AHMEDABAD : ગોતા વોર્ડમાં શહેરનું મોટું અને ચોથા નંબરનું જંગલ બનશે,  65 હજાર વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ થશે
Ahemdabad to get forest, 65000 trees will be planted in Gota ward

AHMEDABAD : ગોતા વોર્ડમાં શહેરનું મોટું અને ચોથા નંબરનું જંગલ બનશે, 65 હજાર વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ થશે

| Edited By: | Updated on: Aug 05, 2021 | 6:39 AM

ગોતામાં 40 હજાર વારના પ્લોટમાં 65 હજાર વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવશે. 8 ઓગસ્ટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી વૃક્ષારોપણની શરૂઆત કરશે.

AHMEDABAD : શહેરમાં વધુ એક જંગલ બનશે . ગોતા વોર્ડમાં શહેરનું મોટું અને ચોથા નંબરનું જંગલ બનવા જઈ રહ્યું છે.સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી સાથે ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળો બનાવવાના પ્રયાસ શરૂ કરાયો છે.જે અંતર્ગત 40 હજાર વારના પ્લોટમાં 65 હજાર વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવશે. 8 ઓગસ્ટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી વૃક્ષારોપણની શરૂઆત કરશે. મિયાવાકી પદ્ધતિ એ જંગલ નિર્માણનો સરળ અને ઝડપી પદ્ધતિ છે. મિયાવાકી પદ્ધતિથી જમીનની ફળદ્રુપતા વધે છે અને જૈવસૃષ્ટિને સંતુલિત થાય છે , આ સાથે જ પક્ષીઓ-જીવજંતુઓ માટે આશ્રયસ્થાન પણ બને છે.

આ પણ વાંચો : AHMEDABAD : મોટેરામાં કારચાલકે બાઈક અને રીક્ષાને ટક્કર મારી, રીક્ષાચાલકનું ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો : Ahmedabad: 584 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્પોટર્સ સંકૂલ બનશે, ભારત સરકારના નાણાં મંત્રાલયે આપી મંજૂરી