VIDEO: અમદાવાદને મળશે નવા ઓવરબ્રિજ-અંડરપાસ, આ 15 જગ્યા પર બનશે બ્રિજ અને અંડરપાસ

|

Nov 19, 2019 | 11:39 AM

અમદાવાદને રેલવે ફાટકથી મુક્તિ અપાવવાના હેતુસર તંત્રએ વધુ 5 રેલવે ઓવરબ્રિજ અને 10 અંડરપાસને મંજૂરી આપી છે. 2 વર્ષમાં આ 15 ઓવરબ્રિજ અને અંડરપાસ તૈયાર થયા બાદ વધુ ઓવરબ્રિજ અને અંડરપાસનું કામ હાથ પર લેવાશે. અમદાવાદમાં 7 રેલવે ઓવરબ્રિજ અને 14 અન્ડરપાસની જરૂર છે. જે પૈકી 15 પ્રોજેક્ટને પ્રથમ તબક્કે મંજૂરી અપાઈ છે. રૂ. ૨૯૭.૪૫ […]

VIDEO: અમદાવાદને મળશે નવા ઓવરબ્રિજ-અંડરપાસ, આ 15 જગ્યા પર બનશે બ્રિજ અને અંડરપાસ

Follow us on

અમદાવાદને રેલવે ફાટકથી મુક્તિ અપાવવાના હેતુસર તંત્રએ વધુ 5 રેલવે ઓવરબ્રિજ અને 10 અંડરપાસને મંજૂરી આપી છે. 2 વર્ષમાં આ 15 ઓવરબ્રિજ અને અંડરપાસ તૈયાર થયા બાદ વધુ ઓવરબ્રિજ અને અંડરપાસનું કામ હાથ પર લેવાશે. અમદાવાદમાં 7 રેલવે ઓવરબ્રિજ અને 14 અન્ડરપાસની જરૂર છે. જે પૈકી 15 પ્રોજેક્ટને પ્રથમ તબક્કે મંજૂરી અપાઈ છે. રૂ. ૨૯૭.૪૫ કરોડની આ યોજનામાં મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર અડધો-અડધો ખર્ચ કાઢશે. તમામ ખર્ચમાં રાજ્ય સરકારે 50 ટકા એટલે કે 151.79 કરોડ આપવા પડશે.

આ પણ વાંચો: VIDEO: બોરસદના NRI પરિવારને અમદાવાદ એરપોર્ટની બહાર પોલીસનો કડવો અનુભવ

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

અમદાવાદમાં કયા કયા સ્થળે ઓવરબ્રિજ બનશે તેના પર નજર કરીએ તો, ઈસનપુરના પુનીતનગર, મણિનગર, નરોડા જીઆઈડીસી, ગોદરેજ ગાર્ડન સિટી, એસજી હાઈવેના ઊજાલા સર્કલ ખાતે ઓવરબ્રિજ બનશે. જ્યારે કે વટવા, ગોતાના વંદેમાતરમ, છારોડી, ચાંદખેડાના ઉમા ભવાની, ચાંદખેડાના આઈઓસી, ડિ-કેબિન, થલતેજમાં અંડરપાસ બનશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ ઉપરાંત ગોતાના ઋતુ બંગલો, નારણપુરાના અગિયારસી મંદિર અને પાલડીના જલારામ મંદિર નજીક અંડરપાસ બનશે. જોકે સરકાર સામે પૂર્વ વિસ્તાર સાથે ભેદભાવની નીતિ અપનાવાતી હોવાનો આક્ષેપ થયો છે. કારણ કે થલતેજ, ગોતા, રાણીપ, નારણપુરામાં અંડરપાસ માટે જ્યાં રેલવે તંત્રએ નાણા આપવાની ના પાડતા સરકારે 100 ટકા પોતાના ખર્ચે અંડરપાસ બનાવવાનું નક્કી કર્યું છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article