Breaking News : અમદાવાદથી દ્વારકા-ઓખા જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે સાંજે નહીં સવારે ઉપડશે અને તે પણ કાલુપુરથી નહીં સાબરમતી જેલ સાઈડથી

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનેથી દ્વારકા-ઓખા જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવેથી સાબરમતી જેલ બાજુ આવેલ રેલવે સ્ટેશનેથી આવશે અને જશે. આ ફેરફાર આગામી 17મી ઓગસ્ટથી અમલમાં આવશે. આની સાથોસાથ આ ટ્રેન જતા અને આવતા આંબલી રેલવે સ્ટેશને પણ ઊભી રહેશે. 

Breaking News : અમદાવાદથી દ્વારકા-ઓખા જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે સાંજે નહીં સવારે ઉપડશે અને તે પણ કાલુપુરથી નહીં સાબરમતી જેલ સાઈડથી
| Updated on: Jul 27, 2026 | 8:00 PM

અમદાવાદના રેલવે સ્ટેશનેથી દ્વારકા-ઓખા જતા યાત્રાળુઓ માટે મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. આગામી દિવસોમાં, અમદાવાદ ઓખા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદના કાલુપુર રેલવે જંકશનને બદલે, સાબરમતી સેન્ટ્ર્લ જેલ બાજુ આવેલ સાબરમતી રેલવે સ્ટેશનેથી આવશે અને જશે. મુસાફરોની સુવિધા અને વધુ સારી રેલવે કનેક્ટિવિટી તેમજ આધુનિક રેલ સેવાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી, રેલવે મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેના હેઠળ ટ્રેન નંબર 22925 / 22926 અમદાવાદ–ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશન, સમયસારણી તેમજ રૂટમાં આંબલી રોડ સ્ટેશન પર નવા સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી છે. આ સુધારેલી વ્યવસ્થા 17 ઑગસ્ટ, 2026થી અમલમાં આવશે.

સુધારેલી વ્યવસ્થા મુજબ હવે આ વંદે ભારત એક્સપ્રેસનું પ્રારંભિક અને અંતિમ સ્ટેશન અમદાવાદ કાલુપુરના બદલે સાબરમતી (જેલ સાઇડ) SBT રહેશે. ઉપરાંત, અમદાવાદના ઝડપથી વિકસતા પશ્ચિમ વિસ્તારના મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આંબલી રોડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ પણ આપવામાં આવ્યું છે.

સુધારેલ સમય પત્રક

ટ્રેન નંબર 22925 સાબરમતી–ઓખા વંદે ભારત એક્સપ્રેસ 17 ઑગસ્ટ, 2026 થી દરરોજ (મંગળવાર સિવાય) સાબરમતીથી સવારે 06:15 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન આંબલી રોડ સ્ટેશન પર 06:23 વાગ્યે પહોંચશે અને 06:25 વાગ્યે પ્રસ્થાન કરીને 13:20 વાગ્યે ઓખા પહોંચશે.

તે જ રીતે, ટ્રેન નંબર 22926 ઓખા–સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ઓખાથી 16:45 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન આંબલી રોડ સ્ટેશન પર 22:40 વાગ્યે પહોંચશે અને 22:42 વાગ્યે પ્રસ્થાન કરીને 23:10 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે.

આંબલી રોડ સ્ટેશનને પ્રથમ વખત મળશે વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ

આ નિર્ણય સાથે આંબલી રોડ રેલવે સ્ટેશનને પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળશે. તેના પરિણામે શહેરના પશ્ચિમ વિસ્તાર, એસ.જી. હાઇવે, બોડકદેવ, પ્રહલાદનગર, સાઉથ બોપલ, શેલા તેમજ આસપાસના વિસ્તારોના મુસાફરોને વધુ અનુકૂળ, સમયની બચત કરાવતી અને આધુનિક રેલ સેવાનો લાભ મળશે.

એડવાન્સ બુકિંગ સંબંધિત માહિતી

વર્તમાન સમય-સારણી અનુસાર ટ્રેન નંબર 22925 અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસની હાલની વ્યવસ્થા 15 ઓગસ્ટ, 2026 સુધી અમલમાં રહેશે. જ્યારે ટ્રેન નંબર 22926 ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસની હાલની વ્યવસ્થા 16 ઓગસ્ટ, 2026 સુધી અમલમાં રહેશે.

 

આગામી 17 ઓગસ્ટથી, ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ

Published On - 3:46 pm, Mon, 27 July 26

Follow Us
Loading...
Unable to load recommendations.