અમદાવાદ(Ahmedabad) ક્રાઇમ બ્રાંચે(Crime Branch) ઝડપેલા કબૂતરબાજી રેકેટ( Illegal immigration) માં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. જેમાં આરોપીઓના ઘરે થી 78 જેટલા પાસપોર્ટ જ્યારે કેટલીક બેંકો ના રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા છે.જેનો ઉપયોગ તેઓ બનાવટી દસ્તાવેજો બનાવવા માટે કરતા હતા સાથે જ દિલ્હી અને મેક્સિકોના એજન્ટો નામ સામે આવ્યા છે.કબૂતરબાજી ના કૌભાંડના પર્દાફાશ કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન મેકલાની શરૂઆત કરી છે.બે દિવસ અગાઉ ક્રાઇમ બ્રાંચે પકડેલ ડુપ્લિકેટ પાસપોર્ટ કૌભાંડમાં આરોપી હરેશ પટેલ ના ઘરે કરતા પોલીસને 78 જેટલા પાસપોર્ટ, 44 આધાર કાર્ડ, 13 ઇલેક્શન કાર્ડ, 23 પાનકાર્ડ સહિત અન્ય કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે..જ્યારે આરોપી રજત ચાવડા પાસેથી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા રાણીપ શાખા, બેંક ઓફ બરોડા ન્યૂ રાણીપ શાખા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા સરઢવ શાખા ગાંધીનગર તેમજ કાવ્યા વિઝા કન્સલ્ટન્સી અમદાવાદના બનાવેલ રબર સ્ટેમ્પ મળી આવ્યા છે.
જેનો ઉપયોગ બોગસ દસ્તાવેજ બનાવવા માટે થતો હતો. જ્યારે આરોપી રાજુ પ્રજાપતિ ના ખોટા નામ રાજેન્દ્ર ભીખાભાઇ પટેલના નામે એક્સિસ બેન્ક માં આવેલ એકાઉન્ટ ની પાસબુક પણ કબજે કરવામાં આવી છે.પોલીસ તપાસમાં એ પણ હકીકત સામે આવી છે કે આરોપીઓ જે બે લોકોને પતિ પત્ની બનાવીને વિદેશ મોકલવાના હતા તેમની સાથે અન્ય બે બાળકોને તેમના જ બાળકો હોવાનું દર્શાવી ને વિદેશ મોકલવાની ફિરાકમાં હતા.આ બંને બાળકો ના મૂળ માતા-પિતા અગાઉ આરોપી હરેશ પટેલ મારફતે અમેરિકા પહોંચ્યા છે.
આરોપી પરેશ પટેલે અત્યાર સુધીમાં ગેરકાયદેસર 28 થી 30 કુટુંબોને અમેરિકા મોકલી ને એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખ રૂપિયા મેળવ્યા હોવાનો ખુલાસો થયો છે..જો કે કબૂતરબાજી રેકેટમાં પાસપોર્ટ કચેરી થી લઈ અનેક સરકારી કર્મચારી સંડોવણી શકા થઈ રહી છે કારણકે આરોપી એજન્ટ હરેશ પટેલના ઘરે થી મળી આવેલ 78 પાસપોર્ટમાં ઓરીજીનલ કે ડુપ્લીકેટ કેટલા છે જેની તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસમાં બહાર આવેલી દિલ્હીના એજન્ટ મેક્સિકોના એજન્ટ સાથે સંપર્કમાં હતા તેઓની શોધખોળ શરૂ કરી છે. જ્યારે હવે પોલીસ દ્વારા અગાઉ એજન્ટ દ્વારા જે લોકોને વિદેશ મોકલી આપવામાં આવ્યા છે તેઓની તપાસ માટે ઇન્ડિયન એમ્બેસી અમેરિકા એમ્બેસી અને ઇન્ટરપોલની મદદ લઈને વધુ તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો : રાણકી વાવ ઐતિહાસિક નજરાણું, ભારતના ભવ્ય વારસાના દર્શન થયા: સીએમ ભૂપેન્દ્ર પટેલ
આ પણ વાંચો : ધોરાજીમાં પ્લાસ્ટિક રિસાઇકલ ઉદ્યોગની કફોડી હાલત, 50 ટકા કારખાના બંધ થતા 7 હજાર લોકો બેકાર બન્યા