AHMEDABAD : વિરમગામમાં ટામેટાના ભાવ તળિયે, ખેડુતોને મોટું નુકસાન

|

Jan 29, 2021 | 4:43 PM

AHMEDABAD જિલ્લાના વિરમગામના ખેડૂતોનું કહેવું છે કે ભણ્યાં ગણ્યા પછી રૂપિયા મળશે એવી આશા સાથે ખેતીમાં આવ્યા.

AHMEDABAD જિલ્લાના વિરમગામ તાલુકાનાં કલ્યાણપુરા તેમજ નગાસર , હરીપુરા સહીત કડી તાલુકાના પંથકના ગામોમાં દર વર્ષે ટામેટાનુ વ્યાપક ઉત્પાદન થાય છે. આ વર્ષે સમગ્ર ગુજરાત ભરમાં ટામેટાનું વ્યાપક ઉત્પાદન થયું છે . ત્યારે તેની સામે ખેડૂતોને ટામેટાની મજુરી, અને ઉત્પાદન ખર્ચ નીકળે એટલો પણ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે.વિરમગામમાં ટામેટાના ભાવ તળિયે જતા ખેડુતોને મોટું નુકસાન થઇ રહ્યું છે.

ખેડૂતોને ટામેટાં પાકે ત્યાં સુધીમાં 35 થી 40 હજાર રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે, જેની સામે માત્ર 20 હજાર રૂપિયા જેટલી જ આવક થઇ થઇ રહી છે. આટલી ઓછી કમાણીમાં ખેડૂતોને ઉત્પાદન ખર્ચ તો શું, મજુરીખર્ચના રૂપિયા પણ નીકળતા નથી. ખેડૂતોનું કહેવું છે કે ભણ્યાં ગણ્યા પછી રૂપિયા મળશે એવી આશા સાથે ખેતીમાં આવ્યા ,પણ અહીંયા તો સ્થિતિ એવી છે કે હવે ખેતી છોડવી પડે એમ છે. ખેડૂતો મજૂરોને રોજના 150 રૂપિયા મજૂરી આપે છે, એમાં પણ ખેડુતોને મોટું નુકસાન છે. ખેતમજૂરો પણ માને છે કે અહીંયા વિસ્તારમાં ટામેટાં વધુ પાકે છે અને એવામાં જો ભાવ નહીં મળે તો એમની આવક પણ બંધ થઈ જશે.

Next Video