અમદાવાદ: પત્રકાર હત્યા કેસમાં નવો વળાંક, 2 લાખની સોપારી આપી હોવાનું ખૂલ્યુ

|

Jun 08, 2024 | 3:40 PM

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં ખુલાસો થયો છે કે, પત્રકાર મનીષ શાહની પત્ની સાથે સંબંધ રાખનાર આરોપીના ભાઈએ જ સોપારી હતી અને તેની પર હુમલો કરાવ્યો હતો. અગાઉ પણ વટવામાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

અમદાવાદ: પત્રકાર હત્યા કેસમાં નવો વળાંક, 2 લાખની સોપારી આપી હોવાનું ખૂલ્યુ
ચાર આરોપી ઝડપાયા

Follow us on

અમદાવાદમાં પત્રકારની હત્યાની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ચાર આરોપીઓને ઝડપી લઈને તપાસ શરુ કરી છે. જેમાં ખુલાસો સામે આવ્યો છે. મૃતકની પત્ની અને મુખ્ય આરોપીના ભાઈ વચ્ચે સંબંધો હતા. જેની અદાવત હોવાને લઈ હત્યા કરવામાં આવી હતી. આ માટે આરોપી શક્તિસિંહ દ્વારા સોપારી આપવામાં આવી હતી.

ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી લઈને પૂછપરછ હાથ ધરતા જ ખુલાસાઓ સામે આવ્યા છે. જેમાં મૃતકની પત્ની અને આરોપીના ભાઈ વચ્ચે અનૈતિક સંબંધો હતા. જેને લઈને સોપારી આપીને પ્રેમિકાના પતિને બેરહેમ માર મારવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો.

હત્યા માટે સોપારી આપી

મહિપાલસિંહ, આકાશ ઉર્ફે અક્કુ, અનિકેત ઓડ અને વિકાસ ઉર્ફે વિકુ ઓડની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓને ફરાર આરોપી શક્તિસિંહ દ્વારા સોપારી આપવામાં આવી હતી. શક્તિસિંહને મુખ્ય આરોપી મહિપાલસિંહે 2 લાખ આપીને મનીષ શાહને સબક શીખવાડવા અને હાથ પગ તોડવા માટે સોપારી આપવામાં આવી હતી. ગત 1 જૂનના રોજ રિવરફ્રન્ટ ઉપર મનીષભાઈ જઈ રહ્યા હતા ત્યારે આરોપી વિકાસ દ્વારા હુમલો કરી ફરાર થઈ ગયો હતો. જોકે સારવાર દરમિયાન મનિષભાઈ નું મોત નિપજ્યું હતુ.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

માહિતી પ્રમાણે આરોપી મહિપાલસિંહના ભાઈ યુવરાજસિંહ અને મરનારની પત્ની વચ્ચે અનૈતિક સંબંધ હતો. આ અંગેની ફરિયાદ પણ યુવરાજસિંહ સામે 2021 માં વટવામાં નોંધાઈ હતી. ત્યાર બાદ જામીન ઉપર બહાર આવ્યા બાદ વટવામાં ન આવવા આદેશ આપવામાં આવેલ. તેમ છતાં મનીષ શાહ દ્વારા મહિપાલ સામે પણ ફરિયાદ કરતો હતો.

તેને લઈ સબક શીખવાડવા મહિપાલસિંહ દ્વારા શક્તિસિંહને બોલાવીને 2 લાખમાં સોપારી આપવામાં આવી હતી. ત્યાર બાદ મહિપાલ અને શક્તિસિંહ ભેગા મળીને આકાશ, અનિકેત અને વિકાસ સાથે મુલાકાત કરી શક્તિ સિંહે 1.20 લાખમાં આગળ સોપારી હતી. જેમાં બધાના ભાગે અલગ અલગ રકમ આવી અને એ જ દિવસે રકમ આપવી દેવામાં આવેલ.નોંધનીય છે કે અનિકેત અને વિકાસ હત્યામાં બીજી બાજુ આકાશ હત્યાની કોશિશમાં અગાઉ પકડાઈ ચૂક્યા છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ શક્તિસિંહને પકડવા કાર્યવાહી શરૂ કરી છે.

 

 

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article