Ahmedabad: ખાડિયાની યુવતીએ અઢી દિવસમાં નેપાળ સુધી 1700 કિલોમીટરની બાઈક રાઈડ કરી, જાણો કોણ છે આ યુવતી?

|

May 23, 2022 | 11:48 PM

યુવતીનો આ પ્રયાસ કંઈક અલગ કરવાનો હતો.  તેમજ મહિલાઓની ઈચ્છા શક્તિને ઓળખવાનો પણ હતો. જેથી અન્ય મહિલાઓની હિંમત વધે, તેઓ પણ કંઈક અલગ કરી બતાવે. જેથી પોતાની સાથે પરિવાર, શહેર અને રાજ્યનું નામ રોશન થાય.

Ahmedabad: ખાડિયાની યુવતીએ અઢી દિવસમાં નેપાળ સુધી 1700 કિલોમીટરની બાઈક રાઈડ કરી, જાણો કોણ છે આ યુવતી?
Girl from Ahmedabad ride a bike 1700 km to Nepal

Follow us on

તમને માનવામાં આવે કે કોઈ યુવતી અઢી દિવસમાં 1700 કિલોમીટરની યાત્રા કરી અમદાવાદથી નેપાળ (Nepal) પહોંચી શકે અને તે પણ બાઇક પર. નહિ ને! પણ આ વાત છે અમદાવાદ (Ahmedabad) ના ખાડિયામાં રહેતી યુવતીની. જેણે આ કાર્ય કરી બતાવ્યું છે. ખાડિયા વિસ્તારમાં આવેલ ધોબીની ચાલીમાં રહેતી અને ખાનગી કોલેજ (College) માં પ્રોફેસર તરીકે નોકરી કરતી ફોરમ ચુડાસમાએ કંઈક અલગ કરી બતાવ્યું છે. તેણે માત્ર અઢી દિવસમાં અમદાવાદથી નેપાળ 1700 કિલો મીટરની બાઇક રાઈડ કરીને યાત્રા કરી છે અને પોતાનો સંકલ્પ પૂર્ણ કરીને પોતાનું તેમજ  પરિવારનું નામ પણ રોશન કર્યું છે. જે યાત્રા દરમિયાન તેણે થયેલા અનુભવો પણ જણાવ્યા હતા.

ફોરમે જણાવ્યું કે તેને પહેલેથી ફરવાનો અને કંઈક નવું ચેલેન્જિંગ કરવાનો શોખ છે. જેથી ફોરમે 2019 બાઇક રાઈડની શરૂઆત કરી. અને ત્યારથી લઈને તેણે 4 વર્ષમાં નેપાળ સહિત 10 બાઇક રાઈડ કરી છે. જેમાં તેના માટે સૌથી વધુ અઘરી રાઈડ લેહ લદાખની હતી. જે તેણે 16 ઓગસ્ટ 2021 ના રોજથી 1200 કિલો મીટર ફરી 7 દિવસમાં પૂર્ણ કરી હતી. આ રાઈડ પહેલા તેને એક ગ્રુપે મહિલા છે રાઈડ ન કરી શકે તેવા શબ્દો કહ્યા અને તે લાગી આવ્યું. તેણે ઘરે આવીને જાણ કરી અને તેણે લેહ લદાખની રાઈડ કરવા તૈયારી શરૂ કરી. જેમાં તેના પિતા ધર્મેન્દ્ર ચુડાસમાએ પણ હા પુરી અને પોતે સાથે ગયા અને પિતા પુત્રીએ સાથે જ બાઇક રાઈડ કરી આનંદ માણી નવો અનુભવ મેળવ્યો.


આ બાઇક રાઈડ પાછળ ફોરમે તેના પરિવારના સપોર્ટને શ્રેય આપ્યો. તો આ રાઈડ દરમિયાન ફોરમની માતાને તેની ચિંતા પણ હતી. જોકે ફોરમની માતાએ તેને દીકરી નહિ પણ દીકરી સ્વરૂપે દીકરો આપ્યો છે ભગવાને તેમ મન મનાવી ચિંતા મુક્ત બની. અને આ જ વિશ્વાસે ફોરમના મનોબળમાં વધારો કર્યો અને આજે તેણે આ સિદ્ધિ હાંસલ કરી.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

ફોરમ ચુડાસમાનો આ પ્રયાસ કંઈક અલગ કરવાનો હતો.  તેમજ મહિલાઓની ઈચ્છા શક્તિને ઓળખવાનો પણ હતો. જેથી અન્ય મહિલાઓની હિંમત વધે, તેઓ પણ કંઈક અલગ કરી બતાવે. જેથી પોતાની સાથે પરિવાર, શહેર અને રાજ્યનું નામ રોશન થાય.

ફોરમે કરેલી બાઇક રાઈડ. ( એક તરફ જવાના કિલો મીટર ગણવા… )

  1. પહેલી રાઈડ 13 ઓક્ટોબર 2020 સોમનાથ. 350 કિમિ. 2 દિવસ
  2. બીજી રાઈડ 27 ઓક્ટોબર 2020. પોલો ફોરેસ્ટ અંબાજી. 250 કિમિ. એક દિવસ
  3. ત્રીજી રાઈડ 11 નવેમ્બર 2020. માઉન્ટ આબુ. 250 કિમિ. ત્રણ દિવસ
  4. ચોથી રાઈડ 7 ડિસેમ્બર 2020. ઊંઝા. 110 કિમિ એક દિવસ
  5. પાંચમી રાઈડ 24 ડિસેમ્બર 2020. ઝાંઝરી. 80 કિમિ એક દિવસ
  6. છઠી રાઈડ 25 જાન્યુઆરી 2021. અડાલજ વાવ 50 કિમિ એક દિવસ
  7. સાતમી રાઈડ 6 માર્ચ 2021 મનાલી ટુ કુલ્લુ. 150 કિમિ એક દિવસ. ભાડે બાઇક લીધું
  8. આઠમી રાઈડ. 25 જૂન 2021. સપ્ટેશ્વર મહાદેવ. 120 કિમિ. એક દિવસ
  9. નવમી રાઈડ 16 ઓગસ્ટ 2021. લદાખ. 1200 કિમિ. પિતા સાથે રાઈડ કરી. 7 દિવસે પહોંચ્યા.
  10. એકલિંગજી. શ્રીનાથજી. ઉદયપુર. બકાનેર. અમરીતસર. પટની ટોપ. શ્રીનગર. કારગિલ. લેહ લદાખ
  11. 10 મી રાઈડ. 3 મે 2022. નેપાળ. 1700 કિમિ. અઢી દિવસમાં પહોંચ્યા. પિતા સાથે રાઈડ.

Published On - 11:25 pm, Mon, 23 May 22

Next Article