Adani ગ્રુપની સ્પષ્ટતા, 5G સ્પેકટ્રમની બીડમાં સામેલ પણ ગ્રાહક મોબોલિટી ક્ષેત્રમાં દાખલ નહિ થાય
અદાણી ગ્રુપે(Adani) 5 જી સ્પેકટ્રમમાં (5G Spectrum) હિત અંગે થઇ રહેલી પૂછપરછ બાબતે સ્પષ્ટતા કરી છે. તેમજ જણાવ્યું છે કે ગ્રુપનો ઇરાદો ગ્રાહક મોબીલીટી(Custmor Mobility) ક્ષેત્રમાં દાખલ થવાનો નથી.

અદાણી ગ્રુપે(Adani) 5 જી સ્પેકટ્રમમાં (5G Spectrum) હિત અંગે થઇ રહેલી પૂછપરછ બાબતે સ્પષ્ટતા કરી છે. તેમજ જણાવ્યું છે કે ગ્રુપનો ઇરાદો ગ્રાહક મોબીલીટી(Custmor Mobility) ક્ષેત્રમાં દાખલ થવાનો નથી. ભારત નેક્સટ જનરેશન 5 જી સેવાઓ જાહેર લિલામી મારફત ખુલ્લી મૂકવા તૈયારીઓ કરી રહ્યું છે. આ ખુલ્લી બિડીંગ પ્રક્રિયામાં અનેક અરજદારો પૈકીના અમે એક છીએ. તેમજ એરપોર્ટ, પોર્ટસ અને લોજીસ્ટીક્સ, પાવર જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને વિવિધ ઉત્પાદન કામગીરીઓ સહિતના ક્ષેત્રમાં વધુ સાયબર સિક્યોરીટી સાથે પ્રાઈવેટ નેટવર્ક સોલ્યુશન્સ પુરું પાડવા અમે 5 જી બિડીંગમાં ભાગ લઇ રહ્યા છીએ.
આત્મ નિર્ભર ભારતને પીઠબળ આપવાનો ધ્યેય
જો ઓપન બિડીંગમાં અમોને 5 જી સ્પેકટ્રમની ફાળવણી થશે તો અમે અદાણી ફાઉન્ડેશનના ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય સંભાળ અને કૌશલ્ય વિકાસના વ્યાપને વધારવા કરેલી જાહેરાતને 5 જી ટેકનોલોજીથી ફાયદો થશે. વધુમા અમે સુપર એપ્સ, અદ્યતન ડેટા સેન્ટર્સ તેમજ ઈન્ડસ્ટ્રી કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર્સનું નિર્માણ કર્યુ છે ત્યારે અમારા સમગ્ર વ્યવસાયોમાં હાઇ ફ્રિકવન્સી અને લો લેટન્સી 5 જી નેટવર્ક મારફત અલ્ટ્રા હાઇ ક્વોલીટી ડેટા સ્ટ્રીમિંગની ક્ષમતાની જરુર પડશે.અદાણી ગ્રુપે વધુમાં જણાવ્યું છે કે રાષ્ટ્ર નિર્માણની અમારી ફિલોસોફી અને આત્મ નિર્ભર ભારતને પીઠબળ આપવાના અમારા ધ્યેય સાથે સંલગ્ન છે.