બોલિવુડની જાણીતી અભિનેત્રી પાયલ રોહતગીની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે. પાયલે સેટેલાઇટની સુંદર એપિટોમ સોસાયટીના ચેરમેનને ધમકી આપવા મામલે તેમના વિરૂદ્ધ દાખલ થયેલી ફરિયાદ રદ કરવાની માગણી કરી છે. જો કે FIR રદ કરવી કે નહીં તે અંગે કોર્ટ નિર્ણય લેશે. ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલે સોગંદનામુ કરવા આદેશ કર્યો છે.
આ પહેલા બોલિવૂડની અભિનેત્રી પાયલ રોહતગીએ અમદાવાદના સેટેલાઈટ પોલીસ મથકે નોંધાયેલી FIR રદ કરવા કોર્ટમાં માફી માગી લીધી છે. અભિનેત્રીએ કેસમાંથી રાહત મેળવવા તેમજ કેસ રદ કરવા કોર્ટ સમક્ષ આંસુ સાર્યા છે. જો કે FIR રદ કરવી કે નહીં તે અંગે કોર્ટ દ્વારા જ નિર્ણય લેવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલે સોગંદનામુ કરવા આદેશ કર્યો છે. પાયલ રોહતગીના કેસમાં શનિવારે વધુ સુનાવણી હાથ ધરાશે.
આ સમગ્ર વિવાદ પર નજર કરીએ તો પાયલ રોહતગીએ અમદાવાદના સેટેલાઈટની સુંદર એપિટોમ સોસાયટીની એક ગ્રૂપ મીટિંગમાં ચેરમેન સાથે અભદ્ર વર્તન કર્યું હતું. પાયલ રોહતગીએ સોસાયટીના વોટ્સએપ ગૃપમાં અશ્વીલ મેસેજ કરી ચેરમેનને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પાયલે મીટિંગ દરમિયાન સભ્યોને ડરાવવા મોબાઈલમાં વીડિયો રેકોર્ડ શરૂ કર્યું હતું. જે અટકાવવાનું કહેતા જ સભ્યો સાથે અપશબ્દો બોલવાનું શરુ કર્યુ હતુ.
જે પછી પાયલ રોહતગીએ સોસાયટીના બાળકો કમ્પાઉન્ડમાં રમશે તો ટાંટિયા ભાાંગી નાખવાની ટ્વિટર પર ધમકી આપી હતી. પાયલ રોહતગીના વીડિયો અને ધમકીથી ડરીને સોસાયટીના બાળકો અને સિનિયર સિટીઝન ઘરની બહાર નિકળતા ડરતા હતા. જે બાદ પાયલ સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…