અમદાવાદ અને મુંબઈ વચ્ચે વધુ એક દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ દોડશે

|

Dec 14, 2019 | 3:56 PM

અમદાવાદ અને મુંબઈ વચ્ચે બીજી પ્રાઈવેટ ટ્રેન દોડશે. હાલ આ બન્ને શહેર વચ્ચે એક તેજસ એક્સપ્રેસ ચાલે જ છે. હવે વધુ એક તેજસ એક્સપ્રેસ દોડાવવાની તૈયારી IRCTC કરી રહ્યું છે. એટલું જ નહિં તૈયારીઓ પૂર્ણ થઇ જશે તો, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ ટ્રેન શરૂ પણ કરી દેવામાં આવશે. મુંબઇ અને અમદાવાદની વચ્ચે આ ટ્રેન માત્ર […]

અમદાવાદ અને મુંબઈ વચ્ચે વધુ એક દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ દોડશે

Follow us on

અમદાવાદ અને મુંબઈ વચ્ચે બીજી પ્રાઈવેટ ટ્રેન દોડશે. હાલ આ બન્ને શહેર વચ્ચે એક તેજસ એક્સપ્રેસ ચાલે જ છે. હવે વધુ એક તેજસ એક્સપ્રેસ દોડાવવાની તૈયારી IRCTC કરી રહ્યું છે. એટલું જ નહિં તૈયારીઓ પૂર્ણ થઇ જશે તો, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ ટ્રેન શરૂ પણ કરી દેવામાં આવશે. મુંબઇ અને અમદાવાદની વચ્ચે આ ટ્રેન માત્ર બે સ્ટેશનો પર રોકાશે. વડોદરા અને સુરત સ્ટેશન પર તે હોલ્ડ કરશે.

સમયની વાત કરીએ તો, આ ટ્રેન સવારે 6 કલાકને 10 મિનિટ પર ઉપડશે. અને બપોરે 1 વાગીને 10 મિનિટ પર મુંબઇ સેન્ટ્રલ સ્ટેશન પર પહોંચશે. તો આ જ ટ્રેન બપોરે 3 કલાકને 40 મિનિટ પર મુંબઇ સેન્ટ્રલથી રવાના થશે.. અને રાત્રે 9.55 કલાકે પરત અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર પરત ફરશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ ઊંઝામાં મા ઉમિયાના મંદિરે ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ, લાડુના મહાપ્રસાદની મહાતૈયારી

હવે ટ્રેનની ખાસિયતની વાત કરીએ તો, આ ભલે ટ્રેન હોય પણ સુવિધા તો ફ્લાઇટ જેવી જ મળશે. ટ્રેનમાં વાઇફાઇ હશે, અને સુરક્ષાને ધ્યાનમાં રાખી સીસીટીવી પણ લગાવવામાં આવશે. ઉપરાંત ટ્રેનના દરેક કોચમાં એસી હતી. તો દરવાજા પણ ઓટોમેટીક હશે. એનો મતલબ એ કે, જ્યાં સુધી ટ્રેન ચાલક દરવાજો નહીં ખોલે ત્યાં સુધી તે દરવાજો ખુલશે નહીં. તો બેસવા માટેની સીટ પણ એકદમ આરામ દાયક હશે. અને લોકોને મનોરંજન મળી રહે તે માટે સીટની પાછળ LED સ્ક્રીન લગાવવામાં આવશે. આ LED સ્ક્રીન મોબાઇલ સાથે પણ કનેક્ટ થઇ શકશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article