Ahmedabad : TV9નું રિયાલિટી ચેક, સરકારની જાહેરાત બાદ પણ અમૂલ પાર્લરમાં નથી મળતા ટ્રિપલ લેયર માસ્ક

|

Apr 11, 2021 | 3:32 PM

Ahmedabad : રાજ્ય સરકારની જાહેરાત કે પછી ધુપલ ? 1 રૂપિયામાં અમૂલ પાર્લર અને apmc પર માસ્ક મળવાની જાહેરાત કરાઈ છતાં નથી મળી રહ્યા માસ્ક. ટીવી9ના રિયાલિટી ચેકમાં સામે આવી હકીકત.

Ahmedabad : TV9નું રિયાલિટી ચેક,  સરકારની જાહેરાત બાદ પણ અમૂલ પાર્લરમાં નથી મળતા ટ્રિપલ લેયર માસ્ક
ફાઇલ

Follow us on

Ahmedabad : રાજ્ય સરકારની જાહેરાત કે પછી ધુપલ ? 1 રૂપિયામાં અમૂલ પાર્લર અને apmc પર માસ્ક મળવાની જાહેરાત કરાઈ છતાં નથી મળી રહ્યા માસ્ક. ટીવી9ના રિયાલિટી ચેકમાં સામે આવી હકીકત.

કોરોના સંક્રમણ સામે ફરજીયાત માસ્ક પર અને સોસીયલ ડિસ્ટન્સ પર ભાર મુકાઈ રહ્યો છે. સાથે જ વેકસીનેશન અને રેમડેસીવીર ઇન્જેક્શન પણ મહત્વના મનાઈ રહ્યા છે. આ તમામ બાબતો વચ્ચે શહેરમાં લોકો માસ્ક વગર ફરતા દેખાયા જેને લઈને સાથે જ કેસના આંકડાને ઘટાડવા સરકાર વિવિધ પ્રયાસ કરી રહી છે. જે પ્રયાસના ભાગરૂપે સરકારે થોડા દિવસ પહેલા શહેરીજનોને apmc અને અમૂલ પાર્લરમાં 1 રૂપિયામાં ટ્રિપલ માસ્ક મળી રહે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે ટીવી9ની ટીમે અમૂલ પાર્લર પર રિયાલિટી ચેક કર્યું. તો સામે આવ્યું કે રાજ્ય સરકારની જાહેરાત છતાં પણ અમૂલ પાર્લર પર 1 રૂપિયામાં માસ્ક મળી નથી રહ્યા.

ટીવી 9ની ટીમ લાલ દરવાજા અને ગોરમાં કુવા પાસે આવેલ અમૂલ પાર્લર પહોંચી. જ્યાં ટીમે રાજ્ય સરકારે 1 રૂપિયામાં માસ્ક આપવાની જાહેરાત કરી હતી. તે 1 રૂપિયાનું માસ્ક માંગ્યું. તો જવાબ મળ્યો કે માસ્ક છે જ નહીં. લાલ દરવાજા પાસેના અમૂલ પાર્લર પર નતો 1 રૂપિયાનું માસ્ક હતું ને ન તો n-95 માસ્ક. અને જે હતું તે 2 રૂપિયામાં આપી રહ્યા હતા. અને જ્યારે 1 રૂપિયાના માસ્ક વિશે પૂછવામાં આવ્યું તો સ્ટોક જ નહીં આવ્યાનું રટણ રટયું.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

તો જ્યારે ટીમ ગોરના કુવા પાસે આવેલ અમૂલ પાર્લર પર પહોંચી તો ત્યાં જવાબ મળ્યો કે 1 રૂપિયાનું શું પણ કોઈ પણ માસ્ક અવેલેબલ નથી. માસ્ક આવ્યા જ નથી. ક્યારે આવશે તે પણ ખ્યાલ નથી. આ પ્રકારના જવાબ અમૂલ પાર્લર પર મળી રહ્યા છે. તો શહેર માં આવેલ apmc માર્કેટમાં પણ 1 રૂપિયામાં મળનારા માસ્ક નહિ પહોંચ્યાની વિગતો મળી રહી છે.

ત્યારે આ તમામ બાબતો વચ્ચે સવાલ થાય છે કે સરકારે આ કેવા પ્રકારની જાહેરાત કરી. કે જાહેરાત બાદ પણ માસ્ક નથી મળી રહ્યા. તેમજ પ્રશ્નો પણ ઉભા થઇ રહ્યા છે કે પહેલા સ્ટોક પહોંચાડી પછી જાહેરાત કરવી જોઈતી હતી. કેમ કે રેમડેસીવીર સોલા સિવિલ અને અસારવા સિવિલમાં મળી રહેવાની જાહેરાતને લઈને આવી જ સ્થિતિ સર્જાઈ હતી. કે જ્યાં પણ જાહેરાત બાદ લોકોને ઇન્જેક્શનનો સ્ટોક નહિ પહોંચાડતા લોકોએ પરત ફરવું પડ્યું હતું. ત્યારે અહીં સમગ્ર મામલે યોગ્ય વ્યવસ્થાની માંગ ઉઠી છે. તેમજ પહેલા સ્ટોક પહોંચે અને બાદમાં જાહેરાત થાય તેવી પણ માંગ ઉઠી છે જેથી લોકો સુધી જાહેરાત પ્રમાણે વસ્તુ પહોંચી રહે અને લોકોને હાલાકી પણ ન પડે.

Next Article