રાજયમાં 3 દિવસ હિટવેવની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં સિવિયર હિટવેવ અને અમદાવાદમાં યલો એલર્ટની આગાહી

|

Mar 14, 2022 | 11:33 PM

ગુજરાતીઓએ આગામી ત્રણ-ચાર દિવસ કાળઝાળ ગરમીનો અનુભવ કરવો પડશે. એન્ટિ સાયક્લોનિક સર્ક્યુલેશની અસર હેઠળ ફૂંકાતા ગરમ અને સૂકા પવનોથી ગરમીનું જોર વધશે. અમદાવાદ સહિતના 17 શહેરમાં પારો 38 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.

રાજયમાં 3 દિવસ હિટવેવની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં સિવિયર હિટવેવ અને અમદાવાદમાં યલો એલર્ટની આગાહી
3 day heatwave forecast in the state, severe hitwave in Saurashtra-Kutch and yellow alert forecast in Ahmedabad (ફાઇલ)

Follow us on

રાજ્યમાં ત્રણ દિવસ હિટવેવની આગાહી છે. રાજ્યમાં તાપમાન 2થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિવિયર હિટવેવની આગાહી કરાઈ છે તો અમદાવાદ, પાટણ, બનાસકાંઠામાં પણ ગરમીનો પારો વધવાની શક્યતા છે. હિટવેવને લઈને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો અમદાવાદમાં પણ આવતીકાલથી યલો એલર્ટ જાહેર કરાયું છે.

ગુજરાત (Gujarat)માં ઉનાળાની ગરમી (Heat)ની શરુઆત થઈ ગઈ છે. એટલુ જ નહીં ગુજરાતમાં આગામી ત્રણ-ચાર દિવસ આકરી ગરમી અનુભવાશે. હવામાન વિભાગ (Meteorological Department)ની આગાહી મુજબ હોળી-ધૂળેટીના તહેવાર પહેલા જ ગુજરાતવાસીઓ ગરમીથી તપી જશે.

ગુજરાતીઓએ આગામી ત્રણ-ચાર દિવસ કાળઝાળ ગરમીનો અનુભવ કરવો પડશે. એન્ટિ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ ફૂંકાતા ગરમ અને સૂકા પવનોથી ગરમીનું જોર વધશે. અમદાવાદ સહિતના 17 શહેરમાં પારો 38 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જ્યારે આગામી બે દિવસમાં અમદાવાદ, ડીસા, ભુજ, રાજકોટ, સુરતમાં 40 ડિગ્રી ગરમી પડવાની શક્યતા છે. રાજ્યમાં ગરમ પવનોથી તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ગુજરાતમાં ગરમીના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડીગ્રીને વટાવી જશે. આ વખતે માર્ચ મહિનાથી ગુજરાતીઓને હીટવેવનો સામનો કરવો પડશે. ગુજરાતમાં ઉનાળો દિવસેને દિવસે કાળઝાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. હોળી પહેલા જ રાજ્યમાં ગરમીની જ્વાળાઓ ફેલાઈ છે. ત્યારે રાજ્યમાં આગામી ચાર દિવસ માટે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે.

ગુજરાતમાં સોમવાર એટલે કે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મંગળ અને બુધવાર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3 ડીગ્રીનો વધારો થઈ શકે છે. આગામી બે દિવસમાં જ અમદાવાદમાં ગરમીનો પારો 40 ડીગ્રીથી વધી જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે. ત્યાં બેથી ચાર ડીગ્રી સુધી તાપમાન વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે, જેથી આગામી ચારથી પાંચ દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થઈ શકે છે.

આ પણ વાંચો : કચ્છ : વિજ પ્રશ્નોને લઇ ખેડૂતોનો વિરોધ, નખત્રાણામાં ઢોલ-થાળી વગાડી ખેડૂતોએ ધરણાં કર્યા

આ પણ વાંચો : વડોદરા : સાયકલનું ડોનેશન આપીને મહિલાઓને આર્થિક પગભર કરવાનો પ્રયાસ

Next Article