GILના મહિલા અધિકારીનો કરોડોનો ભ્રષ્ટાચાર! 624 ટકા વધુ મિલકત મળતા ACB એ ગુનો નોંધ્યો

|

Jun 21, 2024 | 6:17 PM

ACB દ્વારા પાંચ વર્ષના ચેક પિરીયડની આવક અને વસાવેલ મિલકત અંગેની તપાસ કરવામાં આવી હતી. જેમાં તેમની પાસે લકઝુરીયસ કાર અને પેન્ટહાઉસ હોવાનું સામે આવ્યું છે. જે તમામ વિગતો સાથે ACBએ કાર્યવાહી હાથ ધરી છે અને ગાંધીનગર ACB પીઆઈ એમએમ સોલંકીને તપાસ સોંપવામાં આવી છે.

GILના મહિલા અધિકારીનો કરોડોનો ભ્રષ્ટાચાર! 624 ટકા વધુ મિલકત મળતા ACB એ ગુનો નોંધ્યો
ACBએ હાથ ધરી તપાસ

Follow us on

રાજ્યમાં ભ્રષ્ટ સરકારી અધિકારીઓ સામે ACBએ કાર્યવાહી હાથ ધરી છે. આવી જ રીતે ACB દ્વારા ગુજરાત ઈન્ફોર્મેટીક્સ લિમીટેડના તત્કાલીન એક્ઝિક્યુટીવ એકાઉન્ટન્ટ રુચિ ભાવસાર અપ્રમાણસર મિલકત ધરાવતા હોવાને લઈ ગુનો નોંધવામાં આવ્યો છે. રુચિ ભાવસાર પાસે આવકના પ્રમાણમાં 624 ટકા વધુની મિલક્તો હોવાને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ACB દ્વારા પાંચ વર્ષના ચેક પિરીયડની આવક અને વસાવેલ મિલકત અંગેની તપાસ કરવામાં આવી હતી. જેમાં તેમની પાસે લક્ઝુરિયર્સ કાર અને પેન્ટહાઉસ હોવાનું સામે આવ્યું છે. જે તમામ વિગતો સાથે ACBએ કાર્યવાહી હાથ ધરી છે અને ગાંધીનગર ACB પીઆઈ એમએમ સોલંકીને તપાસ સોંપવામાં આવી છે.

આવકના પ્રમાણમાં અધધ આવક

પ્રાથમિક તપાસ ACBના પોલીસ ઈન્સપેક્ટર ડીબી મહેતા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન તેઓએ સુનિશ્ચિત ચેક પિરીયડ દરમિયાન કર્યો હતો. જે વર્ષ 2017 થી વર્ષ 2022ના મે માસના અંત સુધીનો હતો.

ભારતમાં આવ્યુ છે એક એવુ ગામ જ્યાં બોલાય છે માત્ર સંસ્કૃત ભાષા
Islamic Rules : મુસ્લિમોમાં કયા કાર્યોને પાપ માનવામાં આવે છે? જાણો
Ganesh Puja : ભગવાન ગણેશને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ? જાણી લો
આયોડીનની ઉણપથી કયા રોગો થાય છે?
ભારતનો સૌથી મોંઘો કોમેડિયન રજનીકાંતથી પણ વધારે પૈસાદાર છે , જુઓ ફોટો
One Day Marriage : અહીં ફક્ત એક દિવસ માટે થાય છે લગ્ન ! બીજા દિવસે પતિ-પત્ની અલગ

એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ રુચિ જૈમિનભાઈ ભાવસાર અને તેમના આશ્રિતોની મિલકત અને રોકાણની તપાસ હાથ ધરાઈ હતી. જેમાં બેંક ખાતા, મિલકત સંબંધી દસ્તાવેજ અને તેના પુરાવાઓ તથા વિવિધ સરકારીઓમાંથી તેમના રોકાણ સંબંધીત માહિતિ એકઠી કરવામાં આવી હતી. જેમાં તેઓ દ્વારા ભ્રષ્ટ રીત રસમ અપનાવીને મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યાનું સામે આવ્યું છે. જેમાં તેઓ પાસે આવકના પ્રમાણમાં 624 ટકા જેટલી વધારે મિલકત હોવાનું સામે આવ્યું છે.

ACBએ નોંધ્યો ગુનો

જાહેરસેવકના હોદ્દાનો દુરુપયોગ કરીને તેઓે પૈસાની મેળવીને મોટા રોકાણ કર્યા છે. જેમાં તેઓની આવક 65 લાખ 31 હજારની સામે 4 કરોડ 73 લાખ 15 હજાર કરતા વધુની સ્થાવર અને જંગમ મિલકત ધરાવે છે. આમ તેઓ આવકના પ્રમાણમાં 4 કરોડ 7 લાખ 83 હજાર કરતા વધારેની રકમની વધુ મિલક્ત ધરાવે છે.

જેમાં તેઓ પાસે ગાંધીનગરના સરગાસણમાં આવેલ સિદ્ધરાજ ઝેડ પ્લસમાં બે પેન્ટહાઉસ હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગાંધીનગરના કોબામાં મનોરમ્ય રીટ્રીટ સોસાયટીમાં રહેણાંક પ્લોટ 375 ચોરસ વારનો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત તપાસ દરમિયાન બ્લેક અને સિલ્વર એમ બે સ્કોડા કાર તથા હ્યન્ડાઈની કંપનીની કાર હોવાનું ખૂલ્યું હતું.

આ પણ વાંચો:  T20 વિશ્વકપમાં બેટર સાથે મેદાન પર ઝઘડી પડનારા બોલરને ICCની આકરી સજા, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:17 pm, Fri, 21 June 24

Next Article