અમદાવાદના રસ્તા પર દોડશે 60 નવી ઇલેક્ટ્રિક BRTS બસો, ચાર નવા રુટ શરૂ કરાયા

|

Dec 02, 2021 | 11:44 PM

અમદાવાદ (Ahmedabad) શહેરના રસ્તા પર વધુ ઇલેક્ટ્રિક બીઆરટીએસ (BRTS) બસ દોડશે . જેમાં હવે BRTS કોરિડોર વિના જ શહેરના જનરલ ટ્રાફિકમાં BRTS દોડશે.અમદાવાદમાં BRTSની બસોમાં વધારો થશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા 100 કરોડના ખર્ચે 60 નવી ઇલેક્ટ્રિક BRTS બસો ખરીદવામાં આવી છે. આ 60 નવી બસોની સાથે BRTSના ચાર નવા રૂટ આવતીકાલથી શરૂ થશે.જેમાં વાસણાથી હંસપુરા […]

અમદાવાદ (Ahmedabad) શહેરના રસ્તા પર વધુ ઇલેક્ટ્રિક બીઆરટીએસ (BRTS) બસ દોડશે . જેમાં હવે BRTS કોરિડોર વિના જ શહેરના જનરલ ટ્રાફિકમાં BRTS દોડશે.અમદાવાદમાં BRTSની બસોમાં વધારો થશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા 100 કરોડના ખર્ચે 60 નવી ઇલેક્ટ્રિક BRTS બસો ખરીદવામાં આવી છે.

આ 60 નવી બસોની સાથે BRTSના ચાર નવા રૂટ આવતીકાલથી શરૂ થશે.જેમાં વાસણાથી હંસપુરા (નરોડા), નેહરુનગરથી સાઉથ બોપલ, નેહરુનગરથી સાણંદ સર્કલ અને મણિનગરથી એરપોર્ટના નવા રૂટ શરૂ થશે.BRTS કોરિડોર વિના જ જનરલ ટ્રાફિકમાં BRTS દોડશે.લોકોને નવા ઉમેરાયેલા વિસ્તારમાં પરિવહન માટે વિકલ્પ મળે તે માટે નવી બસો અને નવા રૂટ શરૂ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે, શહેરના લોકો વધુ સંખ્યામાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તે દિશામાં અમદાવાદ મહાનગર પાલિકાએ પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં બીઆરટીએસને હવે મિક્સ ટ્રાફિકમાં પણ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેવા સમયે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસના મુસાફરો માટે માસિક ત્રિમાસિક પાસ યોજના શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી જનમિત્ર કાર્ડ આપવામાં આવતા હતા. જેમાં બેલેન્સ કરાવી મુસાફરો મુસાફરી કરતા હતા. જોકે હવે AMTSની જેમ બીઆરટીએસમાં પણ માસિક ત્રિમાસિક પાસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જેના કારણે મુસાફરોને વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. તેમજ નિશ્ચિત રકમ ભરવાથી એક મહિના અને ત્રણ મહિના સુધી મુસાફર અનલિમિટેડ મુસાફરી કરી શકશે..

આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય દળની શુક્રવારે બેઠક, વિપક્ષના નવા નેતાના નામની જાહેરાત કરાશે

આ પણ વાંચો :  જામનગરમાં ઓમીક્રોન વેરીએન્ટનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો, સેમ્પલ પુણે લેબમાં મોકલાયા

 

Next Video