બાળકોના ઉત્સાહ અને આનંદ વચ્ચે શાળાઓ આજથી ચેતનવંતી, ઉનાળું વેકેશન બાદ સાવચેતી સાથે શિક્ષણકાર્યનો થયો પ્રારંભ

|

Jun 13, 2022 | 8:34 AM

ઉનાળું  વેકેશન(Summer vacation)બાદ આજથી શાળાઓ ખૂલી રહી છે. ત્યારે કોરોનાના (Corona)વધતા કેસને પગલે શાળાનોને ખાસ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે.

બાળકોના ઉત્સાહ અને આનંદ વચ્ચે શાળાઓ આજથી ચેતનવંતી, ઉનાળું વેકેશન બાદ સાવચેતી સાથે શિક્ષણકાર્યનો થયો પ્રારંભ

Follow us on

ઉનાળું વેકેશન(Summer vacation) પૂર્ણ થતા આજથી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે.  35 દિવસના  વેકેશન બાદ  બંધ શાળાઓ આજથી બાળકો અને વિદ્યાર્થીઓની કિલકારીઓથી ગૂંજી ઉઠી હતી. જોકે રાજ્યમાં એક તરફ કોરોનાના (Corona)કેસ વધ્યા છે અને કોરોનાના વધતા કેસ વચ્ચે સાવધાની સાથે ફરી એક વાર રાજયની શાળાઓ  શરૂઆત કરવામાં આવી છે.

 શાળા તંત્ર  વિદ્યાર્થીઓને આવકારવા તૈયાર

આજે સવારથી  શાળાઓમાં નવા સત્રની શરૂઆત થઈ હતી.    શહેરની અંદાજે 1800 શાળાઓમાં આજથી ફરી શિક્ષણકાર્ય શરૂ થયું હતું. ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને આવકારવામાં આવ્યા હતા તો વિદ્યાર્થીઓએ પણ  શિક્ષકોના આશીર્વાદ લઇને અભ્યાસની શરૂઆત કરી હતી. શાળા શરૂ થા બાદ  ખાસ કરીને  કોરોના ગાઇડ લાઇનનું પાલન  કરવા અંગે  સૂચના આપવામાં આવી હતી.

શરદી ખાંસી હોય તો બાળકોને ઘરે રહેવા શાળાની સૂચના

બપોરની શાળાઓમાં પણ  શાળાનું તંત્ર બાળકોને આવકારવા તૈયાર છે તો સાથે સાથે કોરોના અંગે સાવચેતી રાખવાની શાળાના સ્ટાફ તેમજ વાલીઓને પણ સૂચના આપવામાં આવી છે. શાળા તંત્ર દ્વારા વાલીઓને સૂચના આપવામાં આવી છે કે નાના બાળકો શરદી ખાંસી કે વાઇરલ ઇન્ફેક્શન ધરાવે છે તે ઘરે જ રહે. બદલાતી સિઝનમાં બાળકો શરદી ખાંસી કે તાવથી અસરગ્રસ્ત છે તેઓને ઘરે જ રહેવા તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે

આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

જોકે લાંબા સમયથી ઘરે રહેલા બાળકો શાળાએ જવા માટે આતુર છે વધતા કોરોનાના કેસને પગલે કોરોનાની તમામ ગાઇડલાઇના પાલન સાથે શાળાઓમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવામાં આવશે. શિક્ષકોને પણ તે અંગે સૂચના આપી દેવામાં આવી છે.

 

Next Article