SG હાઈવેના મુસાફરોને આજથી રાહત: સોલા ઓવરબ્રિજથી ગોતા સુધીના એલિવેટેડ ઓવરબ્રિજનું શાહના હસ્તે લોકાર્પણ

|

Nov 01, 2021 | 6:45 AM

SG હાઈવેના મુસાફરોને આજથી રાહત મળવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને અમદાવાદના મુસાફરોને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. સોલા ઓવરબ્રિજથી ગોતા સુધીના અઢી કિલોમીટરના એલિવેટેડ ઓવરબ્રિજનું આજે લોકાર્પણ થશે.

દિવાળી પર્વ પહેલા અમદાવાદીઓને નવા બ્રિજની ભેટ મળશે. જી હા સોલા ઓવરબ્રિજથી ગોતા સુધીના અઢી કિલોમીટરના એલિવેટેડ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઇ ગયું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તથા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરશે. સરખેજ-ગાંધીનગર હાઇવેને સિક્સ લેન કરવાની કામગીરી પૂરજોશમાં છે. જેમાં થલતેજ અંડરપાસથી ગોતા સુધીના 4.20 કિમી સુધીના 350 કરોડના ખર્ચે તૈયાર થનાર એલિવેટેડ બ્રિજનું કામ ચાલી રહ્યું છે.

અગાઉ થલતેજ અંડરપાસથી સોલા ઓવરબ્રિજ સુધીના 51 કારોડના ખર્ચે બનેલો 1.5 કિલોમીટરનો બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારે હવે સોલા ઓવરબ્રિજથી ગોતા સુધીના 2.5 કિલોમીટરના બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. બ્રિજના લોકાર્પણ માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. આ બ્રિજનું લોકાર્પણ થતા હવે વાહનચાલકોને કારગીલ ચાર રસ્તા અને સોલા ભાગવત ચાર રસ્તાના ટ્રાફિક માંથી મુક્તિ મળશે. બ્રિજને ખુલ્લો મુકાયા બાદ વાહન ચાલકોને સરખેજથી ખોડિયારનગર સુધી જવું સરળ બની રહેશે.

 

આ પણ વાંચો: રાષ્ટ્રીય એકતા દિવસે જ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ એક રહેવાની ટકોર કરવી પડી, જાણો શું કહ્યું

આ પણ વાંચો: મીનીમમ ભાડામાં વધારા મુદ્દે રીક્ષાચાલકોની હડતાળથી રાજ્યમાં 15 લાખ રીક્ષાના પૈડા થંભી જશે

આ પણ વાંચો: વકીલે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, ટ્રાફિક નિયમના ભંગ બદલ PSIને સ્થળ પર જ ભરાવ્યો દંડ

Next Video