AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં 95મું અંગદાન થયું, ગાંધીનગરના બ્રેઇનડેડ કિસન વાઘેલાના અંગદાનથી ત્રણ લોકોને નવજીવન બક્ષ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 95 મું અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં 95 માં અંગદાતા તરીકે ગાંધીનગરના કિસનભાઇ વાધેલાનું નામ જોડાયું છે. ૫૨ વર્ષના કિસનભાઇ કે જેઓ મૂળ ગાંધીનગરના રહેવાસી હતા તેઓને માર્ગ અકસ્માત સાંપડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા

Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં 95મું અંગદાન થયું, ગાંધીનગરના બ્રેઇનડેડ કિસન વાઘેલાના અંગદાનથી ત્રણ લોકોને નવજીવન બક્ષ્યું
Ahmedabad Civil Hospital Organ Donation
Jignesh Patel
| Edited By: | Updated on: Nov 10, 2022 | 6:19 PM
Share

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 95 મું અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં 95 માં અંગદાતા તરીકે ગાંધીનગરના કિસનભાઇ વાધેલાનું નામ જોડાયું છે. ૫૨ વર્ષના કિસનભાઇ કે જેઓ મૂળ ગાંધીનગરના રહેવાસી હતા તેઓને માર્ગ અકસ્માત સાંપડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સધન સારવાર બાદ પણ ભગવાનને ગમ્યું તે ખરું. ત્રણ દિવસના સંપૂર્ણ પ્રયાસો ના અંતે માથાના ભાગમાં થયેલ ગંભીર ઇજાના પરિણામે આખરે હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા. કિસનભાઇ વાધેલાને બ્રેઇનડેડ જાહેર કરતા સિવિલ હોસ્પિટલમાં અંગદાન સાથે સંકળાયેલ સમગ્ર ટીમ પરિવારજનોને અંગદાન માટે પ્રેરવા કાર્યરત બની.

અંગદાનની સમગ્ર કામગીરીમાં ડૉ. પુંજીકા અને તેમની ટીમે દર્દીના સગાને અંગદાન માટે કાઉન્સેલીંગ કર્યું. પરિવારજનો પણ અંગદાનનું મહત્વ સમજીને કોઇપણ બીજી ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અંગદાન માટે સહમતિ દર્શાવી. અંગદાનની સહમતિ દર્શાવતા ડૉ. પુંજીકા અને તેમની સમગ્ર ટીમ બ્રેઇનડેડ કિસનભાઇને રીટ્રાઇવલ રૂમમાં લઇ ગયા. જ્યાં અંદાજીત ૫ થી ૬ કલાકની ભારે જહેમતના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. બંને કિડનીને સિવિલ મેડિસીટીની જ કિડની હોસ્પિટલમાં દાખલ દર્દીમાં જ્યારે લીવરને ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, અંગદાનની સમગ્ર પ્રક્રિયાનુ પ્રાથમિક સોપાન પરિવારજનોનું કાઉન્સેલીંગ અને તેમની સહમતિ છે. જેના વિશે વધુમાં ડૉ. પુંજીકા કહે છે કે, છેલ્લા એક વર્ષથી સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞના પરિણામે આજે સમગ્ર રાજ્યમાં અંગદાન પ્રત્યે જાગૃકતા પ્રવર્તી છે. આજે અંગોની ખોડખાંપણ અને સમસ્યાથી પીડાઇ રહેલા દર્દીને અંગદાન થકી મળતા અંગોથી પ્રત્યારોપણ દ્વારા નવજીવન મળી રહ્યું છે. આ ક્ષણે તબીબે સમાજના દરેક વર્ગને અંગદાનના સેવાયજ્ઞમાં જોડાઇને વધુમાં વધુ લોકોને નવજીવન આપવા માટે અનુરોધ કર્યો છે.

સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે અંગદાનનો સેવાયજ્ઞ આદરીને સમગ્ર રાજ્ય અને અન્ય રાજ્યો માટે અંગદાન ક્ષેત્રે સારથીની ભૂમિકા અદા કરી છે. રાજ્યની અન્ય હોસ્પિટલ પણ સિવિલ હોસ્પિટલની કાર્યપ્રણાલી થી પ્રેરણા લઇને અંગદાન થકી નવજીવન આપવાની કામગીરીમાં નિષ્ઠાપૂર્વક જોડાઇ છે. સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં થયેલ ૯૫ અંગદાન થકી ૨૯૮ અંગોનું દાન મળ્યું છે. જેને ૨૭૬ જરૂરિયાતમંદ અને પીડિત દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં સફળતા મળી છે.

Follow Us
માંગરોળમાં 22 ઈંચ વરસાદ ખાબકી જતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાાણી-જુઓ Video
માંગરોળમાં 22 ઈંચ વરસાદ ખાબકી જતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાાણી-જુઓ Video
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
g clip-path="url(#clip0_868_265)">