અમદાવાદ બ્લાસ્ટ કેસ (Ahmedabad blast case)માં દોષિત જાહેર થયેલા 49 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ આરોપીઓને કોવિડ ટેસ્ટ (Covid test) કરી કોર્ટમાં હાજર કરાશે. કોર્ટમાં જાહેર કર્યા બાદ આરોપીઓને સજા સંભળાવવામાં આવશે. દોષિતોને શું સજા(Punishment) થશે તેના પર દેશભરની નજર હશે.
વર્ષ-2008માં અમદાવાદમાં જે બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા તેનું ષડયંત્ર કેરળના જંગલોમાં ઘડાયું હતું. ગોધરાકાંડ બાદના રમખાણોનો બદલો લેવા આ કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. આતંકીઓએ કેરળના વાઘમોરાના જંગલોમાં બ્લાસ્ટની તાલીમ લીધી હતી. આતંકીઓની એક ટીમ ટ્રેન મારફતે અમદાવાદ આવી હતી. અમદાવાદને ધ્રુજાવવા માટે આતંકીઓ મુંબઇથી કારમાં વિસ્ફોટકો લાવ્યા હતા.. કાર મારફતે અમદાવાદ-સુરતમાં વિસ્ફોટકો લવાયા હતા.. બ્લાસ્ટ માટે આતંકીઓએ 13 સાયકલો ખરીદી હતી. એવી પણ જાણકારી મળી છે કે સ્થાનિક સ્લીપર સેલનો બ્લાસ્ટમાં ઉપયોગ કર્યો હતો. મુફ્તી અબુ બશીરે સ્લીપર સેલ તૈયાર કર્યો હતો.
સિરિયલ બ્લાસ્ટથી જ્યારે અમદાવાદ ધ્રુજી ઉઠ્યું હતું ત્યારે પૂર્વ ગૃહરાજય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા તે સમયે સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં હાજર હતા. તેમણે કહ્યું, કેટલાક લોકોએ શહેરમાં ષડયંત્ર રચી ધડાકા કર્યા હતા. જેમાં કેટલાક લોકોના મોત થયા હતા અને કેટલાક ઈજાગ્રસ્ત હતા. આ તરફ બ્લાસ્ટ સમયે AMTSના ચેરમેન રહી ચુકેલા અમિત શાહે આરોપીઓને કડક સજાની માગ કરી છે.
સ્પેશિયલ કોર્ટના ચુકાદાને લઈ વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે Tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે દોષિતોને મહતમ સજા થવી જોઈએ. સાથે સાથે નિર્દોષ છુટેલા આરોપીઓ સિસ્ટમના વિક્ટિમ હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સિરિયલ બ્લાસ્ટ કેસની તપાસ માટે ગુજરાત પોલીસ પર માનસિક દબાણ હતું.. આ સ્થિતિમાં પણ ગુજરાત પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હતી.
અમદાવાદ બ્લાસ્ટ કેસના આરોપીઓ અને જે પરિવારે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેઓ પણ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી રહ્યા છે.. જે લોકો મોતને ભેટ્યા છે તેમના પરિવારજનો હવે ન્યાયની આશા રાખીને બેઠા છે.. બુધવારના રોજ સ્પેશિયલ કોર્ટ બ્લાસ્ટના આરોપીઓને શું સજા સંભળાવે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો-
આ પણ વાંચો-