અમદાવાદની VS હોસ્પિટલની વધુ એક લાલિયાવાડી, સ્વજનોએ સાચવવા માટે રાખેલા મહિલાનાં મૃતદેહની જ અદલા-બદલી થઈ ગઈ, VS શબઘરમાં મૃતદેહની સાચવણી અંગેનો કોઈ રેકોર્ડ જ નથી

|

Nov 15, 2020 | 3:59 PM

અમદાવાદની VS હોસ્પિટલની વધુ એક લાલિયાવાડી સામે આવી. સ્વજનોએ સાચવવા માટે રાખેલો મહિલાનો મૃતદેહની જ અદલા-બદલી થઈ ગઈ. VS હોસ્પિટલના શબ ઘરમાં સાચવવા માટે સ્વજનોએ મહિલાનો મૃતદેહ રાખ્યો હતો. મૃતકનો પુત્ર કેનેડાથી પરત ફરી અંતિમવિધિ માટે માતાનો મૃતદેહ લેવા VS પહોંચ્યો તો 70 વર્ષીય મહિલા લેખા ચંદનો મૃતદેહ જ ગાયબ હતો. VS શબઘરમાં મૃતદેહની સાચવણી […]

અમદાવાદની VS હોસ્પિટલની વધુ એક લાલિયાવાડી, સ્વજનોએ સાચવવા માટે રાખેલા મહિલાનાં મૃતદેહની જ અદલા-બદલી થઈ ગઈ, VS શબઘરમાં મૃતદેહની સાચવણી અંગેનો કોઈ રેકોર્ડ જ નથી

Follow us on

અમદાવાદની VS હોસ્પિટલની વધુ એક લાલિયાવાડી સામે આવી. સ્વજનોએ સાચવવા માટે રાખેલો મહિલાનો મૃતદેહની જ અદલા-બદલી થઈ ગઈ. VS હોસ્પિટલના શબ ઘરમાં સાચવવા માટે સ્વજનોએ મહિલાનો મૃતદેહ રાખ્યો હતો. મૃતકનો પુત્ર કેનેડાથી પરત ફરી અંતિમવિધિ માટે માતાનો મૃતદેહ લેવા VS પહોંચ્યો તો 70 વર્ષીય મહિલા લેખા ચંદનો મૃતદેહ જ ગાયબ હતો. VS શબઘરમાં મૃતદેહની સાચવણી અંગેનો કોઈ રેકોર્ડ જ નથી કે વરિષ્ઠ અધિકારીઓ કોઈ માહિતી આપવા તૈયાર નથી. આ મૃતદેહ સાચવવા ભરેલી રકમની પાવતી સ્વજનો પાસે છે પરંતુ ડેથ સર્ટિફિકેટ સિવાય અન્ય કોઈ પુરાવા જ નથી. આ મહિલાનો મૃતદેહ કોઈ જૈન પરિવારના સભ્યો લઈ ગયા અને મૃતદેહની અંતિમ વિધિ પણ કરી નાંખી. આ વિચિત્ર કિસ્સામાં પોલીસે મૃતદેહ લઈ જનારા પરિવારના સભ્યની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. એલિસબ્રિજ પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી બંને પરિવારના નિવેદન પણ લીધા છે.

આ મૃતદેહની અદલા-બદલીના કેસમાં વીએસની સાથે જ મૃતદેહ લઈ જઈને જોયા વગર જ અંતિમ વિધિ કરનાર પરિવારના સભ્યોની પણ ભૂલ છે આમ છતાં મૃતદેહ લઈ જનાર રાજીવ શાહે ભૂલથી હોસ્પિટલે મૃતદેહ સોંપ્યાનું કહીને પોતે છટકવાનો પ્રયાસ કર્યો આ કેસમાં અન્યનો મૃતદેહ લઈ જનારે પોતે બરાબર તપાસ કેમ ન કરી તે પણ રહસ્યનો વિષય છે. આ કેસમાં ભૂલથી મૃતદેહ બદલાયો છે ત્યારે પોલીસે મૃતદેહ બાળ્યો તેની પહોંચ સહિત અન્ય જરૂરી તપાસની કાર્યવાહી હવે આરંભી છે.

70 વર્ષીય મૃતક મહિલા લેખા ચંદના પુત્રવધુએ મૃતદેહ સ્વીકારના પરિવારજનો પર કેટલાક સવાલો ઉઠાવ્યા આ સાથે જ હવે તેમની સાસુના ડેથ સર્ટિફિકેટ મળશે કે કેમ તેને લઈ ચિંતા વ્યક્ત કરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ ગંભીર બેદરકારી મામલે વીએસ હોસ્પિટલના સત્તાવાળાઓએ મૃતક દિવ્યાબેનના સગા અને સત્તાવાળા બંનેની ભૂલ હોવાનો સ્વીકાર કર્યો અને ભવિષ્યમાં આવી ભૂલ અટકાવવા જરૂર હોય ત્યાં સીસીટીવી કેમેરા લગાવવાની પણ ખાતરી આપી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 3:55 pm, Sun, 15 November 20

Next Article