Ahmedabad: સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનનો પુરવઠો વિક્ષેપરહિત મળી રહે તે માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી

કોવિડના દર્દીઓની સંખ્યામાં અસાધારણ વૃદ્ધિના પગલે સરકારી હોસ્પિટલમાં ક્ષમતા-વૃદ્ધિ માટેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

Ahmedabad: સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનનો પુરવઠો વિક્ષેપરહિત મળી રહે તે માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Apr 21, 2021 | 9:51 PM

કોવિડના દર્દીઓની સંખ્યામાં અસાધારણ વૃદ્ધિના પગલે સરકારી હોસ્પિટલમાં ક્ષમતા-વૃદ્ધિ માટેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પ્રાણવાયુ (ઓક્સિજન)નો પૂરતો પુરવઠો વિક્ષેપરહિત મળી રહે તે દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ છે. સોલા સિવિલમાં બે મહિના પહેલા જ્યારે કોવિડની સ્થિતિ ગંભીર ન હતી, ત્યારે દૈનિક ધોરણે અંદાજે 50 લાખ લીટર ઓક્સિજનનો વપરાશ થતો હતો, તે વપરાશ આજે વધીને લગભગ બમણો એટલે કે 1 કરોડ લીટરે પહોંચ્યો છે.

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

ત્યારે જિલ્લા વહીવટીતંત્રએ કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે. આ આયોજનના ભાગરુપે 6 ટનની ઓક્સિજન ટેન્ક (ટાંકી) ઈન્સ્ટોલ કરવામાં આવી રહી છે. અગાઉ જ્યારે કોવિડની ગંભીર સ્થિતિ ન હતી, ત્યારે 5 ટનની ક્ષમતાવાળી ટેન્ક રોજ એક વાર જ ભરવી પડતી હતી પણ આજે ઓક્સિજનનો પુરવઠો વધુ જોઈતો હોઈ ઓક્સિજન ટેન્ક દિવસમાં ત્રણથી ચાર વાર ભરવાની ફરજ પડે છે, ત્યારે હવે આ નવી વ્યવસ્થા ઉભી કરવાથી સમયનો બચાવ થશે અને દર્દીને ઓક્સિજનનો જથ્થો વિક્ષેપરહિત મળી શકશે. તેમ જ પૂરતા પ્રેશરથી મળી રહેશે.

નોંધપાત્ર બાબત એ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ હારિત શુક્લાના વડપણ હેઠળ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ઉત્તમ સુવિધાઓ મળી રહે તે માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ નોન-કોવિડ દર્દીઓની પણ ચિંતા કરી તેમને પણ ઓક્સિજનનો પૂરતો પુરવઠો મળી રહે તે માટે તાકીદ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ પણ જિલ્લા વહીવટીતંત્રને દર્દીઓની સુવિધાઓ, ઓક્સિજન સપ્લાય અને દર્દીઓના ભોજન જેવા શ્રેણીબદ્ધ મુદ્દાઓ પર અધિકારીઓને જરુરી દિશા-નિર્દેશ આપ્યા હતા.

આ પણ વાંચો: Morbi: રેમડેસીવીર ઈન્જેક્શનને લઈને ભારે હોબાળો, ટોળું નજીકમાં જ આવેલ કલેકટરના બંગલા પર પહોંચી ગયું

Latest News Updates

ચૂંટણીની આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણીની આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત
નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત
મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ
મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
g clip-path="url(#clip0_868_265)">