદના જીવરાજ પાર્કમાં રહેતા 60 વર્ષના પરસોત્તમ વોરાને 10 એપ્રિલના રોજ એકાએક ઢળી પડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં 4 દિવસની સઘન સારવારના અંતે હોસ્પિટલના તબીબો દ્વારા તેઓને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા.

બ્રેઈનડેડ વ્યક્તિના અંગોનું દાન

સિવિલ હોસ્પિટલમાં 4 દિવસની સઘન સારવારના અંતે હોસ્પિટલના તબીબો દ્વારા તેઓને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. બ્રેઈનડેડ બાદ તબીબો દ્વારા તેમના પરિવારજનોને અંગદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. પરિવારજનો દ્વારા પણ અંગદાનની સંમતિ દર્શાવતા હોસ્પિટલના તબીબોએ અંગોના રીટ્રાઈવલની પ્રક્રિયા આરંભી અને 6થી 7 કલાકની ભારે જહેમતના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

સમાજ માટે પ્રેરણાદાયી ઘટના

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી જણાવ્યું કે, અંગદાન અંગે લોકોની જાગૃકતાના કારણે અમદાવાદ તથા સમગ્ર રાજ્યમાં અંગદાન કરવાનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે શરૂકરેલા અંગદાનના સેવાયજ્ઞના પરિણામે અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં 104 અંગદાન થયા છે. જેમાં કુલ મળેલા 338 અંગો થકી 313 જરૂરિયાત લોકોને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો : ઢોરના ત્રાસને ડામવા AMC રાખશે બાઉન્સરો, AMCએ ઢોર પકડવાની નીતિ હાઇકોર્ટમાં રજૂ કરી

અગાઉ સુરત શહેરમાં પણ આવી જ સમાજને પ્રેરણા પૂરી પાડનારી ઘટના સામે આવી હતી. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા 62 વર્ષીય મનુબેન સિંહની તબિયત લથડી હતી તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, મહિલા બ્રેઈનડેડ જણાતા પરિવારને નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ અંગદાન કરવા માહિતગાર કર્યા હતા, પરિવારે અંગદાનની મંજૂરી આપતા નવી સિવિલ હોસ્પિટલમાં બે કિડની અને એક લીવરનું દાન કરવામાં આવ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Next Article