અમદાવાદમાં દેશની ખ્યાતનામ યુનિવર્સિટી CEPTનો 17મો પદવીદાન સમારોહ યોજાયો. જ્યાં પાંચ વિદ્યા શાખાઓના 600થી વધારે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. સમારોહમાં દેશના અર્થશાસ્ત્રી મોન્ટેકસિંહ અહલુવાલિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને દેશનું પર્યાવરણ સુરક્ષિત રહે એવા ટાઉન પ્લાનર બનવાની સલાહ આપી.
સમારોહમાં CEPTના વિદ્યાર્થીઓ માટે 4 હજારની ક્ષમતાવાળી હોસ્ટેલ બનાવવાની જાહેરાત કરવામાં આવી. અર્થશાસ્ત્રી મોન્ટેકસિંહે જણાવ્યું કે આર્થિક વિકાસ સાથે દેશમાં શહેરીકરણ પણ વધી રહ્યું છે, 2050માં દેશની વસ્તી 700 મિલિયન થશે. ત્યારે મોટા શહેરોમાં વસ્તીગીચતા વધી રહી છે અને એના જ કારણે નાના શહેરો કે જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સારું હોય એનો વિકાસ થવો જરૂરી છે.
આ તકે મીડિયા સાથેની વાતચીતમાં મોન્ટેરસિંહે જણાવ્યુ કે ભારતમાં ‘નોન-મેટ્રો’ શહેરોનો વિસ્તાર કરવાની જરૂર છે. રાજ્ય સરકારોએ રોકાણ અને પ્રતિભાને આકર્ષવા હોય તો ‘રહેવાલાયક’ શહેરો પૂરા પાડવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આપણે ભારતમાં બિન-મેટ્રોપોલિટન અને ટાયર- II શહેરોના વધુ વિસ્તરણ પર ધ્યાન આપવાની જરૂર છે, જે સંપૂર્ણપણે રાજ્ય સરકારોના હાથમાં છે. કેન્દ્ર સરકાર આ દિશામાં થોડું ભંડોળ આપીને મદદ કરી શકે છે, પરંતુ વાસ્તવિક પ્રોત્સાહન રાજ્ય
વધુમાં મોન્ટેકસિંહે જણાવ્યુ કે આપણા મેટ્રોપોલિટન શહેરો ઘણા જ ઓવર ક્રાઉડેડ છે. આથી નાના શહેરોનો વિસ્તાર કરવો પડશે. સિટી પ્લાનર્સે જોવુ પડશે કે હાઉસિંગ સ્કીમ બરાબર હોવી જોઈએ. તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ આધુનિક બનવુ જોઈએ. વધુમાં તેમણે જણાવ્યુ કે મને આશા છે કે સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ટાઉન પ્લાનિંગમાં મદદરૂપ થઈ શકે છે. તેમની પાસે તાલીમ તો છે.
Published On - 11:49 pm, Sat, 21 January 23