Ahmedabad: વિશ્વ ઉમિયાધામ USAની ટીમ 1000 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ગુજરાત મોકલશે

|

May 04, 2021 | 9:46 PM

કોરોનાની બીજી લહેરમાં જ્યારે ગુજરાત સહિત સમગ્ર ભારતની પ્રજા ઝઝુમી રહી છે, ત્યારે રાજ્યની પ્રજા પર આવી પડેલી અણધારી આફતમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદે ગુજરાત સરકારની પડખે રહી માનવ ધર્મ સેવામાં સહયોગી થવાનો સંકલ્પ લીધો છે.   આ કપરા સમયમાં કોરોનાના દર્દીઓ માટે જ્યારે રાજ્યમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને મેડિકલ સાધનોની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. […]

Ahmedabad: વિશ્વ ઉમિયાધામ USAની ટીમ 1000 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ગુજરાત મોકલશે

Follow us on

કોરોનાની બીજી લહેરમાં જ્યારે ગુજરાત સહિત સમગ્ર ભારતની પ્રજા ઝઝુમી રહી છે, ત્યારે રાજ્યની પ્રજા પર આવી પડેલી અણધારી આફતમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદે ગુજરાત સરકારની પડખે રહી માનવ ધર્મ સેવામાં સહયોગી થવાનો સંકલ્પ લીધો છે.

 

આ કપરા સમયમાં કોરોનાના દર્દીઓ માટે જ્યારે રાજ્યમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને મેડિકલ સાધનોની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન -USA અને કેનેડાની ટીમ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં સમાજની વેદનાને વાચા આપવા માટે દિન રાત મહેનત કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

રાજ્યમાં ઉભી થયેલી ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાને લઈ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનન – USA ટીમે 9 કરોડથી વધુના ખર્ચે 1 હજાર ઓક્સિજન કોન્સટ્રેટર ભારત મોકલવાની વ્યવસ્થા કરી છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અમેરિકા અને કેનેડાના દાતાશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓમાં રહેલી વતન પ્રત્યેની અસીમ ભાવના-સંવેદના મદદના સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહી છે. રાજ્યમાં આવી પડેલી આફતમાં સમાજની પડખે ઉભા રહી 1 હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર સાથે 5 વેન્ટિલેટર, 15 બાયપેક અને અન્ય મેડિકલ સાધન ડાયરેક્ટ અમેરિકાથી અમદાવાદ આવી રહ્યા છે.

 

ભારતની સાથે અમેરિકામાં પણ કોરોનાની બીજી લહેરની અસર હોવાથી સંસ્થાના ટ્રસ્ટીઓએ અમેરિકન સરકારના નિયમોને આધીન દર અઠવાડિયે પ્લેન દ્વારા 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મોકલવાની વ્યવસ્થા કરી છે. જે પૈકી સૌ પ્રથમ 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર સહિત 5 વેન્ટિલેટર અને અન્ય મેડિકલ સાધનો 5મે બુધવારના રોજ અમદાવાદ એરપોર્ટ પર આવશે.

 

 

આ 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ભરેલા એરકાર્ગો પાર્સલનું વિશ્વ ઉમિયાધામ મંદિર જાસપુર ખાતે પુજન થશે અને ત્યારબાદ રાજ્યના વિવિધ શહેરોમાં વિવિધ સંસ્થાઓ અને સમાજોને ઓક્સિજન કોન્સ્ટ્રેટર પહોંચાડવામાં આવશે. દર અઠવાડિયે આવનાર 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર સ્ટેપવાઈઝ રાજ્યના વિવિધ શહેરોની સંસ્થાઓ તેમજ સમાજના જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે.

 

 

આ સમગ્ર કામગીરીમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમેરિકાના કોર્ડીનેટર રસિકભાઈ બી.પટેલ, અજીતભાઈ પટેલ, વી.પી.પટેલ, જે પી પટેલ, વિજયભાઈ પટેલ તેમજ સવિશેષ USA યુથ કમિટીના ચેરમેન દિનેશ પટેલ – ડેની (ગામ – નારદીપુર)નું યોગદાન સર્વોત્તમ રહ્યું છે. આ ઉપરાંત સમગ્ર અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારોએ પોતાની ભીતરની સંવેદનાને ઉજાગર કરીને દાનની સરવાણી વહેતી કરી છે તે માટે સંસ્થા તેમના પ્રત્યે અહોભાવની લાગણી વ્યક્ત કરે છે.

 

 

વિશ્વ ઉમિયા ધામ મંદિરે ઓક્સિજન બેંક શરૂ કરાઈ, લોકોને નિશુલ્ક ઓક્સિજન વિતરણ અમેરિકાથી આવનાર એક હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર સાથે સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદ હોસ્પિટલ અને કોરોના દર્દીઓને ઓક્સિજન પુરો પાડવા વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે જ ‘ઓક્સિજન બેંક’ શરૂ કરાઈ છે. જેમાં રોજની 300થી વધુ જમ્બો ઓક્સિજન સિલિન્ડર દર્દીઓ અને હોસ્પિટલ્સને નિશુલ્ક અપાઈ રહી છે.

 

છેલ્લા સાત દિવસમાં લગભગ 2100થી વધુ જમ્બો ઓક્સિજન સિલિન્ડર નિશુલ્ક હોસ્પિટલ્સ અને દર્દીઓને આપવામાં આવી છે. ઓક્સિજન બેંકના ભગીરથ કાર્યમાં ભારત ઉપરાંત વિદેશમાં વસતાં પરિવારો ખૂબ મોટા પ્રમાણમાં આર્થિક યોગદાન આપી સહાય કરી રહ્યા છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સંગઠન ટીમ દ્વારા કોરોના દર્દીઓને પ્રાણવાયુ ન ખુટે તે માટે દિવસ રાત મહેનત કરાઈ રહી છે.

 

 

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મોરબી સંગઠન ટીમ દ્વારા 600 બેડના બે કોવિડ સેન્ટર કાર્યરત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મોરબી જિલ્લા સંગઠન કમિટી દ્વારા મોરબીમાં 600 બેડની સુવિધા સાથે બે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા છે. મોરબી પટેલ કન્યા કેળવણી મંડળની ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લા એક મહિનાથી 300થી વધુ બેડ કોવિડ કેર સેન્ટર માટે કાર્યરત છે. સાથે સાથે મોરબી નજીક આવેલાં જોધપર ગામમાં આવેલી પાટીદાર સમાજની બોયઝ હોસ્ટેલ ( પાટીદાર કોવિડ કેર સેન્ટર)માં વધરાના 300 બેડનું કોવિડ કેર સેન્ટર 04/04/21થી કાર્યરત છે.

 

 

આ બંને કોવિડ સેન્ટરમાં સૌરાષ્ટ્રના અનેક દર્દીઓ સેવાનો લાભ લઈ રહ્યા છે. મહત્વનું છે કે આ બંને કોવિડ કેર સેન્ટરમાં સંપૂર્ણ વ્યવસ્થા નિશુલ્ક છે. ઉપરાંત 100થી વધુ બેડમાં ઓક્સિજનની પણ વ્યવસ્થા કરાઈ છે. મોરબી કોવિડ કેર સેન્ટરનું ભગીરથ કાર્ય વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન – મોરબી જિલ્લા કમિટીના ચેરમેન ત્રમ્બકભાઈ ફેફર , જીતુભાઈ અઘારા અને તેમની ટીમના નેતૃત્વમાં થઈ રહ્યું છે.

 

 

અમદાવાદમાં 120 બેડની કોવિડ હોસ્પિટલની શરૂઆત આ સાથે જ કોરોનાની મહામારીમાં “સેવા પરમો ધર્મ “ને સાર્થક કરવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને અમદાવાદમાં ડી.કે. હોલ-નારણપુરા ખાતે 120 બેડની કોવિડ હોસ્પિટલ દેવસ્ય હોસ્પિટલના સહયોગથી શરૂ કરેલ છે. જેમાં હાલ તમામ બેડ પર ઓક્સિજનની વ્યવસ્થા કરાઈ છે.

 

 

આ માટે જીવના જોખમે સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલ, તેમજ અન્ય હોદ્દેદાર દિપકભાઈ પટેલ, રૂપેશભાઈ પટેલ, ડી.એન. ગોલ, સુરેશભાઈ પટેલ, રસિકભાઈ પટેલ, અનિલભાઈ પટેલ તેમજ અનેક દાતાઓ – મિત્રો રાત-દિવસની મહેનત કરી રહ્યા છે.

 

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની આવી ઉમદા પ્રવૃત્તિથી પ્રેરાઈને એશિયન મિલ્સ પ્રા. લીના માલિક ઓમ પ્રકાશ અગ્રવાલજી કે જેમણે અગાઉ પણ રૂપિયા 2.5 કરોડનું દાન સંસ્થાને આપેલ છે, તેમણે કોરોનાના દર્દીઓની સારવાર અર્થે રૂપિયા 1 કરોડનું દાન સંસ્થામાં જમા કરાવી દીધેલ છે.

Next Article