Ahmedabad : કાયાકિંગ બોટ રાઈડ કરતો યુવક સાબરમતી નદીમાં ખાબક્યો, રેસ્કયુ ટીમે 40 સેકન્ડમાં બચાવ્યો જીવ

કાયાકિંગની મજા માણતી વખતે યુવક સાબરમતી નદીમાં ખાબકયો હતો. જયાં એજન્સીની રેસ્કયુ ટીમે 40 સેકન્ડમાં યુવકને બહાર કાઢી જીવ બચાવી લીધો હતો. લાઈફ જેકેટ પહેરેલું હોવાથી યુવક બચી ગયો હોવાનું માનવામાં આવે છે. 1 એપ્રિલથી સાબરમતી નદીમાં કાયાકિંગ બોટ રાઈડ શરૂ કરવામાં આવી હતી.

Ahmedabad : કાયાકિંગ બોટ રાઈડ કરતો યુવક સાબરમતી નદીમાં ખાબક્યો, રેસ્કયુ ટીમે 40 સેકન્ડમાં બચાવ્યો જીવ
| Edited By: | Updated on: Apr 06, 2023 | 2:33 PM

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર કાયાકિંગની મજા માણવી યુવકને ભારે પડી છે. કાયાકિંગની મજા માણતી વખતે યુવક સાબરમતી નદીમાં ખાબકયો હતો. જયાં રેસ્કયુ ટીમે 40 સેકન્ડમાં યુવકને બહાર કાઢી જીવ બચાવી લીધો હતો. લાઈફ જેકેટ પહેરેલું હોવાથી યુવક બચી ગયો હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો : Auction Today : અમદાવાદના દસક્રોઇના કુંજાડ ગામમાં પેથાણી માર્કેટમાં પ્લોટની ઇ-હરાજી, જાણો વિગતો

1 એપ્રિલથી સાબરમતી નદીમાં કાયાકિંગ બોટ રાઈડ શરૂ કરવામાં આવી હતી. કાયાકિંગની એક રાઈડના રૂપિયા 600 ટિકિટ છે. જો કે બપોરના સમયે ઓછા લોકો બોટિંગ કરવા આવતા હોવાથી લોકોને આકર્ષવા કાયાકિંગ એજન્સીએ રોજ બપોરે 12થી 1 ફ્રી બોટિંગ શરૂ કર્યું છે. જયાં આ ફ્રી બોટિંગનો લાભ લેવા બુધવારે એક યુવક સિંગલ કાયાકિંગમાં બોટિંગ કરી રહ્યો હતો. ત્યારે બોટ પલટી જતા યુવક નદીમાં પડી ગયો હતો. આ ઘટનાને પગલે કાયાકિંગ બોટિંગની સુરક્ષાને લઈ અનેક સવાલ ઉઠયા છે.

 

કાયાકિંગ એક્ટિવિટીની મજા માણવા પહોંચ્યા લોકો

થોડા દિવસો પહેલા જ રિવરફ્રન્ટ પર નવી એક્ટિવિટી શરૂ થઈ છે. જેમાં રિવરફ્રન્ટ પર કાયકસ બોટ એટલે કે કાયાકિંગ એક્ટિવિટી શરૂ થઈ છે. જે એક્ટિવિટી શરૂ થતાં લોકો પણ તેની મજા માણવા પહોંચી ગયા. કેળા આકારની બોટમાં કાયાકિંગની મજા લેવાનું લોકોએ શરૂ કરી દીધું છે. આ બોટમાં સિંગલ અથવા ડબલ વ્યક્તિ બેસી સવારી કરી શકે છે. બોટિંગ કરનાર લોકોનું માનવું છે કે આ એક્ટિવિટીની તેઓને ખૂબ મજા આવી રહી છે. તેમજ લોકો આવી એક્ટિવિટી માણવા અન્ય શહેર, રાજ્ય કે વિદેશ જતા હોય છે, ત્યારે અમદાવાદમાં આ એક્ટિવિટી શરૂ થતાં લોકોના નાણાં અને સમય બંનેની બચત થઈ રહી છે.

ઓનલાઈન બુકીંગની વ્યવસ્થા

સાબરમતી રિવરફ્રન્ટ પર પાલડી બ્રિજ પાસે આ એક્ટિવિટી 10 બોટ સાથે શરૂ કરાઈ છે. આ અગાઉ વડોદરા અને સુરત ખાતે આ એક્ટિવિટી ચાલી રહી છે. અમદાવાદમાં આવી એક્ટિવિટી નહિ હોવાથી તેની શરૂઆત કરાઈ છે. જેમાં લોકોએ એક્ટિવિટીનો લાભ લેવા કાયાકિંગ સાઇટ પર જઈને ઓનલાઈન બુકીંગ કરાવી શકે છે.

આ પ્રમાણે છે 1 કલાકના ટિકિટના ભાવ

કાયાકિંગના બોટિંગના એક સ્લોટ 50 મિનિટનો હોય છે. જેમાં અલગ- અલગ સમયના ભાવ રાખવામાં આવ્યો છે. સવારે 6 થી 10 વાગ્યાના સ્લોટના ભાવ 600 રુપિયા છે. જ્યારે બપોરે 3 થી 4 વાગ્યાના સ્લોટનો ભાવ 300 રુપિયા છે અને સાંજના 4 થી 7 વાગ્યાના સ્લોટનો ભાવ 600 રુપિયા રાખવામાં આવ્યો છે. પરંતુ લોકોને આકર્ષવા માટે બપોરે 12 થી 1 વાગ્યે નિ:શુલ્ક કાયાકિંગ બોટિંગ શરુ કરવામાં આવ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…