JUNAGADH : ધરમપુર ગ્રામ પંચાયતમાં 21 વર્ષની યુવતી બની સરપંચ, કોંગ્રેસ પ્રમુખના પત્નીને હરાવ્યા

21 વર્ષિય દર્શના દેવાયત વાઢેરની સરપંચ પદે જીત થઇ છે..21 વર્ષના યુવા સરપંચ પર ગ્રામજનોએ જીતનો કળશ ઢોળ્યો છે.કોંગ્રેસ પ્રમુખના પત્નીને હરાવીને દર્શના દેવાયત વાઢેર યુવા સરપંચ બન્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 7:08 PM

JUNAGADH : જૂનાગઢના માળીયા હાટીના તાલુકાની ધરમપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. 21 વર્ષિય દર્શના દેવાયત વાઢેરની સરપંચ પદે જીત થઇ છે.. 21 વર્ષના યુવા સરપંચ પર ગ્રામજનોએ જીતનો કળશ ઢોળ્યો છે.કોંગ્રેસ પ્રમુખના પત્નીને હરાવીને દર્શના દેવાયત વાઢેર યુવા સરપંચ બન્યા છે. 256 મતની લડી સાથે તેઓ વિજેતા થયા છે. તેમણે ગ્રામજનોનો આભાર માન્યો છે.. સાથે જ ગામના વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપી અને ગામના સર્વાગિ વિકાસની વાત પણ કરી છે.

જૂનાગઢની અન્ય ગ્રામ પંચાયતોની વાત કરીએ તો જૂનાગઢના માંગરોળના ધારાસભ્ય બાબુ વાજાના પુત્રવધુનો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કારમો પરાજય થયો.ગડુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બાબુ વાજાના પુત્ર રમેશ વાજાના પત્ની હારી ગયા હતા. એક સામાન્ય માણસ બાબુ મોકરિયાના ધર્મપત્નીનો 430 મતે વિજય થયો હતો. કાર્યકરોએ ગુલાલની છોળો ઉડાડી વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા હતા.

તો જૂનાગઢના શાપુર ગામમાં ફળદુ પરિવારનો દબદબો અકબંધ રહ્યો. શાપુરના સરપંચ પદે ટીનું ફળદુનો 2100 મતની લીડથી ભવ્ય વિજય થયો. શાપુર ગામમાં 45 વર્ષથી એક જ પરિવારના સરપંચ ચૂંટાઈ આવે છે.સરપંચ પદે ચૂંટાયેલા ટીનું ફળદુ અને અન્ય સભ્યોનું ગ્રામજનોએ ફૂલહારથી સ્વાગત કર્યું.તો વિજય ઉત્સવમાં ડીજેના તાલે પાંચ હજાર ગ્રામજનો જોડાયા હતા.

આ પણ વાંચો : Gandhinagar: કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણયો, રાજ્યમાં આગામી 26 થી 31 ડિસેમ્બર સુધી “સુશાસન સપ્તાહ”ની ઉજવણી કરાશે

આ પણ વાંચો : SURAT : ગોપીપુરામાં અશાંત ધારો ભંગના આરોપના કેસમાં નવો વળાંક, જાણો શું કહ્યું પોલીસે

Follow Us:
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">