Ahmedabad: પેટ્રોલ- ડીઝલના ભાવમાં કોઈ રાહત નહી, અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પહોંચ્યો 98ને પાર

|

Jul 15, 2021 | 10:12 AM

અમદાવાદ શહેરના નાગરિકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. શહેરમાં ફરી એક વાર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.પેટ્રોલના ભાવમાં  પ્રતિ લિટર34 પૈસાનો અને ડિઝલના ભાવમાં 17 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

અમદાવાદમાં ફરી એકવાર પેટ્રોલ – ડિઝલના(Petrol-Diesel)  ભાવમાં વધારો થયો છે. જેમાં પેટ્રોલના ભાવમાં  પ્રતિ લિટર  34 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.જ્યારે, ડિઝલના ભાવમાં 17 પૈસાનો વધારો નોંધાયો છે.

નવા ભાવ વધારાને કારણે અમદાવાદીઓએ પેટ્રોલના પ્રતિ લિટરે (Per liter) 98.30 રુપિયા ચુકવવા પડશે. અને ડિઝલના પ્રતિ લિટરે 96.76 રુપિયાનો ખર્ચ કરવાનો રહેશે.

 

રાજ્યમાં જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓમાં દુધ બાદ પેટ્રોલ – ડિઝલના ભાવમાં પણ વધારો થતા,હાલ સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.અને લોકોએ ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.

અન્ય રાજ્યોમાં પેટ્રોલ – ડિઝલના ભાવની વાત કરવામાં આવે તો,નવી દિલ્હીમાં (New Delhi) પેટ્રોલ 101.54 રૂપિયા છે.અને હૈદરાબાદમાં(Hyderabad) 105.52 રૂપિયા સુધી પેટ્રોલનો ભાવ પહોંચ્યો છે.જ્યારે,જયપુરમાં(Jaipur) 108.40 પેટ્રોલ અને 99.02 રૂપિયા સુધી ડિઝલનો ભાવ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોનું કહેવું છે કે,”સરકારે વધતી મોંઘવારી મામલે જરૂરથી વિચારણા કરવી જોઈએ.કારણ કે,કોરોનાને કારણે અનેક ધંધા રોજગારને માઠી અસર પડી છે.ત્યારે જીવન જરૂરીયાતની ચીજવસ્તુના ભાવ વધતા લોકોએ સહન કરવાનો વારો આવ્યો છે.”

 

આ પણ વાંચો : દિવ્યાંગ રમતવીરો માટે રાજયસરકારની મોટી જાહેરાત, જાણો કોને અપાશે સરકારી નોકરીમાં સીધી ભરતી?

આ પણ વાંચો : Gandhinagar : ભાડાની ઓફિસ ખાલી ન કરતા લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ ગુનો દાખલ, 2ની ધરપકડ

 

Published On - 10:00 am, Thu, 15 July 21

Next Video