AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JAMNAGAR : બ્રેઇનડેડ પિતાના અંગોનું દાન કરીને પુત્રએ પિતાની યાદોને ચિરસ્મરણીય બનાવી

ORGAN DONATE : જામનગરના હિતેશભાઈ દાવડા બ્રેઇનડેડ થતા પરિવારે અંગદાન કર્યુ. હિતેશભાઇ દાવડાની બે કિડની, એક લીવર અને એક ફેફસાને જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરાશે.

JAMNAGAR : બ્રેઇનડેડ પિતાના અંગોનું દાન કરીને પુત્રએ પિતાની યાદોને ચિરસ્મરણીય બનાવી
After Hiteshbhai Davda of Jamnagar was brain dead, his family donated organs in ahmedabad
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 7:25 PM
Share

જામનગરના હિતેશભાઈ દાવડા બ્રેઇનડેડ થતા પરિવારે અંગદાન કર્યું

જામનગરના હિતેશભાઇ દાવડાની બે કિડની, એક લીવર અને એક ફેફસાને જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરાશે

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 1 વર્ષમાં અને 25અંગદાન

કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 25 અંગદાનમાં મળેલા 86 અંગો દ્વારા 72 લોકોનું જીવન સુધર્યું – સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી

AHMEDABAD : ભારતીય સંસ્કૃતિમા દાનનો મહિમાં અનેરો રહ્યો છે. પૌરાણિક કાળમાં વિવિધ દાનવીરો, ભામાષાઓ દ્વારા તન, મન અને ધનથી દાન કરવામાં આવતું. ઇતિહાસના પન્ના પલટાવીને જોઇએ તો દાદા મેકરણ, ચીનુભાઇ બેરોનેટ કે પછી વિનોબા ભાવે દ્વારા કરવામાં આવેલા દાન અથવા દાનની ચળવળે તેમને ઇતિહાસના પાનામાં અમર બનાવી દીધા છે.

આપણા ધર્મ, સમાજ અને સંસ્કૃતિ પણ દાન સાથે જોડાયેલા છે. ધર્મ દાનનો મહિમા સમજાવે જ્યારે સમાજ સુપાત્ર એટલે કે યોગ્ય વ્યક્તિને દાન કરવાનું અને સંસ્કૃતિ દાન આપતા શીખવાડે છે. સંપત્તિના દાન, કોઇ વસ્તુના દાન કરતા પણ પ્રવર્તમાન સમયમાં અંગદાનનું મહત્વ વધુ પ્રસ્તુત છે. છેલ્લા ઘણાંય વર્ષોથી શરીરમાં રહેલા કોઇક અંગની ક્ષતિથી પીડાતા વ્યક્તિને અંગોના દાન થકી ઉગારવા તેનાથી પૂણ્યનું કામ વળી બીજું કોઇ હોઇ શકે ખરુ ??

જામનગરના 44 વર્ષીય હિતેશભાઇ દાવડાના પરિવારજનોએ પણ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે હિતેશભાઇ દાવડાના અંગોનું દાન કરી અન્યોના જીવનમાં ઉજાસ પાથર્યો છે. અંગદાનની વિગત જોઇએ તો, જામનગરના 44 વર્ષીય હિતેશભાઇ દાવડા સતત 3 દિવસથી માથામાં અતિગંભીર દુ:ખાવાની તકલીફથી પીડાઇ રહ્યા હતા.

6 ડ઼િસેમ્બરના રોજ ઘરમાં એકાએક ઢળી પડતા જામનગરની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા. ત્યાંના તબીબોને પરિસ્થિતિ અતિગંભીર જણાતા હિતેશભાઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા જણાવવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે 20 મી ડિસેમ્બરના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા.

હિતેશભાઇને બ્રેઇનડેડ જાહેર કરાતા SOTTOની ટીમ દ્વારા તેમના પરિવારજનોને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા. પરિવારજનોએ પણ અંગદાનની સંમતિ આપતા બ્રેઇનડેડ હિતેશભાઇના એપ્નીયા ટેસ્ટ કરવામાં આવ્યા. જે જરૂરી માપદંડો પ્રમાણે બંધબેસતા ૨૨ મી ડિસેમ્બરે તેમના અંગોના દાન સ્વીકારવામાં આવ્યા.

હિતેશભાઇના અંગોના દાન માટે ફેફસાની જોડમાંથી એક ફેફસું મળ્યુ. જેને પ્લાસ્ટીક સર્જરી વિભાગની ટીમ અને અંગોના રીટ્રાઇવલની ટીમ દ્વારા ભારે જહેમત ઉપાડી સફળતાપૂર્વક રીટ્રાઇવ કરીને પ્રત્યારોપણ માટે ગ્રીન કોરિડોર મારફતે દિલ્હી મોકલવામાં આવ્યું. જ્યારે તેમની બે કિડની અને એક લિવરને સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા. આમ, હિતેશભાઇના અંગોથી અન્યોના જીવનમાં ઉજાસ પથરાયો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલની SOTTO(State Organ And Tissue Transplant Organisation)ની ટીમે રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળ્યાના એક વર્ષમાં અંગદાનની જનજાગૃતિ સાથે કામગીરીને ઉચ્ચ સ્તરે લઇ જઇ તેમની કર્તવ્યનિષ્ઠા અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં કુલ 25 વ્યક્તિઓના અંગદાનથી મળેલા 86 અંગો થકી 72 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

આ તમામ જરૂરિયાતમંદ વ્યક્તિઓ લાંબા સમયથી શારિરીક પીડામાંથી પસાર થઇ રહ્યા હતા. ઘણાં દર્દીઓ એવા હતા કે દિવસના 24 કલાક માંથી 8 થી 10 કલાક હોસ્પિટલમાં પસાર કરીને કિડની અને લીવર તેમજ હ્યદયની સારવાર કરાવતા હતા.જેમને સિવિલ હોસ્પિટલમાં થયેલ અંગદાન થકી મળેલા અંગોથી દર્દીઓના જીવનમાં ઉજાસ પથરાયો છે.

સિવિલ હોસ્પિટલમાં મળેલા અંગોના દાનની વિગતો જોઇએ તો અત્યાર સુધીમાં 25 વ્યક્તિઓના અંગોમાં 23 લીવર, 42 કિડની, 5 સ્વાદુપિંડ, 5 હ્યદય, 2 હાથ અને 5 જોડ ફેફસાના અંગોનું દાન મળ્યું છે. તેની સાથો સાથ 40 આંખોનું પણ દાન મેળવવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો : JUNAGADH : ધરમપુર ગ્રામ પંચાયતમાં 21 વર્ષની યુવતી બની સરપંચ, કોંગ્રેસ પ્રમુખના પત્નીને હરાવ્યા

કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
g clip-path="url(#clip0_868_265)">